Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

એડવોકેટ નીલ ઘોડાસરાની રાજકોટ જીલ્લા નોટરી તરીકે પસંદગી

રાજકોટઃ તાજેતરમાં ભારત સરકારના કાયદાખાતા દ્વારા નોટરી મેજીસ્‍ટ્રેટની નિમણુંક માટે ઈન્‍ટરવ્‍યું- પરીક્ષા યોજાયેલ હતી. જેમાં રાજકોટના ધારાશાષાી શ્રી નીલ રમેશભાઈ ઘોડાસરા (બીએસસી, એલએલબી, એલએલએમ, ડીટીએલપી)ને નોટરી તરીકેની નિમણુંક માટે પસંદ થયેલ છે.તેઓ છેલ્લા ૧૧ વર્ષથી રેવન્‍યુ, સિવિલ, ક્રિમિનલ, હયુમન રાઈટસ, ટ્રેડમાર્ક ક્ષેત્રે યશસ્‍વી પ્રેકટીશ કરી રહ્યા છે અને અમીન માર્ગ ઉપર અતિથિ ચોક- પર્ણકુટી પોલીસ ચોકી પાસે પોતાની સ્‍વતંત્ર ઓફીસ ધરાવે છે.  જ્ઞાતિ- જાતિના ભેદભાવ વિના ત્‍યકતા, વિધવા, વિકલાંગ, ગરીબ વિદ્યાર્થીઓ તથા નિરાધાર વૃધ્‍ધોની વિનામૂલ્‍યે કાનૂની સહાય અને માર્ગદર્શન આપે છે અને રાજકોટ બાર એસોસિએશનના આજીવન સભ્‍ય છે. બાર એસોસિએશનની ચૂંટણીમાં તટસ્‍થ રીતે મતદાન કરે છે.  એડવોકેટ નીલભાઈને રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ લલિતસિંહ શાહી, સિનિયર ધારાશાષાીઓ એન. જે.પટેલ, દિનેશભાઈ પટેલ, અનીલભાઈ ગજેરા, મુકેશભાઈ પટેલ, દિલીપભાઈ મીઠાણી, આનંદભાઈ પરમાર, હીનાબેન પરમાર, તૃપ્‍તીબેન પૌરાણા, ધર્મેશભાઈ સખીયા, ચેતનભાઈ આસોદીયા, દીપકભાઈ ખંધેડીયા, હર્ષિલભાઈ શાહ, જિજ્ઞેશભાઈ જોષી, હસમુખભાઈ સોલંકી, હીમાંશુભાઈ શિશાંગીયા, સતીષભાઈ કથીરીયા, શ્‍યામભાઈ ગોહેલ, સબીરભાઈ હીરા, કલ્‍પેશભાઈ મોરી, પંકજભાઈ વિંઝુડા, કમલભાઈ જરોલી, અશ્વિનભાઈ મહાલીયા, હરેશભાઈ ગુંજારીયા, પ્રદીપભાઈ વાઘેલા, સંદિપભાઈ પરમાર, અમીત ગડારા, તુષાર ગોસ્‍વામી, મીત શિશાંગીયા, હીમાંશુ પારેખ, કિશન ટીલવા, કિશોરભાઈ સખીયા, રજનીભાઈ ગજેરા, જી.એલ. રામાણી, પંકજભાઈ કોઠારી, લલીતભાઈ કાલાવડીયા, હરકાંતભાઈ જોષી, પ્રણવભાઈ પટેલ, હિતેશભાઈ મહેતા સહિતના સિનિયર- જુનીયર વકીલ મીત્રો તથા ઉમિયા માતાજી મંદિર ટ્રસ્‍ટ, સિદસરના પ્રમુખ જયરામભાઈ વાંસજાળીયા, પાટીદાર અગ્રણીઓ મૌલેશભાઈ ઉકાણી, ચિમનભાઈ સાપરીયા, જે.કે. પટેલ, કૌશિકભાઈ રાબડીયા, ભરતભાઈ અમૃતીયા, અશોકભાઈ દલસાણીયા, જે.એમ. પનારા, સી.એન. જાવીયા, જગદીશભાઈ કોટડીયા તથા પ્રદ્યુમનસિંહ ઝાલા સહિતનાઓએ મો.૯૬૮૭૮ ૭૩૭૭૭ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(2:52 pm IST)