Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

દબાણ હટાવ શાખા ત્રાટકી : શહેરના મુખ્ય માર્ગો પરથી પ૦ રેંકડી-કેબીન હટાવાયા : ૧.૪૪ લાખનો દંડ

૩ર૦ કિલો શાકભાજી, ૧૦પ કિલો ઘાસચારો- લીલુ અને ફુલ જપ્ત કર્યા

રાજકોટ, તા. ૬ : મ્યુનિ. કોપોરેશનની ની દબાણ હટાવ શાખા દ્વારા તારીખૅં ૨૬ ફેબ્રુઆરી થી ૦૪ માર્ચ ના રોજ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ૧૯, રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, ૩ર૦ કિલો શાકભાજી-ફળો, ૧૦પ કિલો ઘાસચારો-લીલું-ફૂલ વગેરે જપ્ત કરવાની તેમજ ૧.૪૪ લાખ વહીવટી ચાર્જે વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. જુદા જુદા હોકર્સ ઝોનમાંથી પણ જપ્ત કરવાની કામગીરી કરાવામાં આવી હતી.

આ અંગે સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા રસ્તા પર નડતર ૧૯ રેંકડી-કેબીનો કોઠારીયા રોડ, ડેલ્ટા સ્કુલ પાસે, રૈયા રોડ, કાલાવડ રોડ, સાંગણવા ચોક, રેસકોર્ષ રામાપીર ચોકડી, ગાંધીગ્રામ, આનંદ બંગલા ચોક વિગેરે જગ્યાએથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી ૩૦ અન્ય પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે સરદારનગર રોડ, કાન્તા વિકાસ ગૃહ રોડ, લાખાજીરાજ રોડ, જયુબેલી કોર્ટ ચોક પરથી જપ્ત કરવામાં આવી હતી, ૩૨૦ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને જયુબેલી માર્કેટ, રામાપીર ચોકડી, જંકશન રોડ પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, પારેવડી ચોકથી ૧૦૫ કી.ગ્રા. ધાસચારો- લીલું અને ફૂલ જપ્ત કરવામાં આવેલ હતા, તેમજ રૂ/- ૧,૪૪,૦૫૦ વહીવટી ચાર્જ બી.આર.ટી.એસ. રૂટ, જામનગર રોડ, સદર બજાર, મવડી રોડ, રામાપીર ચોકડી, રૈયા ધાર, ખીજડાવાળો રોડ, મોરબી રોડ, સેટેલાઇટ ચોક, સંતકબીર રોડ, પેડક રોડ, ઢેબર રોડ, કોઠારીયા રોડ, હરિધવા રોડ, સહકાર રોડ, હરિહર ચોક, યાજ્ઞિક રોડ, હનુમાન મઢી, રૈયા રોડ, યુનિ. રોડ, પુષ્કરધામ રોડ, નાનામવા રોડ, કુવાડવા રોડ, ધરાર માર્કેટ, ભાવનગર રોડ, પેલેસ રોડ, કેનાલ રોડ, જવાહર રોડ, આઈ.પી. મિશન રોડ, માંડાડુંગર, જંકશન રોડ વિગેરે જગ્યા પરથી વસુલ કરવામાં આવ્યો હતો. શહેરના અલગ અલગ ૦૫ હોકર્સ ઝોન જયુબેલી માર્કેટ, ધરાર માર્કેટ, આજીડેમ, મોરબી રોડ, આજીડેમ માર્કેટ હોકર્સ ઝોનમાંથી જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી.

(9:09 am IST)