Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

રાજકોટ શહેર - જિલ્લાની આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કુલ ૨૧ લાખ ૮૧ હજાર મતદારો : સૌથી વધુ મુ.મંત્રીના ક્ષેત્રમાં

૧૧ લાખ ૩૪ હજાર પુરૂષ તો ૧૦ લાખ ૪૬ હજાર સ્ત્રી મતદારો : થર્ડ જેન્ડરના કુલ ૩૧ મતદારો : તાજેતરમાં મતદાર યાદી નવા ૪૧૮૭૫ ઉમેરાયા

રાજકોટ તા. ૭ : રાજકોટ શહેર - જિલ્લાની આખરી મતદાર યાદી આજે પ્રસિધ્ધ થઇ છે, જે કલેકટર કચેરી, દરેક મામલતદાર, પ્રાંત, ડે.કલેકટર, સુધરાઇ, નગરપાલિકા, ગ્રામ પંચાયત કચેરી ખાતે જોવા મળશે.

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બે મહિના ચાલ્યો, જેમાં નવા નામ ઉમેરવા, કમી, સુધારણા વિગેરે ડેટા એન્ટ્રી થયા બાદ ફાઇનલ પ્રસિધ્ધીમાં કુલ ૨૧ લાખ ૮૧ હજાર ૪૦૭ મતદારો હોવાનું જાહેર થયું છે.

જેમાં ૧૧ લાખ ૩૪ હજાર ૪૭૬ પુરૂષ અને ૧૦ લાખ ૪૬ હજાર ૯૦૦ સ્ત્રી મતદારો છે, થર્ડ જેન્ડરમાં ૩૧ મતદારો ફાઇનલ થયા છે.

સૌથી વધુ મતદારો ૬૯-રાજકોટ મુખ્યમંત્રીના વિસ્તારમાં ૩ લાખ ૩૭ હજાર ૧૧૪ અને સૌથી ઓછા મતદારો - ગોંડલ વિધાનસભા બેઠકના ૨ લાખ ૨૦ હજાર થયા છે. રાજકોટ શહેરની ૬૮-૬૯-૭૦ની ત્રણ બેઠકના ૮ લાખ ૬૫ હજાર ૫૦૦ અને જિલ્લાની રાજકોટ ગ્રામ્ય સહિત કુલ ૫ બેઠકના ૧૩ લાખ ૧૫ હજાર ૯૦૭ મતદારો હોવાનું જિલ્લા ચુંટણી અધિકારી સૂત્રોએ ઉમેર્યું હતું. આમ, શહેર - જિલ્લાના બંને થઇને કુલ ૨૧ લાખ ૮૧ હજાર ૪૦૭ મતદારો થયા છે.

સાધનોના ઉમેર્યા પ્રમાણે ૧૬-૧૨-૨૦૧૯ની સ્થિતિએ કુલ ૨૧ લાખ ૩૯ હજાર ૫૩૨ મતદારો હતા, તે સામે ૪૧૮૭૫ નવા ઉમેરાતા હવે ૨૧ લાખ ૮૧ હજારથી વધુ મતદારો થયા છે.(૨૧.૧૮)

વિધાનસભા બેઠક

પુરૂષ મતદારો

સ્ત્રી મતદારો

   કુલ

પૂર્વ રાજકોટ

૧૪૬૯૪૨

૧૩૧૨૧૮

૨૭૮૧૬૬

પશ્ચિમ રાજકોટ

૧૭૧૨૦૩

૧૬૫૯૦૪

૩૩૭૧૧૪

દક્ષિણ રાજકોટ

૧૨૮૭૬૭

૧૨૧૪૪૯

૨૫૦૨૨૦

ગ્રામ્ય રાજકોટ

૧૭૩૯૭૬

૧૫૭૦૮૦

૩૩૧૦૬૧

જસદણ

૧૨૫૮૫૭

૧૧૩૫૯૫

૨૩૯૪૫૨

ગોંડલ

૧૧૪૧૫૯

૧૦૫૯૦૯

૨૨૦૦૭૫

જેતપુર

૧૩૮૫૧૭

૧૨૬૦૭૪

૨૬૪૫૯૨

ધોરાજી

૧૩૫૦૫૫

૧૨૫૬૭૧

૨૬૦૭૨૭

કુલ

૧૧૩૪૪૭૬

૧૦૪૬૯૦૦

૨૧૮૧૪૦૭

(3:39 pm IST)