Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

સાધુસાધ્‍વીજીઓની ઉપસ્‍થિતિમાં જૈન ભોજનાલયનો પ્રારંભઃ રૂા.૧૦માં મળશે ભોજન-ટીફીન સેવા

વિજયભાઇ રૂપાણી, ડો.દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળાની વિશૅષ હાજરી

રાજકોટઃ ગોંડલ સંપ્રદાયના ગુજરાત રત્‍ન પુ.સુશાંતમુનિ મ.સા.સદગુરુદેવ પૂ.પારસમુનિ મ.સા.પૂ.મુકત-લીલમ ગુરૂણીના સુશિષ્‍યા તપસ્‍વીની પૂ.વનિતાબાઇ મ.સ.પૂ.અજીતબાઇ મ.સ.પૂ.અંજિતાબાઇ મ.સ., પૂ.સંજિતાબાઇ મ.સ., પૂ.રૂપાબાઇ મ.સ., પૂ.શ્રેયાંશીભાઇ મ.સ., પૂ.હેમાંશીબાઇ મ.સ., પૂ.નમ્રતાબાઇ મ.સ., પૂ.વિનિતાબાઇ મ.સ., પૂ.વીણાબાઇ મ.સ., સંઘાણી સંપ્રદાયના પૂ.જયશ્રીબાઇ મ.સ., પૂ.ભારતીબાઇ મ.સ., પુ.હર્ષાબાઇ મ.સ., પુ.નંદાબાઇ મ.સ., પુ.હંસાબાઇ મ.સ., પૂ.મીરાબાઇ મ.સ., પુ.ખ્‍યાતિબાઇ મ.સ., પુ.ભાવનાબાઇ મ.સ., પૂ.હીનાબાઇ મ.સ., આદિ ઠાણાના સાંનિધ્‍યમાં જૈન સંકલ્‍પ ટ્રસ્‍ટ દ્વારા રાજકોટ શહેર મધ્‍યે જૈન ભોજનાલયનો ઉદઘાટન સમારોહ રાજકોટ એન્‍જિન્‍યરિંગ એસો.હોલ ખાતે યોજાયેલ.

પૂ.સુશાંતમુનિ મ.સાહેબે મંગલાચરણ કરેલ. ત્‍યારબાદ ટ્રસ્‍ટી શ્રી મિલન કોઠારીએ સર્વનું સ્‍વાગત કરેલ. તપસ્‍વીની પુ.વનિતાબાઇ મ.સ.એ આશીર્વચન ફરમાવેલ પછી પુર્વમુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, ધારાસભ્‍ય શ્રીમતી ડો.દર્શિતાબેન શાહ, ધારાસભ્‍યશ્રી રમેશભાઇ ટીલાળા, જૈન શ્રેષ્‍ઠી શ્રી જીતેન્‍દ્રભાઇ બેનાણીના વરદહસ્‍તે જૈન ભોજનાલય ઉદઘાટન વિધિ કરવામાં આવેલ સર્વનું સન્‍માન ગુલાબના હાર અને પરમાત્‍માના ચિત્રપટ દ્વારા કરવામાં આવેલ

સમગ્ર ઉદઘાટન સમારંભના લાભાર્થી માતુશ્રી નયનાબેન યોગેશભાઇ મહેતા, વિશ્વાસભાઇ મહેતા ધ્રોલનું પુર્વ મુખ્‍યમંત્રી શ્રી તેમજ ધારાસભ્‍યોના વરદહસ્‍તે સન્‍માન કરવામાં આવેલ. સ્‍થાનકવાસી, દેરાવાસી, દિગમ્‍બર સંઘના પદાધિકારીઓએ જૈન ભોજનાલયના સર્વ ટ્રસ્‍ટીઓનું સન્‍માન કરેલ. સર્વ ટ્રસ્‍ટીઓએ રાજકોટ જૈન ભવનના ટ્રસ્‍ટી શ્રી શશીકાંતભાઇ વોરાનું સન્‍માન તથા હસ્‍તાક્ષર વિશેષજ્ઞ શ્રી માણકલાલજી અગ્રવાલનું સન્‍માન કરવામાં આવેલ પ્રવચન પ્રભાવિકા પૂ.ભારતીબાઇ મ.સ.એ શુભકામના પાઠવુલ

પુ.સુશાંતમુનિ મ.સા.એ સર્વ ટ્રસ્‍ટીઓને અને આ શુભ કાર્યને બિરદાવેલ અને આશીર્વાદ પાઠવેલ શ્રી પ્રવિણભાઇ કોઠારીએ જૈન ભોજનાલયના કાર્યક્ષેત્ર વિશે અને આગળના આયોજનોની માહિતીથી સર્વને માહિતગાર કરેલ ટ્રસ્‍ટી શ્રીમયુરભાઇ શાહે આભારવિધિ કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એડવોકેટ આશિષભાઇ શાહે કરેલ પુ.સુશાંતમુનિ મ.સા.એ માંગલિક ફરમાવ્‍યા બાદ ગૌતમપ્રસાદને સર્વએ ન્‍યાય આપેલજૈન ભોજનાલય સેન્‍ટ્રલ બસસ્‍ટેન્‍ડ, શોપ નં.૪૭ બીજે માળે, લીફટ નં.૩ની બાજુમાં, રાજકોટમાં પ્રારંભ થયેલ છે. શુધ્‍ધ-સાત્‍વિક ભોજન જૈનોને રૂા.૧૦માં બપોરે અને સાંજે ભોજન મળશે. જે જૈન પધ્‍ધતિથી બનેલુ હશે. આઠમ, ચૌદસ, પાખી, અમાસના લીલોતરી નહી બનાવવામાં આવે. રીંગણા, ફુલકોબી કે આદુનો ઉપયોગ પણ ભોજનાલયમાં કરવામાં નહી આવે વધુ વિગતો માટે મો.૯૮૯૨૮ ૨૯૫૬૫ ઉપર સંપર્ક કરી શકાય છે.

 

(2:53 pm IST)