Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

જાણીતી ટીવી ફિલ્‍મ અભિનેત્રી કેતકી દવે રાજકોટમાં

ઉત્‍સવ ગ્રુપના નાટકમાં ભાગ લેવા આજે નવા વર્ષની મેમ્‍બરશીપમાં જોડાઇને વર્ષના ૧૦ નાટકો માણોઃ સંગીતના ચાહકો માટે પણ વર્ષના ૬ મોટા કાર્યક્રમની યોજનાઃ દિનેશ વિરાણી

રાજકોટઃ છેલ્‍લા ચાર દાયકાથી સભ્‍યો મિત્રો સાથે રંગીલા રાજકોટની મનોરંજનપ્રિય સંસ્‍થા ઉત્‍સવગ્રુપ દર મહિને એક નાટક અને મ્‍યુઝિકલ ઇવેન્‍ટ કરીને સભ્‍યમિત્રોનું મનોરંજન કરે છે. વિશાળ સભ્‍ય સંખ્‍યા ધરાવતી ઉત્‍સવગ્રુપની નવા વર્ષ ૨૦૨૩ની નવા વર્ષની મેમ્‍બરશીપ શરૂ કરવામાં આવેલ હોવાનું યાદીમાં જણાવાયુ છે.

ઉત્‍સવગ્રુપના પ્રમુખ દિનેશ વિરાણી(મો.૯૯૦૪૦ ૯૩૦૯૩) એ જણાવ્‍યુ છે કે  આજે ઉત્‍સવ ગ્રુપના નાટય શો ખેલ-ખેલે-ખેલૈયા નાટશ શો યોજવામાં આવુેલ છે જેમાં ટીવી-ફિલ્‍મ જગતની જાણીતી અભિનેત્રી કેતકી દવે રાજકોટ આવી રહયા છે. પારિવારીક સ્‍ટોરી સાથે ખટ્ટ-મીઠ્ઠી કોમેડી સભર નાટક ચુકવા જેવું નથી. ઉત્‍સવગ્રુપમાં સભ્‍ય બનનારને વર્ષના ૧૦ નાટકો માણવા મળશે અને ટીકીટ પણ ઘેરબેઠા મળી જાય તેવી યોજના છે. સભ્‍ય નોંધણીમાં બેઠક વ્‍યવસ્‍થા મુજબ વિવિધ યોજના અમલમાં છે. તેથી દિનેશ વિરાણીએ જણાવેલ છે.

ઉત્‍સવગ્રુપ દ્વારા ખાસ જુના ગીતોના ચાહકો માટે મ્‍યુઝિક કલબ ચાલે છે જેમાં વર્ષના ૬ મ્‍યુઝિકલ ઇવેન્‍ટનું આયોજન હોય છે. આજે રાત્રે હેમુગઢવી હોલમાં ખેલ-ખેલે-ખેલૈયા નાટક શો યોજાવાનો છે. જેમાં ટીવી-ફિલ્‍મોના કલાકારોએ અભિનય આપે છે. પ્રવેશ ટીકીટ હોલ પરથી મળી શકશે સભ્‍ય નોંધણી માટે ઉત્‍સવની ઓફીસ ૧૦૨ વર્ધમાન ટ્રેડ સેન્‍ટર-ફુલછાબચોક ખાતે સવારે ૧૦થી ૧ અને ૪થી ૮ વચ્‍ચે રૂબરૂ સંપર્ક કરવો.(

(3:20 pm IST)