Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

ચેક રિટર્ન કેસમાં વડોદરાના બેક ઓફીસરને ૯ માસની સજાઃ ૨ લાખ વ્‍યાજ સહિત ચુકવવા હુકમ

રાજકોટઃ વડોદરાના બેંક ઓફીસરને ચેક રીર્ટન કેસમાં નવ માસની સજા અને રૂ.૨ લાખ ૯ ટકાના વ્‍યાજ સહિત ચુકવવા કોર્ટે હુકમ કર્યો છે.

રાજકોટમાં સૌરાષ્‍ટ્ર હાઈસ્‍કુલ પાસે રહેતા જયરાજસિંહ ગોરધનભાઈ પઢીયારે વડોદરા  રહેતા બેંક ઓફીસર ચંદુસિંહ ફતેસિંહ પરમારને સબંધના દાવે રૂ.૨ લાખ આપ્‍યા હતા. આરોપી ચંદ્રસિંહ ફતેસિંહ પરમારે ચુકવણી માટે રૂ.૨ લાખનો ચેક આપ્‍યો હતો. જે ચેક પરત ફરતા  આરોપીને પાઠવેલી નોટીસ બજી જવા છતાં પણ ચેક મુજબની રકમ નહિ ચુકવતા આરોપી વિરુદ્ધ રાજકોટની સ્‍પેશ્‍યલ કોર્ટમાં ચેક રીર્ટનની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

જે કેસ ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆતો બાદ ફરિયાદ પક્ષે રોકાયેલા વકીલની દલીલો ધ્‍યાને લઈ  સ્‍પે.નેગો.કોર્ટના જજ જે.એચ. પ્રજાપતિએ આરોપી ચંદ્રસિંહ પરમારને ૯ માસની જેલ સજા અને ચેક મુજબની રકમ ફરિયાદ દાખલ તારીખથી ૯ ટકા વ્‍યાજ સહિત ચૂકવવા હુકમ કર્યો છે. તેમજ આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરવા પકડ વોરંટ કાઢી વડોદરા પોલીસને ધરપકડ વોરંટ ઇસ્‍યુ કર્યું છે.

આ કેસમાં ફરિયાદી વતી એડવોકેટ હર્ષદકુમાર એસ.માણેક, સોનલબેન બી. ગોંડલીયા, જાગૃતિબેન કેલૈયા અને હેતલબેન ભટ્ટ રોકાયા હતા.

(3:08 pm IST)