Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

તપસમ્રાટ પૂ. ગુરૂદેવ રતિલાલજી મ.સા.ની કાલે રજતજયંતિ વાર્ષિક પૂણ્‍યતિથિઃ ભાવદર્શન પદયાત્રા

પૂ. સંત સતીજીઓનું સાનિધ્‍યઃ જાપ-નાટીકા-ગુરૂવંદના અને પ્રશ્નમંચનું આયોજનઃ નવકારશી-ગુરૂપ્રસાદ

રાજકોટ, તા. ૭ :  ગોંડલ ગચ્‍છના પૂ. જય-માણેક-પ્રાણ ગુરૂદેવના પટ્ટધર શિષ્‍યરત્‍ન અનન્‍ય અવધૂત સમા તપસમ્રાટ તપસ્‍વી ગુરૂદેવ શ્રી પ.પૂ. રતિલાલજી મ.સા.ની રપ મી રજતજયંતિ વાર્ષિક પૂણ્‍યતિથિના ઉપલક્ષે ગાદી પતિ પ.પૂ. ગિરીશમૂનિ મ.સા. ના સુશિષ્‍ય આત્‍મદિવાકર પૂ. સુશાંતમુનિ મ.સા. મહામંત્રી પ્રભાવક પૂ. જગદીશમુનિ મ.સા.ના સુશિષ્‍ટ સદ્‌્‌ગુરૂદેવ પૂ. પારસમૂતિ મ.સા.  રાષ્‍ટ્રસંત પૂ. નમ્રમૂતિ મ.સા.ના સુશિષ્‍ટ જ્ઞાનાભ્‍યાસી પૂ. વિનમ્રમુનિ મ.સા., પવિત્રમુનિ મ.સ.ા સોહમમુનિ મ.સા.ના સુમંગલ સાંનિધ્‍યમાં એવમ પૂ. મુકત-લીલમ-ગુરૂણીના સુશિષ્‍યાઓની મંગલમય નિશ્રામાં તપસમ્રાટ તીર્થધામ મધ્‍યે શ્રધ્‍ધાવંત ગુરૂભકતોની વિશાળ ઉપસ્‍થિતિમાં કાલે તા. ૮ ને બુધવાર ના પાવનોત્‍સવ અનન્‍ય જપ સાધનાથી ઉજવાશે.

તીર્થધામ સમાધી ખાતે નવકારથી બાદ સવારના ૧૦ થી ૧:૩૯ દરમ્‍યાન પૂ. ગુરૂ ભગવંત તથા પૂ. મહાસતીજીશ્રીઓના ગુરૂપ્રત્‍યેના ભાવ, આગમ દિવાકર પૂ. જનકગુરૂ પ્રેરિત કન્‍યા છાત્રાલયની દિકરીઓ દ્વાા ગુરૂવંદના નૃત્‍ય, શ્રી મનહર પ્‍લોટ જૈન સંઘના બહેનો દ્વારા સ્‍વાગત ગીત તથા નેમીનાથ વિતરાગ જૈન સંઘના બહેનો કૃતિ રજુ કરશે, જયારે પૂ. મહાસતીજી વૃંદ દ્વારા પૂ. ગુરૂદેવશ્રીના જીવન દર્શન આધારિત પ્રાઇઝ એન્‍ડ પનીશમેન્‍ટ સાથે પ્રશ્નમંચનું આયોજન અને શાર્પ ૧.૩૯ પૂ. ગુરૂદેવશ્રીના મહાપ્રયાણના સમયે પૂ. મહાસતીજી વૃંદ દ્વારા વિવિધ રાગોમાં  ૐ તપસ્‍વી ગુરૂ શરણંમમ સકલ વિધ્ન હરંણ મમ ! ના જાપની સામુહિક આરાધના થશે.

કાલે તા. ૮ ને બુધવારે સવારે ૬.૩૦ કલાકે ચૌધરી હાઇસ્‍કુલથી તપસમ્રાટ તીર્થધામ સુધીના ૭ કિ.મી.ની દર્શન ભાવ પદયાત્રામાં ગુરૂદેવ પ્રત્‍યેની શ્રધ્‍ધા અને ભકિતથી ભાવિકો જોડાશે. તેવા પુણ્‍યવંતા અને ભાગ્‍યાશાળી શ્રાવક ભાઇઓ બહેનો તથા બાળકો માટે ૯ સુવર્ણની ગીની ધર્મવત્‍સલા સ્‍વ. અનસુયાબેન નટવરલાલ, શેઠ પરિવાર, ૯ રજતની લગડી જૈન શ્રેષ્‍ઠી ઋષભ ચંદ્રકાંતભાઇ શેઠ, ૯ રૂદ્રાક્ષની માળા રાષ્‍ટ્રસંત પૂ. નમ્રમૂતિ મ.સા. પ્રેરિત પારસ-પાવન-પરમધામ તરફથી લકકી ડ્રો સમારોહ મધ્‍યે થશે અને પદયાત્રીઓ માટે બે બુહમાનના કવર તથા પાવનોત્‍સવના સમગ્ર આયોજન માટે માતુશ્રી વિજયાબેન માણેકચંદ ડાયાભાઇ શેઠ હ. શ્રી દિલસુખભાઇ  અને ચંદ્રકાંતભાઇ શેઠ, પૂ. રતિલાલજી મ. ચેરીટેબલ ટ્રસ્‍ટ હ. ટ્રસ્‍ટી રતિલાલ જેચંદભાઇ દોશી, શ્રીમતી મીનાબેન નરેન્‍દ્રભાઇ દોશી, માતુશ્રી કાશ્‍મીરાબેન કાંતિલાલ લાધાભાઇ શેઠ, હ.વિરેનભાઇ અને સંજયભાઇ શેઠ, શ્રીમતી કોકીલાબેન પ્રતાપભાઇ કામદાર (મુંબઇ), શ્રીમતી ભાવનાબેન વસંતભાઇ તુરખીયા, કાંતીલાલ પ્રેમચંદભાઇ વોરા, હ. હરેશભાઇ અને મુકેશભાઇ વોરા, માતુશ્રી લીલાવંતીબેન વસંતભાઇ મોટાણી, મનહર પ્‍લોટ સ્‍થા. જૈન સંઘ, માતુશ્રી ઉષાબેન હસમુખભાઇ મોદી હ. અલ્‍પેશભાઇ મોદી અને ગોંડલ રડ વેસ્‍ટ સ્‍થા. જૈન સંઘ લાભ લઇ રહ્યા છે તેમજ સવારની નવકારશી માટે અનન્‍ય ગુરૂભકત સ્‍વ. નટવરલાલ હરજીવનદાસ શેઠ વિસાવદરવાળા, ગુરૂપ્રસાદ તથા સમયાણા માઇક રાષ્‍ટ્રસંત પૂ. નમ્રગુરૂના પરમગુરૂ ભકત અને શ્રધ્‍ધાવંત ભાવ્‍કિો માટે જતા અને વળતા બસની છેલ્લા રપ વર્ષથી લાગલગાટ વ્‍યવસ્‍થાનો લાભ લેતા એચ. જે.સ્‍ટીલ હસ્‍તે વિનોદભાઇ હરિલાલ જેચંદભાઇ દોશી તરફથી છે.

 બસમાં આવનાર ભાવિક ભકતોએ બુધવાર તા. ૮ના સવારે ૭ કલાકે પીકઅપ પોઇન્‍ટ, દિવાનપરા પોલીસ ચોકી પાસેથી આનંદનગર એમ. પ૦ સ્‍કુલ નં. ૭૩ પાસેથી, ભકિતનગર સબ સ્‍ટેશન, વુંદાવન ડેરી પાસેથી  ભકિતનગર સંઘના શ્રાવકો માટે, મકકમ ચોક રીલાયન્‍સ પંપ પાસેથી, જૈન ચાલ સંઘના શ્રાવકો માટે આનંદ બંગલા ચોક પસોથી, મનહર પ્‍લોટ સંઘ શેઠ પૌષધશાળાથી, ડો. દસ્‍તુરવાળા રોડથી, લીમડા ચોક રીલાયન્‍સ પંપ પાસેથી, રોયલ પાર્ક સંઘ સી.એમ. પૌષધશાળાથી, નિર્મલા સ્‍કુલ રોડ, નેમીનાથ વિતરાતગ ઉપાશ્રય પાસેથી, એરપોર્ટ ફાટક પાસેથી, જયારે જંકશન પ્‍લોટ ગેબનશાહ પીર પાસેથી બસ મળશે.

વિશેષ માહિતી તથા બસની જરૂરીયાત માટે ડોલરભાઇ કોઠારી (મો. ૯૮રપ૩ ૧૭૩૩૩), સી.એમ. શેઠ, ભાવેશભાઇ શેઠ, તેમજ બસની વ્‍યવસ્‍થા માટે મયુરભાઇ શાહ (મો. ૯૩૭૪૧ ૦૦૦૭પ) અને વિમલભાઇ શેઠ (મો. ૯૮ર૪૪ ૮૩ર૪૬) નો સંપર્ક કરવાનો રહેશે. સમસ્‍ત રાજકોટના જૈન સંઘોના પ્રમુખશ્રી મંત્રીશ્રી, ટ્રસ્‍ટીઓશ્રી તથાશ્રધ્‍ધાવંત ધર્મપ્રેમી શ્રાવક ભાઇઓ બહેનોને ગુરૂ ગુણોત્‍સવમાં ખાસ ઉપસ્‍થિત રહેતા ચંદ્રકાંતભાઇ શેઠ, ભાવેશભાઇ શેઠ અને ડોલરભાઇ કોઠારીને આમંત્રણ પાઠવેલ છે.

(3:22 pm IST)