Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

૨૧૨ સ્‍થળે છાપરા-ઓટલાનો ભુક્કોઃ ૮૬ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

ફુડ શાખા દ્વારા ૩ નમુના લેવાયા : પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક અંગે ૧૨ લોકોને ૧૧ હજારનો દંડ : ૮૫ બોર્ડ-બેનરો જપ્‍ત : મનપાની વોર્ડ નં. ૬માં મહિકા મેઇન રોડ તથા જૈન દેરાસર રોડ ઉપર વન વીક- વન રોડ ઝુંબેશ

રાજકોટ,તા. ૭ : શહેરના મુખ્‍યમાર્ગો ઉપર પાર્કિંગની સમસ્‍યા દૂર કરવા દુકાનો તેમજ વ્‍યાપારી સંકુલોના માર્જીન-પાર્કિંગમાંથી છાપરાઓ-ઓટલા તથા કેબીનનાં દબાણો હટાવવાની ઝુંબેશ ઇસ્‍ટ ઝોનના વોર્ડ નં. ૬માં કરવામાં આવી હતી. આજ સવારથી મનપાની ટાઉન પ્‍લાનીંગ શાખા, રોશની શાખા તેમજ ફુડ શાખા (ફુડ વિભાગ ખાણી-પીણીનું ચેકીંગ કરશે.) સંયુકત રીતે ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત હેઠળ શહેરના મહીકા મેઇન રોડ, જૈન દેરાસર રોડ ઉપર છાપરા-ઓટલાના દબાણો દુર કરવા બુલડોઝર સાથે ત્રાટકી માર્જીન અને પાર્કિંગની જગ્‍યા ખુલ્લી કરાવી હતી.

કમિશનર અમીત અરોરાની સુચના અનુસાર તથા ટાઉનશ પ્‍લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ શહેરના જાહેર માર્ગો પર વાહન પાર્કિંગની સમસ્‍યાને અંતર્ગત કમિશનર દ્વારા મંજૂર કરાયેલ એકશન પ્‍લાન અંતર્ગત મહાનગરપાલિકા ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા આજે તા. ૭ના રોજ વન વીન વન રોડ અંતર્ગત શહેરના  ઇસ્‍ટ ઝોન વિસ્‍તારના વોર્ડ નં. ૬ માં સમાવિષ્‍ટ મહીકા મેઇન રોડ, જૈન દેરાસર રોડ પરના પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ દબાણો ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે. જે અન્‍વયે કુલ ૨૧૨ સ્‍થળોએ થયેલ છાપરા-ઓટાનું દબાણ દૂર કરી અંદાજીત ૪૮૭૦ ચો.ફુટ પાર્કિંગ-માર્જીનની જગ્‍યા ખુલ્લી કરવામાં આવેલ.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ વન વીન વન રોડ અંતર્ગત શહેરના ઇસ્‍ટ ઝોનના રોડ પર વિવિધ શાખા દ્વારા અલગ -અલગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે આ મુજબ છે.

૪૮૭૦ ચો. ફુટ દબાણ હટાવાયું

રાજકોટ શહેરના જાહેર માર્ગો પર વાહન પાર્કિંગની સમસ્‍યાને અંતર્ગત કમિશ્‍નર દ્વારા મંજૂર કરાયેલ એકશન પ્‍લાન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા આજે વન વીક વન રોડ અંતર્ગત શહેરના ઇસ્‍ટ ઝોન વિસ્‍તારના વોર્ડ નં. ૬માં સમાવિષ્‍ટ મહીકા મેઇન રોડ, જૈન દેરાસર રોડ પરના પાર્કિંગ તથા માર્જીંનમાં થયેલ દબાણો/ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે. જે અન્‍વયે કુલ ૨૧૨ સ્‍થળોએ થયેલ છાપરા, ઓટાનું દબાણ દરૂ કરી અંદાજીત ૪૮૭૦ ચો.ફુટ પાર્કિંગ/ માર્જીંનની જગ્‍યા ખુલ્લી કરવામાં આવેલ છે.

આ કામગીરીમાં ઇસ્‍ટ ઝોનના ડેપ્‍યુટી મ્‍યુનિસિપલ કમિશનર, સીટી એન્‍જીનીયર, આસી. કમિશનર તથા ટાઉન પ્‍લાનીંગ શાખા, બાંધકામ શાખા, દબાણ હટાવ શાખા, રોશની શાખા, સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખા, ફાયર અને ઇમરજન્‍સી વિભાગ, ટ્રાફીક એન્‍ડ ટ્રાન્‍સપોર્ટ શાખાના તમામ સ્‍ટાફ સંબંધિત શાખાની કામગીરી માટે સ્‍થળ પર હાજર રહેલ તથા કામગીરી દરમ્‍ગાન કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે માટે સુરક્ષા વિભાગના અધિકારીશ્રી તથા તેમનો તમામ સ્‍ટાફ સ્‍થળ પર હાજર રહેલ.

૮૫ બોર્ડ બનેરો જપ્‍ત

રાજકોટ મહાનગરપાલિકાની વન વીક વન રોડ અંતર્ગત દબાણ હટાવ શાખા દ્વારા શહેરના વિસ્‍તાર વોર્ડ નં. ૬માં મહિકા મેઇન રોડ પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્‍ય ચીજવસ્‍તુઓ, શાકભાજી-ફળો જપ્‍તી તેમજ પશુઓને આપવામાં આવતુ લીલુ, બોર્ડ-બનેરો વગેરે જપ્‍ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. જેમ કે રસ્‍તા પર નડતર ૧ રેંકડી-કેબીનો જપ્‍ત કરવામાં આવી હતી. જુદી-જુદી ૧૧ અન્‍ય પરચુરણ ચીજવસ્‍તુઓ જપ્‍ત કરવામાં આવી હતી અને ૮૫ બોર્ડ બેનર જપ્‍ત કરવામાં આવેલ.

ફાયર અનેઓસી રીન્‍યુની નોટીસ

વન વીક વન રોડ અંતર્ગત ફાયર એન્‍ડ ઇમરજન્‍સી શાખા દ્વારા મહિકા મેઇન રોડ (નેશનલ હાઇવેથી આર.એમ.સી. હદ સુધી) જૈન દેરાસર રોડ આવેલ ૧ હાલરાઇઝ રહેણાંક બિલ્‍ંિડગ, ફાયર એનઓસી અંગે ચકાસણી કરવામાં આવી અને જેમાં અક્ષર એબીસીડી ચાર ટાવર મહીકા મેઇન રોડ ભાવનગર રોડમાં રિન્‍યુઅલ નોટીસ આપવામાં આવેલ છે.

ઇલેકટ્રીક સર્વિસ વાયર દૂર કરાયા

રાજકોટ મહાનગર પાલીકાની રોશની શાખા દ્વારા આજરોજ તા. ૭/૨/૨૦૨૩ના વન વીક વન રોડ' ઝુંબેશ અંતર્ગત શહેરના મહિકા મેઇન રોડ અને જૈન દેરાસર રોડનાં રસ્‍તા પર રહેલ ૪૧ પૈકી બે બંધ સ્‍ટ્રીટલાઇટને રીપેરીંગ કરી શરૂ કરવામાં આવેલ છે. તથા નડતરરૂપ દબાણને લગત જુદા-જુદા એક લોકેશન પરથી ઇલેકટ્રીકલ સર્વિસ વાયર દૂર કરવામાં આવેલ છે.

ડામર પેચ-પેવીંગ બ્‍લોક રીપેરીંગ

વન વીક વન રોડ અંતર્ગત ઇસ્‍ટ ઝોનમાં વોર્ડ નં. ૬માં બાંધકામ, ડ્રેનેજ અને વોરટ વર્કસ શાખા દ્વારા કામગીરી કરવામાં આવેલ. 

જેમાં ૮૮૫.૦૦ ચો.મી.માં ડામર પેચ કરવામાં આવેલ તેમજ રોડની બંને બાજુના સાઇડના પડખામાં કુલ ૨૮ ચો.મી.માં પેવિંગ બ્‍લોડ રિપેરીંગ કરવામાં આવેલ. ડ્રેનેજના મેનહોલ જેટીંગ મશીન તેમજ રિક્ષા દ્વારા કુલ ૪૮ નંગની સફાઇ કરવામાં આવેલ. વોટર વર્કસ શાખા દ્વારા કુલ ૧૮ નંગ વાલ્‍વ મેમ્‍બરની સફાઇ કરવામાં આવેલ. ડ્રેનેજ શાખા દ્વારા કુલ ૧ નંગ એમએચ રોડ લેવલ કરવામાં આવેલ.

પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીક રાખનારા દંડાયા

શહેરના મુખ્‍યમાર્ગ પર વન વીક વન રોડ' અંતર્ગત વોર્ડ નં. ૬ના મહીકા મે. રોડ તથા જૈન દેરાસર રોડ પર મહાનગરપાલિકાની અલગ અલગ શાખા દ્વારા કામગીરી કરવામાં આવેલ છે. જેમાં સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગ દ્વારા જાહેરમાં કચરો ફેકનાર/ ગંદકી કરવા સબબ ૩ લોકોને રૂા. ૧૫૦૦નો દંડ કરાયેલ. કચરા પેટી/ ડસ્‍ટબીન ન રાખવા સબબ ૧ વ્‍યકિતને રૂા. ૨૫૦ તથા પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક રાખવા/ ઉપયોગ કરવા સબબ ૧૨ લોકોને રૂા. ૧૧,૭૫૦નો દંડ કરાયેલ. ઉપરાંત પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિકનો ૧૬ કિગ્રાનો જથ્‍થો જપ્‍ત કરાયેલ.

જ્‍યારે C & D Waste ઉપાડવાની કામગીરી (MT) વોર્ડ નં. ૬ના મહીકા મે. રોડ પરથી કુલ ૧૬ ડમ્‍પર ફેરા કરીને કુલ ૧૮૦ ટન જેટલો C & D Waste નિકાલ કરવામાં આવેલ છે. ઉપરાંત વોર્ડ નં. ૬માં મહીકા મે. રોડ પર આવેલ વોકળાની સફાઇ કરવામાં આવેલ છે. જેમાં કુલ ડમ્‍પરના ૧ ફેરો તથા ટ્રેકટર ૧ ફેરો કરવામાં આવેલ છે. જેમાં કુલ ૧૧ ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ છે.

ઉકત કામગીરી મ્‍યુનિ. કમિશનરની સુચના મુજબ પુર્વ ઝોનના નાયબ કમિશનર આશિષકુમારના માર્ગદર્શન હેઠળ પુર્વ ઝોનના સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગના નાયબ પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકી, મદદનીશ પર્યાવરણ ઇજનેર જીગ્નેશ વાઘેલા, વી.વી.પટેલ, એસ.ઓ. ડી.કે. સિંધવ વોર્ડના એસ.આઇ સંજયભાઇ દવે, બી.કે. ધોળકીયા તથા વોર્ડ ના એસ.એસ.આઇ પ્રતિકભાઇ રાણાવસીયા પ્રશાંતભાઇ વ્‍યાસ, જીગ્નેશભાઇ વોરા, આર.યુ.ગઢવી, અશ્વિન વાઘેલા દ્વારા કરવામાં આવેલ હતી.

૮૬ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા મહીકા રોડથી જૈન દેરાસર રોડ-ભાવનગર રોડ વિસ્‍તારમાં આવેલ ખાદ્ય ચીજોનું વેચાણ કરતા કુલ ૨૭ ધંધાર્થીઓની ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ચકાસણી દરમિયાન કુલ ૮૬ કિ.ગ્રા. એકસપાયરી/ વાસી/ અખાદ્ય ખોરાકનો સ્‍થળ પર નાશ કરવામાં આવ્‍યો અને ૫ પેઢીને લાઇસન્‍સ મેળવવા તથા યોગ્‍ય સ્‍ટોરેજ તેમજ હાઇજિનિક કંડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.

વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત ફુડ વિભાગ દ્વારા આજેશહેરના મહીકા રોડ થી જૈન દેરાસર રોડ-ભાવનગર રોડ વિસ્‍તારમાં આવેલ. (૧) ધરતી સેલ્‍સ એજન્‍સી ૨૭૦ બોટલ સોફટડ્રિંક (૨૦૦ એમએલની) કુલ ૫૪ લી. તથા ૭ કિ.ગ્રા. પેકડ નમકીનની એક્ષ્પાયરી ડેટ વીતેલ હોય સ્‍થળ પર નાશ કરવામાં આવેલ. તથા હાઇજિનિક કંડિશન જાળવવા તથા લાય. બાબતે નોટીસ આપેલ. (૨) જય અંબે ફુડ્‍સ -બિન આરોગ્‍યપ્રદ સ્‍થિતિમાં સ્‍ટોરેજ કરેલ ૨૫ કિ.ગ્રા. ચણા અખાદ્ય જણાતા નાશ કરેલ તથા સ્‍ટોરેજમાં સુધારા કરવા તથા લાય. બાબતે નોટીસ આપેલ. (૩) આઇશ્રી ખોડિયાર પાન-લાઇસન્‍સ મેળવવા બાબતે નોટીસ (૪) આઇશ્રી ખોડિયાર ટી સ્‍ટોલ -લાયસન્‍સ મેળવવા બાબતે નોટીસ (૫) મહાદેવ ડેરી ફાર્મ-લાયસન્‍સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.

નમુનાની કામગીરી

ફુડ વિભાગ દ્વારા સેફટી સ્‍ટાન્‍ડર્ડ એકટ -૨૦૦૬ હેઠળ કુલ ૬ નમુના લેવામાં આવેલ. જેમાં (૧) ક્રિમીલાઇટ ફેટ સ્‍પ્રેડ (ફ્રોમ-૫૦૦ ગ્રામ પેકેડ) સ્‍થળઃ દરિયાલાલ ટ્રેડર્સ, ગુમાનસિંહજી શોપીંગ સેન્‍ટર, જુબેલી શાકમાર્કેટ સામે, રાજકોટ. (૨) અમુલ મોઝારેલા એન્‍ડ ચેડર ચીઝ (ફ્રોમ ૨૦૦ ગ્રામ પેકડ)  સ્‍થળ. ઓમ એન્‍ટરપ્રાઇઝ, ૧૪-લાતી પ્‍લોટ, કુવાડવા રોડ, રાજકોટ. (૩) અમુલ પીનટ સ્‍પ્રેડ (૩૦૦ ગ્રામ પેકડ) સ્‍થળ : ઓમ એન્‍ટરપ્રાઇઝ, ૧૪ લાતી પ્‍લોટ, કુવાડવા રોડ, રાજકોટ.

 

રાજકોટ શહેરમાં આજે પણ જૂની જંત્રી મુજબ જ દસ્‍તાવેજ થયાઃ નવી જંત્રી મુજબ માત્ર ૩ દસ્‍તાવેજ થયા !! નવી શરત-જૂની શરત-પ્રિમીયમના સેંકડો કેસો પેન્‍ડીંગ

રાજકોટ શહેરના ૮ અને જીલ્લાના ૧૦ સહિત કુલ તમામ ૧૮ ઝોનમાં આજે પણ જૂની જંત્રી મુજબ તા.૪ પહેલા સ્‍ટેમ્‍પ લેનારના દસ્‍તાવેજ થયા હતાઃ નવી જંત્રી પ્રમાણે માત્ર ૩ દસ્‍તાવેજ બપોરે ર સૂધીમાં થયા હોવાનો અધીકારીઓનો નિર્દેશ બીલ્‍ડરો તથા લોકો સરકારના યોગ્‍ય નિર્ણયની રાહમાં: કલેકટર કચેરીમાં નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવા અંગેની અરજીઓ ૬ મહિનાથી પેન્‍ડીંગઃ નવી જંત્રી લાગુ પડતા આ લોકોમાં દેકારો મહેસૂલ ખાતુ આ બાબતે પરિપત્ર કરે તેવી માંગણી નહી તો લાખો કરોડોનું નુકશાનનો ભય...

 

(3:42 pm IST)