Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

રાજકોટના પ્રોહી,ના ગુન્હામાં પકડાયેલ જંગલેશ્વરના ઈમ્તિયાઝનો પાસાનો હુકમ કરતા પોલીસ કમિશનર

રાજકોટ :રાજકોટના જંગલેશ્વરમાં રહેતા અને પ્રોહીબીશનના ગુન્હામાં પકડાયેલા ઈમ્તિયાઝની પાસાની દરખાસ્ત પોલીસ કમિશનરે મંજુર કરી આરોપીને પાસાનો હુકમ કર્યો છે ગુજરાત સરકારના ઇ-ગુજકોપ પ્રોજકેટમા આરોપીનો ગુન્હાહીત ઇતિહાસ ચેક કરતા રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનના ગુન્હાઓમાં પકડાયેલ ઇસમ ઇમ્તીયાજ મહેબુબભાઇ પઠાણ વિરૂદ્ધ પાસા તળે અટકાયતમા લેવાનો હુકમ કરતા પોલીસ કમિશ્નરે કર્યો છે 

  શહેર વિસ્તારમા દારૂની અસામાજીક પ્રવૃતિ ડામી દેવા નેસ્ત નાબુદ કરવા પ્રોહી. ગુન્હાઓમા પકડાયેલ ઇસમ ઇમ્તીયાઝ મહેબુબભાઇ ઉર્ફે ભીખુભાઇ પઠાણ સિપાઇ,( ઉ.વ.ર૦ )  (રહે જંગલેશ્વર શેરી નં.૩૧ રાજકોટ ) ગેરકાયદેસર દારુ વેચવાના ગુનાઓમાં પકડાયેલ હોય અને થોડા સમય પહેલા જ ભકિતનગર પો.સ્ટે. વિસ્તારમાં દારૂના ગુન્હામાં પકડાયેલ ઇસમ ઇમ્તીયાઝ સ/ઓ  મહેબુબભાલ ઉર્ફે ભીખુભાઇ પઠાણની ભકિતનગર પો.સ્ટે. દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ રાજકોટ શહેરના ઓને મોકલતા પાસા દરખાસ્ત મંજુર રાખી  પાસા અટકાયતનુ વોરંટ ઇસ્યુ  કરી ભકિતનગર પો.સ્ટે. ને પાસા વોરંટની બજવણી કરવા આપેલ જેથી મજકૂરને આજરેાજ પાસા હુકમ તળે અટકાયતમા લઇ  અમદાવાદ જેલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરેલ છે.

     આ કામગીરીમા  ભકિનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ.વી.કે. ગઢવી પો.સબ ઇન્સ. પી.એમ. ધાબડા તથા પો.હે.કોન્સ નીલેશષભાઇ મકવાણા તથા ઘનશ્યામભાઇ મેણીયા  તથા રણજીતસીંહ પઢીયાર, હીરેનભાઇ પરમાર, મહેન્દ્રસિંહ ડોડીયા, વિક્રમ ગમારા તથા પો.કોન્સ. ભાવેશભાઇ મકવાણા, દિવ્યરાજસિંહ દેવાભાઇ ધરજીયા, રાજેશભાઇ ગઢવી, હીતેષભાઇ અગ્રાવત વિ. આરોપીને પકડવામા  તથા વોરંટ બજવણી કરવામા મદદમા રહેલા હતા.

(12:33 am IST)