Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

પોકસો એકટના ગુનામાં પકડાયેલ આરોપીની ''ચાર્જશીટ'' બાદની જામીન અરજી નામંજુર

રાજકોટ તા. ૭: રાજકોટમાં કોઠારીયા મેઇન રોડ ઉપર રહેતા રણજીત ઉર્ફે કાનો ટીકીટ અરવિંદભાઇ ગોહેલે પોકસો એકટ હેઠળ નોંધાયેલ ગુન્હામાં ચાર્જશીટ બાદ કરેલી રેગ્યુલર જામીન અરજી પોકસો કોર્ટે નામંજુર કરેલ છે.

આ કેસની હકીકત એવી છે કે ગઇ તા. ૧/૧૧/ર૦૧૯ના રાત્રીના પુષ્કરધામ એરીયા પાસે ફરીયાદી/ભોગ બનનાર એકટીવા લઇને જતા હતા ત્યારે બનાવ બનેલો જે અનુસંધાને બે વ્યકિતઓ સામે ફરીયાદો દાખલ થયેલી જેમાં રણજીત ગોહેલ પણ એક આરોપી હતા.

આ કામે જે તે વખતે આરોપીએ જામીન અરજી કરતા કોર્ટે તમામ સંજોગોને ધ્યાને લઇને જામીન અરજી રદ કરેલી ત્યારબાદ હાલની જામીન અરજી બદલાયેલા સંજોગો આધારીત દાખલ કરવામાં આવેલી. જેમાં ફરીયાદ પક્ષ તરફથી રજુઆત થયેલી કે આરોપી સામે પ્રથમ દર્શનીય કેસ છે પોકસો જેવા એકટની ગંભીરતા ધ્યાને લેવી જોઇએ આરોપી ગુન્હા કરવાની ટેવવાળો છે અત્યાર સુધીમાં તેની સામે ૩ર ગુન્હા નોંધાય ચુકયા છે જેનો પુરાવો પણ ફરીયાદ પક્ષે રજુ કરેલ છે. તદઉપરાંત જે રીતે હાલનો ગુન્હો બનેલ છે તેને ધ્યાને લેતા ફરીયાદી ઉપર સરેઆમ હાથ નાખી ગુન્હો આચરવામાં આવેલ છે. ફરીયાદી જ આ કામમાં ભોગ બનનાર છે તેમજ આરોપીએ પોતાની જામીન અરજીમાં તેમજ દલીલોમાં જામીન ઉપર છુટવા માટેના જે કારણો રજુ કરેલ છે તે યોગ્ય નથી જે તમામ બાબતોને ધ્યાને લઇને નામ. કોર્ટે આરોપીની જામીન અરજી નામંજુર કરેલ છે. ઉપરોકત કામમાં સરકારશ્રી વતી એ. પી.પી. તરીકે મહેશ એસ. જોષી રોકાયેલ હતા.

(3:45 pm IST)