Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

ભરતભાઇ કોટેચા દંપતીએ સમાજને ગૌરવ અપાવ્યું

એશીયન પેઇન્ટસ દ્વારા રર મી વખત પસંદગીઃ રઘુવંશી સમાજમાં હર્ષ

રાજકોટ, તા.,૭: એશીયન પેઇન્ટની પ્રીવીલેજ કલબ દ્વારા એશીયન પેઇન્ટસના મેજીક કારપેટ અંતર્ગત યુએઇના પ્રવાસ માટે સૌરાષ્ટ્રના જાણીતા મે. ભરત સેલ્સ કોર્પોરેશનના ભરતભાઇ કોટેચાની ઉત્કૃષ્ટ કામગીરી ધ્યાને લઇ રર મી વખત પસંદગી  થતા લોહાણા સમાજમાં હર્ષ સાથે ગૌરવની લાગણી ફેલાવા સાથે તેમના પર સતત અભિનંદનની વર્ષા થઇ રહી છે.

ભરતભાઇ કોટેચા તથા તેમના પત્ની બીનાબેન કોટેચા ચાલુ માસ દરમિયાન દુબઇ, મસ્કત, દોહા અને અબુ ધાબી સહીતના દેશોની ક્રુઝ પ્રવાસમાં મુલાકાત લેશે.

(11:47 am IST)