Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

અક્ષધા ઇશ્વર MBBSમાં ૬ મેડીકલ કોલેજના એક હજાર વિદ્યાર્થીઓમાં રાજયભરમાં સૌ પ્રથમ

પિતા ડો.ટી.કે.એમ. ઇશ્વર, માતા ડો.સુભાષીની ઇશ્વર માટે ગૌરવપ્રદ ઘડી : રાજકોટની મલ્ટી ટેલેન્ટેડ વિદ્યાર્થીની અક્ષધાએ મેડીકલ ક્ષેત્રે સફળતા મેળવવાની સાથોસાથ ભરત નાટયમ, સીતાર, કેનવાસ પેઇન્ટીંગ, કી-બોર્ડ પ્લેઇંગ અને વાંચનની હોબીમાં પણ કૌશલ્ય દેખાડયું છેઃ પીડીયાટ્રીક સર્જન બનવાની ઇચ્છા

રાજકોટ, તા., ૭: શહેરના જાણીતા એમડી ડો.ટી.કે.એમ. ઇશ્વર અને ડો.સુભાષીની ઇશ્વરના પુત્રી અક્ષધા ઇશ્વરે પણ મેડીકલ ક્ષેત્રે સફળતા હાંસલ કરી છે. રાજયભરની ૬ મેડીકલ કોલેજના એક હજાર એમબીબીએસ સ્ટુડન્ટસમાં  સૌ પ્રથમ રેન્ક મેળવી માતા-પિતાનું નામ રોશન કર્યુ છે.    અમદાવાદની જીસીએસ મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતા અક્ષધા ઇશ્વરે આ સફળતા પ્રાપ્ત કરી છે.

તબીબ દંપતીની પુત્રી અક્ષધા ઇશ્વરને નાનપણથી જ અભ્યાસમાં રૂચી રહી છે એટલું જ નહિ તેણીએ ભારત નાટયમ, સીતાર, કેનવાસ પેઇન્ટીંગ, કી-બોર્ડ પ્લેઇંગમાં પણ વિધિવત તાલીમ મેળવી કૌશલ્ય સાબીત કર્યુ છે. અક્ષધા વાંચનનો એટલો શોખ ધરાવે છે કે તેની પર્સનલ લાઇબ્રેરીમાં ર૦૦૦થી વધુ બુકસનું કલેકશન છે.

એસએસસી અને ટવેલ્થમાં સારા પર્સન્ટેજ મેળવનાર અક્ષધાનું શિક્ષણ પહેલેથી દિલ્હી પબ્લીક સ્કુલમાં વિત્યું છે. સામાન્ય રીતે મેડીકલ ક્ષેત્રે કારકીર્દી બનાવવા ઇચ્છુક વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ ધો.૧૦ થી જ પોતાનું માઇન્ડ સેટ કરી લેતા હોય છે. વાઇલ્ડ લાઇફ સ્ટડીઝમાં આગળ વધવાની ઇચ્છા ધરાવતી અક્ષધાએ જો કે છેક ધોરણ ૧ર કલીયર કર્યા બાદ એમબીબીએસમાં આગળ વધવાનું નક્કી કરી પ્રવેશ મેળવ્યો હતો અને આજે ગુજરાતભરમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યુ છે. તેઓ આગામી દિવસોમાં પીડીયાટ્રીક સર્જન બનવા ઇચ્છી રહયા છે. છેક ૧૯૯૯ થી આઇડીયાઝ ડાયાબીટીક સેન્ટર, શ્રૃજા કોમ્પલેક્ષ, ૬-મનહર પ્લોટ કોર્નર, વિદ્યાનગર મેઇન રોડ ખાતે ડાયાબીટીઝ કેર સેન્ટર ચલાવતા ડો.ઇશ્વર દંપતીએ પોતાની પુત્રીની સિધ્ધીને ગૌરવપ્રદ ઘડી ગણાવી હતી.

(3:35 pm IST)