Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

વિદેશી દારૂના ગુનામાં ફરાર લકીરાજસિંહ ઝાલા પકડાયો

રાજકોટ, તા. ૭ : શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સુચનાથી પ્રનગર પોલીસ મથકના પીઆઇ વી.એસ. વણઝારાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.ડી. પટેલ, હેડ કોન્સ અરવિંદભાઇ, જનકભાઇ, વિરદેવસિંહ, ધર્મરાજસિંહ, યુવરાજસિંહ, જયેન્દ્રસિંહ, ધર્મેન્દ્રસિંહ અને અશોકભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે અરવિંદભાઇ દારૂના ગુનામાં નાસતા ફરતા લકકી રાજસિંહ રઘુવીરસિંહ ઝાલા (ઉ.વ.ર૩) (રહે. રતનપર) ને પકડી લીધો હતો.

(3:45 pm IST)