Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

શુક્રવારથી ‘સુજલામ સુફલામ'નો પ્રારંભ, ખેડુતોને કાંપ લઇ જવા છુટ : વિજય કોરાટ

વર્ષો જુના ચેકડેમો, તળાવો, જળસંગ્રહોને પુનર્જીવીત કરવા

રાજકોટ તા. ૭ : વર્ષો જુના ચેકડેમો, જળ સંગ્રહના માળખાઓને પુનર્જીવીત કરવા તળ ઉંડા ઉતારવાના કાર્ય અર્થે સુજલામ સુફલામ' અભિયાનનો આગામી તા. ૧૦ના શુક્રવારથી પ્રારંભ કરાશે અને તેમાં નીકળતી માટી કાંપ ખેડુતોને તેમના સ્‍વખર્ચે લઇ જવા છુટ અપાશે. તેમ પ્રદેશ ભાજપ કિશાન મોરચાના મંત્રી વિજયભાઇ કોરાટે જણાવ્‍યુ છે.

તેઓએ જણાવ્‍યુ છે કે જળસંચય અભિયાન ભાગરૂપે પાણી પૂરવઠા વિભાગે આ વર્ષે સમગ્ર ગુજરાતમાં ભૂતકાળ બનેલા ચેકડેમો, અછતમાં જળ સંગ્રહ માટે બનાવાયેલા માળખા, તળાવોનું નવીનીકરણ કરવા આ અભિયાન ઉપાડેલ છે. મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇએ પણ હકારાત્‍મક અભિગમ સાથે ફંડ ફાળવેલ છે.

જુના તળાવોનું સમારકામ અને તળ ઉંડા ઉતારવા સહીતના કામો તા.૧૦ થી શરૂ કરાશે. જેમાં નીકળતી માટી કાંપ લઇ જવા ખેડુતોને સ્‍વખર્ચે લઇ જવા માટે છુંટ અપાશે.

સર્વે હાથ ધરી આ કામો ત્‍વરીત ધોરણે આગળ વધારાશે. આવા સરસ અભિયાન બદલ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ સી. આર. પાટીલ, રાજયના કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ સહીતનાનો વિજયભાઇ કોરાટે અંતમાં આભાર વ્‍યકત કરેલ છે.

 

(2:56 pm IST)