Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

મારવાડી યુનિવર્સિટીના ફિઝીયોથેરાપી કેન્‍દ્રમાં ૫૦ હજાર દર્દીઓએ સારવાર લીધી

રાજકોટ : મારવાડી યુનિવર્સિટીનું ફિઝીયોથેરાપી ડિપાર્ટમેન્‍ટ જુલાઇ ૨૦૧૯ થી ડિસેમ્‍બર ૨૦૨૨ સુધીમાં લોકોએ રાજકોટમાં સ્‍થિત કુલ ચાર ઓપીડીમાં ૫૦,૦૦૦ દર્દીઓની સારવાર કરી છે. આ ઉપલબ્‍ધીની ઉજવણી યુનિવર્સિટીના ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્‍ટમાં કેક કાપીને કરવામાં હતી. જેમાં મારવાડી યુનિવર્સિટીના પ્રોવોસ્‍ટ ડો.સંદીપ સંચેતી ઉપસ્‍થિત રહ્યા હતા. અને ફિઝીયોથેરાપીના સ્‍ટાફનું અભિવાદન કર્યું હતું. ફિઝીયોથેરાપી ડીપાર્ટમેન્‍ટના પ્રિન્‍સિપાલ પ્રોફ. આશિષ કક્કડ તેમના વિચારો રજુ કરતા કહે છે કે, ‘અમારા માટે તો આ એક સૌભાગ્‍યની વાત છે કે અમારી કુશળતા આટલા લોકો સુધી પહોંચી છે અને તેમને જીવનના નાના-મોટા કાર્યોમાં સરળતા મળી છે. એક ફિઝીયોથેરાપિસ્‍ટ તરીકે અમારા માટે લોકોનું બેદર્દ સ્‍મિત અને પુરસ્‍કાર સમાન છે.' મારવાડી યુનિવર્સિટીના રાજકોટમાં સ્‍થિત ચાર ઓપીડીમાં વિવિધ સારવાર ઉપલબ્‍ધ છે. જેમાં કમર, ગરદન, ઘુંટણ, ખભા, એડીના દુઃખાવાની સારવાર, ફ્રેકચર તથા સાંધા બદલાવ્‍યા. વિવિધ ઓપરેશન પછીની સારવાર, હાથઘ પગ, મોઢાનો લકવા કંપવાની સારવાર, સેરેબ્રલ પાલ્‍સી, પ્રસુતિ પછીની તથા વિવિધ બીજી સારવારોનો સમાવેશ પણ છે.

(3:21 pm IST)