Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

‘અલવિદા તનાવ': બ્રહ્માકુમારીઝ દ્વારા બુધવારથી હેપ્‍પીનેસ કાર્યક્રમ

ખુશી- આનંદ- પ્રેમ-શકિત જેવા મુલ્‍યોથી જીવનને મુલ્‍યવાન બનાવવાનું લક્ષ્ય : શાષાી મેદાન ખાતે નવ દિવસ આયોજનઃ બ્રહ્માકુમારીઝ પૂનમબેન આપશે વકતવ્‍યઃ જાહેર આમંત્રણ

 

ચિંતનના વિષયો

* ચિંતામુકત જીવન શૈલી,

* સુખી જીવન

*જ્જ પારિવારિક સંબંધોમાં મધુરતા

* ક્રોધથી મુકત કેવી રીતે રહેવું

*ભય અને અસુરક્ષાથી મુકિત

*સફળતાની ચાવી તમારા હાથમાં

*સુખી જીવનનું રહસ્‍ય વગેરે

 

રાજકોટઃ ‘ચાલો કરીએ ‘તનાવ' ને અલવિદા' બ્રહ્માકુમારીઝ દ્વારા ૮ થી ૧૮ ફેબ્રુઆરી નવ દિવસીય નિઃશુલ્‍ક અભિયાન શરૂ કરાયું છે. બ્રહ્માકુમારીઝના પૂનમબેન ‘હેપ્‍પીનેસ'નો હેલ્‍થી પરિચય આપશે.

કહેવાય છે ખુશી જૈસી ખુરાક  નહીં પણ વર્તમાન સમયમાં લોકોની ખુશ થવાની પરિભાષા બદલી ગઈ છે અને ખુશી મેળવવાનોસ્ત્રોત મટીરીયાલીસ્‍ટીક અને અન્‍ય વ્‍યકિત પર આધારીત બની ગયો છે. પરંતુ ખુશી પ્રાપ્‍ત કરવાની અસીલ કુંજી કઈ છે ?  અને તેને સદાને માટે કાયમ રાખવાનો ઉપાય શું છે? અને આવા અનેક સવાલોના જવાબોનો પ્રેકટીકલી અનુભવ કરાવવા બ્રહ્માકુમારી રાજયોગીની ભારતીદીદીના માર્ગદર્શન હેઠળ ‘હસતુ- ખીલતુ' આયોજન કરવામાં આવ્‍યું છે.

તા.૮ થી ૧૬ ફેબ્રુ. રાત્રે ૮:૩૦ થી ૧૦, શાષાી મેદાનમાં ખુશી મેળવવાના જીવનના મજબૂત ઓઝારો (હથિયારો) કયા- કયા છે તેના પર બ્ર.કુ. પૂનમબેન વિસ્‍તૃત પ્રકાશ પાડશે.  તેઓ સંસ્‍થાના સમર્પિત બહેન છે અને તનાવમુકિત વિશેષજ્ઞ તરીકે દેશ- વિદેશમાં લાખો લોકોને ખુશી મેળવવાના ઉપાયોગથી માહિતગાર કરી ચૂકયા છે. આ નવ દિવસીય કાર્યક્રમમાં ભાગ લેવા માટે માત્ર રજીસ્‍ટ્રેશન જ કરવાનું છે, તો ભય, ચિંતા, તણાવ, જેવા માત્ર વિચારો થકી ઉદ્દભવેલા રાક્ષસોને હણવા નવે'ય દિવસ ઉપસ્‍થિત રહેવા સંસ્‍થા દ્વારા જાહેર આમંત્રણ અપાયું છે.

નવ દિવસીય વિષયોત્‍સવઃ

નવ દિવસીય કાર્યક્રમ અંતર્ગત દિવસ-૧ ચિંતામુક જીવન શૈલી, દિવસ-૨ ખુશી ઉત્‍સવ, દિવસ-૩ સ્‍વયંને સમજીએ આત્‍મજ્ઞાન, દિવસ-૪ ગહન ઈશ્વરીય અનુભુતિ આનંદ ઉત્‍સવ, દિવસ-૫ સુખી જીવનનું રહસ્‍ય- પરિવર્તન ઉત્‍સવ, દિવસ-૬ સમસ્‍યાઓનું સમાધાન ધ્‍યાન ઉત્‍સવ, દિવસ-૭ અલૌકિક જન્‍મોત્‍સવ, દિવસ-૮ વિષે નાટકનું રહસ્‍ય મહાવિજય ઉત્‍સવ અને દિવસ-૯ ગુડબાય ટેન્‍શન ઉત્‍સવ... આ પ્રમાણે વિવિધ ઉત્‍સવ દ્વારા આધ્‍યાત્‍મિક જીવન શૈલી અપનાવીને ડાયાબિટીસ, બીપી, હૃદય રોગ તથા ડિપ્રેશન દૂર ભગાવવા પર પ્રેકટીકલી અનુભવ કરાવવામાં આવશે.

શું છે ખુશીની પરિભાષા ???

આજથી ૨૫-૫૦ વર્ષ પૂર્વે સ્‍ટ્રેસ અને ડિપ્રેશન જેવા શબ્‍દોનો પ્રયોગ લોકો બહુ ઓછા કરતા હતા. જયારે આજે નાનુ બાળક પણ સ્‍ટ્રેસ છે, એમ બોલી દે છે. પણ જો તેના સ્‍થાને ખુશી, આનંદ, હેપીનેસ, સુપર્બ જેવા શબ્‍દોનો પ્રયોગ વારંવાર કરવામાં આવે તો દિમાગમાં રહેલા ડોપામીન, સિરોટોનીન અને ઓકિસટોસીન જેવા રસાયણો જાગૃત થાય છે, જેને સરળ ભાષામાં હેપ્‍પી હોર્મોન્‍સ કહેવાય છે અને જેના પરિણામે વ્‍યકિતને ખુશીનો અનુભવ થાય છે.

બ્રહ્માકુમારી પૂનમ બહેનનો સંક્ષિપ્‍ત પરિચય (ઈન્‍દોર)

બ્રહ્માકુમારીઝ બહેન પૂનમ બહુમુખી પ્રતિમાની સાથે- સાથે આધ્‍યાત્‍મિક વિશ્વની ઉભરતી મૂર્તિ છે. બાળપણમાં જ આધ્‍યાત્‍મિક સંસ્‍થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના સંપર્કમાં આવ્‍યા. તેઓ ગોલ્‍ડ મેડલિસ્‍ટ અને ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટની પુત્રી છે. આધ્‍યાત્‍મિક અભ્‍યાસની સાથે, તેઓએ સી.એસ.નો અભ્‍યાસ કર્યો છે. તેઓએ પોતાનું જીવન આધ્‍યાત્‍મિકતા અને વિશ્વ કલ્‍યાણ માટે સમર્પિત કર્યું છે અને આ માટે તેઓ દેશભરમાં પોતાની સેવાઓ વિનામૂલ્‍યે આપી રહ્યા છે. સી.એસ. દિલ્‍હીની પરીક્ષાના ફાઉન્‍ડેશન કોર્સમાં અખિલ ભારતીય સ્‍તરે મેરિટ લિસ્‍ટમાં સ્‍થાન મેળવ્‍યું.

તેઓ ‘ગુડબાય સ્‍ટ્રેસ'ના નામથી સમગ્ર ભારતમાં શિબિરોનું આયોજન કરવાની નિઃશુલ્‍ક સેવા કરી રહ્યા છો. જેમાં હજારો લોકોએ લાભ લઈને તેઓના જીવનમાં સકારાત્‍મક પરિવર્તન લાવ્‍યા છે અને તેઓ આજે સુખી જીવન જીવી રહ્યા છે. તેઓ જીવનમાં રોજિંદા સમસ્‍યાઓના સચોટ આધ્‍યાત્‍મિક ઉકેલો આપે છે.

 

(12:30 pm IST)