Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

માસુમ બાળાના પિતાને અઢી લાખનું વ્યાજ સહિત વળતર ચુકવવા આદેશ

વીજલાઇનના દોરડા ઉપરથી પતંગ લેવા જતાં શોક લાગતા

રાજકોટ તા. ૭: પશ્ચિમ ગુજરાત વિજ કંપનીની બેદરકારીથી સર ગામે રહેતા હરસુખભાઇ ઉર્ફે લાલજીભાઇ રવજીભાઇની પુત્રીનું વીજ અકસ્માત થતાં ગ્રાહક સુરક્ષા અદાલતે રૂ. ર,પ૦,૦૦૦/- (અંકે રૂપિયા બે લાખ પચાસ હજાર પુરા) નવ ટકાના ચડત વ્યાજ સાથે તેમજ માનસીક દુઃખ ત્રાસના વળતર પેટલે રૂ. પ૦૦૦/- (પાંચ હજાર) તથા અરજી ખર્ચના રૂ. ૩,૦૦૦/- ચુકવી આપવા ગ્રાહક સુરક્ષા અદાલતે હુકમ જાહેર કર્યો.

આ કામની હકીકત એ પ્રકારની છે કે હરસુખભાઇ ઉર્ફે લાલજીભાઇ રવજીભાઇ વણોલના ઘર પાસે પશ્ચિમ ગુજરાત વીજ લાઇન પસાર થાય છે. આ લાઇન હરસુખભાઇ ઉર્ફે લાલજીભાઇ રવજીભાઇ વણોલના મકાનથી નિયમ પ્રમાણે દુર રાખવાના બદલે વીજળી પવાર સપ્લાય લાઇન તેમના ઘરની દીવાલની પાસે રાખવામાં આવેલ છે. વીજળી પાવર લાઇન ઉપર નિયમ મુજબ દોરડા કરેલ નહીં. તે રીતે વીજ કંપનીની હરકતથી ફરીયાદીની પુત્રી માનસી દશ વર્ષની તા. ર/૧૧/ર૦૧૩ના રોજ અગાસીથી લગોલગ પસાર થતા વીજ લાઇનના દોરડા ઉપરથી વીજ લાઇનના દોરડા ઉપરથી પતંગ લેવા હાથ લંબાવતા શોટ લાગેલ અને તે કારણે સગીર બાળકીનું અવસાન થયેલ વીજ લાઇન કંપનીની હોવા છતાં પણ કોઇ નીયમ મુજબ દરોડા ઉપર કવર કરેલ નહીં.

સામાવાળાની બેદરકારીના કારણે ફરીયાદીની પુત્રી કે જે અભ્યાસમાં તેજસ્વી હતી તેનું મૃત્યુ થયેલું. આ કેસ રાજકોટ જીલ્લા ગ્રાહક નીવારણ ફોરમ (એડીશ્નલ) રાજકોટની કોર્ટમાં ચાલી જતા આ કામમાં વકીલશ્રીએ રજુ કરેલ જજમેન્ટ તથા તેમજ દલીલ કરી સામાવાળા વીજ કંપનીના અધીકારીશ્રીને રૂ. ર,પ૦,૦૦૦/- અંકે રૂપિયા બે લાખ પચાસ હજાર પુરા) અરજી દાખલ તારીખથી ૯ (નવ) ટકાના ચડત વ્યાજ સહીત તા. ર૭-૬-૧૪ થી ચુકવી આપવા હુકમ કરેલ છે. તેમજ માનસીક ત્રાસના રૂ. પ,૦૦૦/- (અંકે રૂપિયા પાંચ હજાર તથા રૂ. ૩,૦૦૦/- અંકે રૂપિયા ત્રણ હજાર પુરા ચુકવી આપવા હુકમ કરેલ છે.

(3:46 pm IST)