Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

ચિંતા દુર કરવી હોય તો મનની દિશા બદલીએ...

સકારાત્મકતા અને એકાગ્રતથી કાર્ય કરીએ

ચિંતા અને તણાવ મનમાં રાખવા નહિ જો કે ચિંતા કે તણાવ આપણા માટે ફાયદા કારક છે અને નુકશાનકારક પણ થઇ શકે છેે.

કારણ કે કોઇપણ કામ પ્રત્યે મનમાં ચિંતા રાખવાથી તે કાર્ય પૂૂરૂ કરવાનું આાપણા મનમાં દબાણ થાય છે. એટલે આ કાર્ય સહજ રીતે પુરૂ પણ થઇ શકે છેે.

જો કે ચિંતા કે તણાવ વગર પણ કાર્ય થઇ શકે આમ છતા મોટાભાગના લોકો કાર્ય કરતી વખતે ચિંતા કે તણાવ અનુભવે છે  અને  જયારે એ કાર્ય પુરૂ થાય ત્યારે તેમના મનમાં શાંતિનો અનુભવ થાય છે.

પરંતુ જેઓ  વધારે પડતી ચિંતા કરે તણાવમાં રહે છે તેઓ પોતાનું કામ સારી રીતે કરી શકતા નથી. તેઓ ખુબ પરેશાન રહે છે અને શારીરીક માનસીક રોગોનો ભોગ બની જાય છે.

ચિંતા અને તણાવથી આપણા મન અને શરીર પર તેની કેવી અસર થાય છે. અને તેનો સામનો કઇ રીતે કરી શકાય તેનુ એક દ્રષ્ટાંત એક મનોવૈજ્ઞાનિક આપ્યુ..

આ મનોવૈજ્ઞાનિક વિદ્યાર્થીઓને તણાવનો સામનો કરવાનો ઉપાય બતાવતા હતા.એ માટે તેમણે પાણીનો ગ્લાસ લીધો અને વિદ્યાર્થીઓને થયુ કે આ પાણી ભરેલો ગ્લાસ તપારા માટે કેટલો છે ? તેમ પુછશે અને વિદ્યાર્થીઓ જવાબ આપવા લાગ્યા કોઇ કે અડધો લીટર જેટલો ગ્લાસ ભરેલો છે. કોઇ કેે કહ્યુ થોડો ભરેલો છે. વગેરે.. વગેરે.

ત્યારે મનોવૈજ્ઞાનિકે કહ્યુ મારી દ્રષ્ટીએ ગ્લાસ કેટલો ભરેલો છે તે મહત્વનું નથી પરંતુ હું કેટલીવાર તેને પકડી રાખી શકુ છુ તે મહત્વનું છે. હુ તેને બે - ચાર મીનીટ પકડી રાખુ તો તે હલકો હશે કે પછી એક કલાક સુધી પકડી રાખુ તો મારા હાથમાં થોડુ દર્દ થશે અને આ ગ્લાસ આખો દિવસ પકડી રાખુ તો શરૂઆતમાં હલકો લાગતો ગ્લાસ ભારે લાગશે કે પછી હાથમાંથી છુટી જશે. આ સ્થિતિમાં ગ્લાસનો ભાર તો એક સરખોજ છે. પરંતુ તેને વધારે સમય પકડી રાખવાથી વધુ ભાર લાગવા માંડશે.

તેમની આ વાત સાંભળી વિદ્યાર્થીઓ વિચારમાં પડી ગયા પણ પછી વૈજ્ઞાનિકેે કહ્યુ તમારા જીવનની ચિંતાઓ તથા તણાવ પાણીના ગ્લાસ જેવી જ હોય છે. જો તમે એના વિશે વધુ વિચારતા રહેવાથી માથુ દુઃખશે. પરંતુ જો આખો દિવસ એના જ વિચાર કરશો તો તમારૂ મગજ નિષ્ક્રીય થઇ જશે.

હકીકતમાં કોઇ ઘટનાનું પરિણામ આપણા હાથમાં નથી હોતુ પરંતુ તેના વિશેે કેવો વિચાર કરવો તેઓ આપણા હાથમાં છે. ચિંતા  અને તણાવ માખી મચ્છર જેવા છે તેને આપણી આસપાસ ઉડતા રોકી શકીએ નહિ.

ઉપરના પ્રસંગ પરથી આપણને એ પ્રેરણા મળે છે કે થોડો સમય ચિંતા કરીએ તો ખાસ નુકશાન થતુ નથી. થોડી ચિંતા કરવાથી આપણા કાર્યો પ્રત્યે સજાગ રહીએ છીએ. મને કાર્ય રીતે કરવાથી આપણા કાર્યો  સારી રીતે થાય છે. પરંતુ વધારે પડતી ચિંતા કરવાથી આપણી કાર્યક્ષમતા પર તેની નકારાત્મક અસર થાય છે. પછી આપણું કામ સારી રીતે થઇ શકતુ નથી. વધારે ચીંતા અને તણાવથી આપણી કાર્યક્ષમતા ધરે છે. મનમાં થાકનો અનુભવ થાય છે. મનમાં શંકાઓ વધી જાય છેે. શરીર અને મનની રોગપ્રતિકારક શકિત ધરે છે. પરિણામ મન નિર્બળ બને છે.

 આનો એક જ ઉપાય છે કે આપણે ખોટી ચિંતા કરવાનુ છોડી દેવુ જોઇએ. માટે મન સ્થિતિ શાંત રાખવી સ્થિર રાખવી જોઇએ કાચબાની જેેમ એકધારી ગતિએ આગળ વધતા રહેવાથી અવશ્ય કાર્ર્યમાં સફળતા મળે છે. જો મનમાંથી ચિંતાને દુર કરવી હોય તો આપણે આપણા મનની દિશા બદલી નાખવી જોઇએ.

સકારાત્મક વિચારો રાખી એકાગ્રતાથી કરવામાં આવેલુ કાર્ર્ય સારી રીતે પુરૂ થઇ જાય છે. સમજદાર લોકો આયોજનબધ્ધ કામ કરીને ચિંતા અને તણાવમાંથી મુકત કરી શકે છે.

વૈજ્ઞાનિક રીતે વિચારી એ તો કંઇક છોડવાનો ખચકાટ આપણેે એક મકાન છોડી  બીજા મકાનમાં રહેવા જઇએ અથવા તો એક વ્યવસાય છોડી બીજા વ્યવસાયમાં પ્રવેશીએ ત્યારે ડીપ્રેશન અનુભવીએ છીએ. માનો કે કોઇ તંદુરસ્ત વ્યકિત બીમાર પડે તો મને આ રોગ થયો એમ માનવા જલ્દી  તૈયાર નહિ થાય. આ એક પ્રકારનો ખચકાટ કે તણાવ છે. આ બાબતને ઓળખી આપણા જીવનમાં જેનો ત્યાગ કરવાની જરૂર છેે તેનો ત્યાગ કરવાની શિસ્ત ભાવના કેળવવી જરૂરી ખરેખર કોઇ માનવી હંમેશા બધાને ખુશ રાખી શકતો નથી. પરંતુ એ સ્વીકારે કે ગમે તેમ કરીને સૌની કાળજી રાખવા પ્રયાસ કરીશ  અને કયારેેક કોઇ નારાજ થાય તો તે મારી સમસ્યા નથી. આમ કરવાથી તેની માન્યતાઓ જ આપણુ અસ્તિત્વ છે. સાચી માન્યતા સ્વીકારીએ ખોટી માન્યતાનો ત્યાગ કરીએે. જેમ વધુ પડતા તણાયેલા તાર તુટી શકે તેમ વધુ પડતો તણાવ નુકશાન પહોંચાડે શરીરને અમુક પ્રમાણીકતામાં તણાવ જરૂરી છે. પરંતુ વધુ પડતા તણાવથી આપણે બીન જરૂરી મુસીબત વહોરીએ છીએ જે ક્ષણભરમાં તણાવની પીડા અનુભવે અને તેણે સ્વવિકાસની પ્રક્રિયામાં કૌશલ્ય પ્રાપ્ત કર્યું તો  તે જીવન વિકાસ બાબતે હરણફાળ ભરી શકે. ચિંતા સે ચતુરાઇ ઘટે, દુઃખ સે ઘટે શરીર

દિપક એન. ભટ્ટ

(11:34 am IST)