Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

જંત્રી દરોનો અસહ્ય અને અવૈજ્ઞાનિક વધારો પાછો ખેંચો : પરકીન રાજા

 

રાજકોટ તા. ગુજરાતમાં લાગુ ધરાયેલ અસહ્ય અને અવૈજ્ઞાનિક જંત્રી દરો બાબતે પુનર્વિચારણા કરવા અને વધારો પાછો ખેંચવા કોંગ્રેસ અગ્રણી એડવોકેટ ડો.પરકીન  રાજાએ રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલને પત્ર લખી રજુઆત કરી છે.

તેઓએ જણાવ્‍યુ છે કે ગુજરાતમાં કોવિડ પછી રીયલ એસ્‍ટેટમાં નવુ ચેતન આવવાનું શરૂ થયુ છે. ત્‍યારે જ જંત્રી દરોનો વધારો અયોગ્‍ય ગણાશે. એક તરફ ઉદ્યોગો પૂર્ણ પણે સ્‍વનિર્ભરતા તરફ આગેકુચ કરી રહ્યા છે. ત્‍યારે તેમના પર કુઠારાઘાત  કર્યા સમાન ગણાશે. અરાજકતા ફેલાઇ શકે છે. વળી અમલીકરણની કટઓફ ડેટ આપયા વગર અમલીકરણ કેટલે અંશે યોગ્‍ય માની શકાય?, નવી જુની શરતની જમીનના પ્રિમિયમ અંગે જબરો વિરોધાભાસ સર્જાશે. તેમજ સ્‍ટેમ્‍પ ડયુટીમાં ડબલ વધારાની ભીતી સેવાશે. તેમ અંતમાં પરકીન રાજાએ જણાવ્‍યુ છે.

(2:55 pm IST)