Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

સંત નિરંકારી મિશનના માતા સુદીક્ષાજીના સાનિધ્યમાં રાજકોટમાં મંગળવારે સંત સમાગમ

રાજકોટ, તા. ૭ : સંસારમાં અમન-શાંતિનું વાતાવરણ સ્થાપિત કરવાના પ્રયાસ કરી રહેલ સંત નિરંકારી મિશનના પ્રમુખ સદ્ગુરૂ માતા સુદિક્ષાજી ૧૧ ફેબ્રુઆરીએ રાજકોટ પધારી રહ્યા છે. મિશનની રાજકોટ બ્રાન્ચ દ્વારા તેમના પાવન સાનિધ્યમાં એક દિવસીય સંત સમાગમનું આયોજન કરવામાં આવ્યું છે.

૧૧ ફેબ્રુઆરીના સાંજે પ થી ૮ રેલનગર, માધાપર-મોરબી હાઇવે, મારૂતી પરફેકટ સર્વિસ સ્ટેશનવાળી શેરી, પેટ્રોલ પંપ પાસે સ્થિત ગ્રાઉન્ડમાં યોજાયેલ. આ સંત સમાગમ થકી માનવને માનવથી જોડવાનો મિશનનો પ્રયાસ છે.

શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વની ભાવનાથી વિશ્વબંધુત્વ તથા વસુવધૈવ કુટુંબકમનું સપનું સાકાર કરવા મિશન પ્રયાસો કરી રહ્યું છે. સંત સમાગમ સમાજના દરેક સ્તરના શ્રદ્ધાળુ તેમજ પ્રભુપ્રેમી સજજન સંમિલિત થશે. જેનાથી અનેકતાના અદ્ભૂત દૃશ્યો જોવા મળશે. આ સમાગમમાં ામિશનના વિદ્વાન વકતા વિભિન્ન ભાષાઓની મદદથી પોતાના વિચાર, ગીત, કવિતાઓ દ્વારા મિશનની ભૂમિકાઓ જનસાધારણના સન્મુખ પ્રસ્તુત કરશે.

ગુજરાતમાં ૭ ફેબ્રુઆરીએ વાપી, ૮ ફેબ્રુઆરીએ વડોદરા, ૯ ફેબ્રુઆરીએ ભાવનગર, ૧૦ ફેબ્રુઆરીએ જુનાગઢ, ૧૧ ફેબ્રુઆરીના રાજકોટ, ૧ર ફેબ્રુઆરીએ ગાંધીધામ અને ૧૩ ફેબ્રુઆરીએ અમદાવાદમાં પણ સંત સમાગમ યોજાશે.

સંત નિરંકારી મંડળને ૯૦ વર્ષ પૂરા કર્યા છે. આ વર્ષોમાં સમયાંતરે બાબા અવતારસિંહજી, બાબા ગુરૂબચનસિંહજી, બાબા હરદેવસિંહજી રાજકોટ સહિત ગુજરાતભરમાં પધારીને વિશ્વબંધુત્વનો બોધ આપેલ. જયારે વર્તમાન સમયના સદ્ગુરૂ માતા સુદીક્ષાજી મહારાજ પ્રથમ વખત ગુજરાત પધારી રહ્યા હોવાથી ભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હોવાનું મીડીયા સહાયક ગુરૂદીપ મંજાણ (મો. ૮૮૬૬ર ૧ર૪ર૧)ની યાદીમાં જણાવાયું છે.

(3:37 pm IST)