Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

રાજકોટની ૬ વર્ષની પ્રિશા પટેલ બની સીંગર : ધુમ મચાવી રહી છે

યુ-ટયુબ પર અનેક ગીતો : ગુજરાતી ફિલ્મ માટે પણ ગાયુ છે

રાજકોટ તા. ૬ : અહીની સેન્ટપોલ મીડીયમ ઇંગ્લીશ એચ.કે.જી.માં અભ્યાસ કરતી ૬ વર્ષની પ્રિશા પટેલ ગાયનની દુનિયામાં છવાઇ ગઇ છે.

રાજકોટમાં ઇવેન્ટ અને ડેકોરેશનનું મોટુ કામ સંભાળતા જીતુભાઇ પટેલ  અને સોનલબેનની આ લાડકી દિકરીએ ૩ વર્ષની ઉંમરમાં જ ગાયન ક્ષેત્રે પ્રભુત્વ બતાવવા માંડયુ હતુ. બાદમાં અતુલ સર, અનવર હાજી, આહીર સર, મીનાક્ષીબેન ગજજર, ગોંડલીયા સર પાસેથી પધ્ધતિસરનું જ્ઞાન મેળવ્યુ અને આજે યુ-ટયુબ પર તેના અનેક સોંગ ધુમ મચાવી રહ્યા છે.તેણીનું પહેલુ કવર સોંગ 'કોન તુજે' ફિલ્મ એમ.એસ. ધોનીનું રજુ કરેલ. અનેક વ્યુઅર મેળવી જનાર પ્રિશાની ચેનલ ફેવરીટ બની ગઇ છે. મુકેશ મારૂએ લખેલ અને મનોજ-વિમલે મ્યુઝિક કમ્પોઝ કરેલ એક ગુજરાતી ગીતમાં અભિનય પણ પ્રિશાએ જ આપેલ છે. મુંબઇમાં શુટ થયેલ 'સાંઘાઇ' માં પણ પ્રિશા પટેલનું કવર સોંગ 'જો ભેજી થી દુઆ' લેવામાં આવ્યુ.

હાલ અમદાવાદની ઝેનોન મોડેલીંગ કંપનીમાં જીજ્ઞેશ પરમાર પાસે મોડેલીંગ કરી રહેલ પ્રિશા માટે જાણીતા કવિ મિલિન્દ ગઢવીએ તેમજ આર.જે. વિનોદે પણ રચનાઓ તૈયાર કરી છે.

આગળ જઇને પ્લેબેક સીંગર બનવાની ઇચ્છા પ્રિશાની હોવાનું તેણીના પિતા જીતુભાઇ (મો.૯૨૨૮૩ ૦૯૮૦૦) એ   એક યાદીમાં જણાવેલ છે.

(3:35 pm IST)