Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

અવાજ અને હવાનું પ્રદુષણ ઘટાડવા શહેરમાં છકડા રિક્ષા પર પ્રતિબંધ મુકવા વિચારણાઃ વેપારીઓ સાથે પોલીસની બેઠક

માલની હેરફેર માટે છકડા સિવાય બીજા કયા વાહનોનો ઉપયોગ થઇ શકે? તે અંગે ગહન ચર્ચાઃ શહેરી વિસ્તારમાં ડિઝલ ઓટો રિક્ષાના પ્રતિબંધનો કડક અમલ કરાવવા પણ  આદેશ કરાયોઃ રાજકોટ શહેરના માર્ગોના ફૂટપાથ પર થયેલા દબાણો તાત્કાલિક દૂર કરવામાં મહાપાલિકાના અધિકારીઓને સૂચનાઃ એસટી બસોના ડ્રાઇવરને તાલીમ અપાશે,ઙ્ગશહેરમાં નિયત કરતા વધુ ગતિથી એસટી બસો દોડશે તોઙ્ગકાર્યવાહી

ટ્રક, બસ, રિક્ષા ચાલકોની આંખ ચકાસણી અને ટ્રાફિક નિયમોની સમજ આપવા કેમ્પ યોજાયો

રાજકોટઃ માર્ગ સલામતિ સપ્તાહ અંતર્ગત આજે સવારે પોલીસ હેડકવાર્ટર ખાતે ટ્રાફિક પોલીસના અધિકારીઓ-સ્ટાફ અને આરટીઓ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા ટ્રક, બસ, રિક્ષા સહિતના વાહનોના ચાલકોની આંખ તથા આરોગ્ય ચકાસણીનો કેમ્પ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ડ્રાઇવરો હાજર રહ્યા હતાં. આ તમામને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તેમજ આરોગ્યની કાળજી સહિતની બાબતોની આરટીઓ તથા પોલીસ અધિકારીઓ દ્વારા ગહન સમજણ અપાઇ હતી. જે તસ્વીરોમાં જોઇ શકાય છે. રિક્ષા ચાલકોએ પણ રિક્ષાના સ્ટેન્ડ આપવા સહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી. શહેરના રસ્તાઓ પણ વ્યવસ્થીત કરાવવા જરૂરી હોવાનુી રજૂઆત પણ થઇ હતી. (ફોટોઃ સંદિપ બગથરીયા) (૧૪.૮)

(3:41 pm IST)