Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

૧ર૦ ગુજરાતી ફિલ્‍મોની સબસીડીનું ચૂકવણું લાંબા સમયથી બાકી

નિર્માતા સંગઠન દ્વારા મુખ્‍યમંત્રીને રજુઆત : ૧ માસમાં ચુકવવાની હૈયાધારણા

રાજકોટ ,તા.૭:  મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ સાહેબ અને કેબીનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાથે ઈન્‍ડિયન મોસન પિક્‍ચર પ્રોડ્‍યુસર એસોસિએશનના હોદ્દેદારો,સભ્‍યોએ મુલાકાત કરી હતી,ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ભાષા અને સંસ્‍કળતિને પ્રોત્‍સાહન આપવા ના  હેતુ થી ગુજરાતી ફિલ્‍મ બનાવવા માટે સબસીડી આપવાની જાહેરાત કરવામાં આવી હતી,જે સંદભે  છેલ્લા સોળ મહીના થી એકપણ  ગુજરાતી ફિલ્‍મને  સરકાર શ્રી દ્વારા  સબસીડી ની રકમ ચુકવવામાં ન આવતા ઇન્‍ડિયન મોસન પિક્‍ચર પ્રોડ્‍યુસર એઓસીએશન-મુંબઇના આગેવાનો, હોદ્દેદારો એ સબસીડી વહેલી તકે ચૂકવવા માટે ે એવી ૯૦ ફિલ્‍મો હતી કે જેણે તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરી છે. પરંતુ સબસિડી ચૂકવવામાં આવી ન હતી, જ્‍યારે હવે  આ સંખ્‍યા વધીને ૧૨૦ ફિલ્‍મો થઈ છે, સરકાર દ્વારા સબસીડી ની જાહેરાત નિર્માતાઓ ને ગુજરાતી ભાષા માં ફિલ્‍મો બનાવવા માટે આકર્ષવા  ફિલ્‍મ નીતિ  હેઠળ કરવામાં આવે છે.ગુજરાતી ફિલ્‍મ નિર્માતાઓને તાત્‍કાલિક સબસિડી ચૂકવવા માટે  સભ્‍યોએ મુખ્‍યમંત્રી શ્રીને રજુઆત કરી હતી,સમગ્ર  મુખ્‍યમંત્રીશ્રી એ સંબંધિત વિભાગને સબસીડી ની રકમ એક માસમાં ચૂકવી રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ અને ફિલ્‍મ નિર્માતા ભુપતભાઈ બોદર ની સાથ ત્‍પ્‍ભ્‍ભ્‍ખ્‍ -મુંબઇના સેક્રેટરી અતુલ પટેલ,ટ્રેઝર ફિલ્‍મ ચેમ્‍બર- હરસુખ પટેલ,ચ્‍ઘ્‍ મેમ્‍બર - જગદીશભાઈ બારીયા,પ્રોડ્‍યુસર જેકી શાહ, વૈશલ શાહ,પ્રજ્ઞેશ મલ્લી હાજર રહ્યાં હતાં

(3:13 pm IST)