Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

રૂા.૫૧ લાખના ચેક રીર્ટન કેસમાં બરોડાના એસ્‍ટેટ બ્રોકરને ૧ વર્ષ ૯ માસની સજા ફરમાવતી અદાલત

બે માસમાં ફરીયાદીને વળતર પેટે ચુકવવા અને ન ચુકવે વધુ છ માસની સજાનો પણ હુકમ

રાજકોટઃ વડોદરા મુકામે જમીન મકાન લે-વેચ કરનાર એસ્‍ટેટ બ્રોકર નટવરલાલ મણીલાલ ઠકકરે રાજકોટમાં એજયુકેશનના વ્‍યવસાય સાથે સંકળાયેલ અરજણભાઈ જશાભાઈ જળને જમીનનો દસ્‍તાવેજ કરાવી દેવા માટે રકમ રૂા.૫૧,૦૦,૦૦૦ લઈ બાદ દસ્‍તાવેજ પણ કરાવી ન આપી લીધેલ રકમ પરત કરવા ચેક ઈશ્‍યુ કરી આપેલ ચેક રીટર્ન થવા સબંધેનો કેસ ચાલી જતા કેસ સાબિત માની રાજકોટના મહે. એડી ચીફ જયુડી. મેજી. સાહેબે આરોપીને એક વર્ષ, નવ માસની સજા તથા રૂા.૫૧,૦૦,૦૦૦ ફરીયાદીને વળતર પેટે બે માસમાં ચુકવવા અને તેમા કસુર કર્યે વધુ છ માસની સજાનો હકમ ફરમાવવામાં આવેલ છે.

કેસની હકીકત જોઈએ તો, રાજકોટ શહેરમાં જયરાજ પ્‍લોટ સામે, ૧૦ - હાથીખાના મેઈન રોડ પર રહેતા અને શીક્ષણના વ્‍યસાય સાથે સંકળાયેલ ફરીયાદી અરજણભાઈ જશાભાઈ જળુએ વડોદરામાં ૩૦૫, અંજની કોમ્‍પલેક્ષ, સી.જી. રોડ, નવરંગ પુરા અમદાવાદ મુકામે ઓફીસ ધરાવતા અને ૩૦૮, આકાક્ષ કોમ્‍પલેક્ષ, ગજાનન ચોક, છાણી જકાતનાકા પાસે વડોદરા મુકામે રહેતા આરોપી નટવરલાલ મણીલાલ ઠકકર સામે રાજકોટની અદાલતમાએ મતલબનો કેસ દાખલ કરેલ કે ફરીયાદી તથા તહોમતદાર મીત્ર હોય ફરીયાદીને સારા લોકેશનમાં મીલકત જોઈતી હોય જેથી આરોપીએ મીલકત શોધી તે મીલકત ટાઈટલ કલીયર કરાવી દસ્‍તાવેજ કરાવી આપવા સુધીની જવાબદારી લઈ ફરીયાદી પાસેથી રૂા.૫૧,૦૦,૦૦૦ મેળવી લઈ બાદ એક વારસદાર માનતો ન હોવાનુ બહાનુ કાઢી દસ્‍તાવેજ રજીસ્‍ટર ન કરાવી આપી મેળવેલ રકમ પરત કરવા ચેક ઇસ્‍યુ કરી આપી ચેક પાસ થઈ જવા આપેલ વચન, વિશ્વાસ અને ખાત્રી મુજબ ન વર્તી ચેક રીટર્ન થતા આરોપી વિરૂધ્‍ધ રાજકોટની અદાલતમાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ.

ઉપરોકત કેસ ચાલી જતા ફરીયાદીના એડવોકેટ સુરેશ ફળદુએ અદાલત સમક્ષ સુપ્રિમ કોર્ટ તથા હાઈકોર્ટાેના ચુકાદાઓ સાથે એવી રજુઆતો કરેલ કે, ફરીયાદી દ્વારા આપવામાં આવેલ પુરાવો તથા રજુ કરવામાં આવેલ દસ્‍તાવેજી પુરાવાથી વિરૂધ્‍ધનો પુરાવો લાવવામાં વિકલ્‍પે ફરીયાદીના પુરાવાનું કોગઝન્‍ટ એવીડન્‍સથી ખંડન થઈ શકે તેટલો ચુસ્‍ત, વિશ્વાસપાત્ર, ભરોષાપાત્ર, માનવાપાત્ર તથા પ્રિપોન્‍ડરન્‍સ ઓફ પ્રોબેબીલીટી જેટલો પુરાવો રેડર્ક પર લાવવામાં આરોપી પક્ષ નિષ્‍ફળ નીવડેલ છે અને બચાવ પુરવાર કરવા જાતે કે સાહેદો મારફત કે દસ્‍તાવેજી પુરાવાથી હકીકતો સાબિત કરી ફરીયાદીના પુરાવાનું ખંડન કરી શકેલ નથી, ફરીયાદપક્ષે જ્‍યારે પોતાનો કેસ શંકાથી પર પુરવાર કરેલ હોય, ચેક આપ્‍યાનો કે ચેકમાં સહીનો ઈન્‍કાર ન હોય ત્‍યારે ફરીયાદી ચેકના યથાનુક્રમે ધારણકર્તા છે તેમ માની ધારણકર્તાની તરફેણમાં અનુમાન કરવુ જોઈએ વિગેરે લંબાણ પુર્વકની દલીલો કરવામાં આવેલ.

રેકર્ડ પરના રજુ મૌખિક તથા દસ્‍તાવેજી પુરાવાઓને સમગ્રપણે ધ્‍યાને લેતા ફરીયાદપક્ષની હકીકતોને સોગંદ પરના પુરાવાથી દસ્‍તાવેજી પુરાવાને સંપૂર્ણપણે સમથન મળે છે, ફરીયાદવાળો ચેક આરોપીએ કાયદેસરના દેવાની ચુકવણી પેટે આપેલ હતો તેવી હકીકત રેકર્ડ ઉપરના પુરાવાથી પુરવાર થયેલ છે તેમજ ચેક રીટર્ન થયા બાદ નોટીસ આપ્‍યા બાદ કે કેસ દાખલ થયા બાદ પણ વિવાદી ચેકની રકમ ફરીયાદીને ચુકવેલ હોવાનું પુરવાર થતુ નથી ફરીયાદીએ એન.આઈ. એકટના તમામ આવશ્‍યક તત્‍વો પુરવાર કરેલ છે, તેમજ ચેક આપેલ નહી હોવાનું કે ચેકમાં પોતાની સહી નહી હોવાનો આરોપીનો બચાવ નથી, ફરીયાદપક્ષના પુરાવાનું ખંડન કરતો ખંડનાત્‍મક પુરાવો આરોપી રેકર્ડ પર લાવવામાં સફળ થયેલ નથી. ત્‍યારે ફરીયાદીનો કેસ પુરવાર માની આરોપીને એક વર્ષ, નવ માસની સજા ઉપરાંત રકમ રૂા.૫૧,૦૦,૦૦૦ બે માસમા ફરીયાદીને વળતર પેટે ચુકવવા અને તેમા કસુર કર્યે વધુ છ માસની સજા ફરમાવતો સીમાચીન્‍હરૂપ ચુકાદો ફરમાવવામાં આવેલ.

ઉપરોકત કામમાં ફરીયાદી અરજણભાઈ જળુ વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, કિશન માંડલીયા, ભાવીક ફેફર, મીહીર દાવડા તથા મદદમાં યુવરાજ વેકરીયા, જય પીઠવા, નીરવ દોંગા, કેતન પરમાર, પ્રીન્‍સ રામાણી, ભરત વેકરીયા રોકાયેલ હતા.

(2:54 pm IST)