Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

અનશન આરાધિકા બા સ્વામી પૂ.ભાગ્યવંતાજી મહાસતીજી ટ્રસ્ટ નિર્મિત પચીસમા તિર્થંકર સમા

રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘ તથા ગોંડલ રોડ વેસ્ટ જૈન સંઘનો સોમવારે રજત જયંતિ મહોત્સવ

ગુજરાત રત્ન પૂ.શ્રી સુશાંતમુનિ મ.સા.એવમ રાષ્ટ્રસંત પૂ. શ્રી નમ્રમુનિ મ.સા. આદીઠાણા-૩ તથા બિરાજીત પૂ. મહાસતીજીઓની નિશ્રામાં ભવ્ય આયોજનઃ ધર્મસ્થાનકોના રજત જયંતિ ઉપલક્ષે તપ, જપ તથા ગાદીપતિ અર્પણવિધિના ધર્મભીના કાર્યક્રમો

રાજકોટ તા. ૭ : અનશન આરાધિકા બા સ્વામી પૂ. ભાગ્યવંતાજી મહાસતીજી ટ્રસ્ટ નિર્મિત પચીસમાં તિર્થકર સમાશ્રી રોયલ પાર્ક સ્થા.જૈન મોટા સંઘ તથા શ્રી ગોંડલ રોડ વેસ્ટ જૈન સંઘ બંને સંઘોનો રજત જયંતી મહોત્સવનું આયોજન ગુજરાત રત્ન પૂ.શ્રી સુશાંતમુનિ મ.સા.એવમ રાષ્ટ્રસંત, પૂ.શ્રી નમ્રમુનિ મ.સા.આદી ઠાણા-૩ તથા રાજકોટ બિરાજીત પૂ. મહાસતીજીઓની નિશ્રામાં ભવ્ય આયોજન રાખવામાં આવેલ છે

આ ધર્મસ્થાનકના રજત જયંતિ ઉપલક્ષે તપ, જપ તથા નવકારશી સહિત અનેક ધર્મભીના કાર્યક્રમો શ્રી રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘ-સી.એમ.પૌષધશાળાના આંગણે તા.૧૧ ને સોમવારે સવારે ૯ થી ૧ર યોજવામાં આવેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના પેરિસ સમા રાજકોટના સદભાગ્યે તપસમ્રાટ પૂ. શ્રી રતિલાલજી મ.સાહેબના આશિર્વાદથી સન ૧૯૯રના ઠાણાનું ચાતુર્માસ તેમજ પૂ.બા સ્વામીના સંથારા નિમિતે શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ તથા શ્રી ગોંડલ રોડ વેસ્ટ જૈન સંઘ આવા બે-બે ધર્મસ્થાનકનું નિર્માણ થયું. જે ઉપાશ્રયમાં પૂ. ગુરૂવર્યોના માર્ગદર્શન હેઠળ-અનસન આરાધિકા પૂ. લીલમબાઇ મહાસતીજીના સંપાદનથી ૩ર આગમનું ભવ્ય સંકલન શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘથી થયુ તેમજ ગોંડલ રોડ વેસ્ટ સંઘ ખાતે વર્ષોથી બહોળા પ્રમાણમાં મેડિકલ સાધનોની સહાય ભવ્ય રીતે સતત ચાલુ છે તેવા સૌરાષ્ટ્ર શિરમોર સમા બંને જાજરમાન શ્રી સંઘના રપ-રપ વર્ષ એટલે કે 'રજત જયંતિ' અવસર આવી રહેલ છે ત્યારે આગામી તા.૧૧ ના રોજ રાખવામાં આવેલ કાર્યક્રમમાં રાજકોટમાં બિરાજમાન સર્વે પૂ.સંત-સતિજીઓ ઉપસ્થિત રહીને આશિર્વાદ આપશે એવમ શુભેચ્છા અર્પણ કરશે.

આ અવસરે ગુજરાત રત્ન પૂ.શ્રી સુશાંતમુતિ મ.સા. તાજેતરમાં રાજકોટના આંગણે બે-બે ભવ્યાતિભવ્ય દીક્ષા થઇ તેના દીક્ષા દાતા રાષ્ટ્રસંત પૂ. શ્રી નમ્રમુનિ મ.સા.એવમ રાજકોટમાં બિરાજીત સર્વે પૂ. સંત-સતિજીઓ ખાસ ઉપસ્થિત રહીનેઆશિર્વચન -આશિર્વાદ પાઠવશે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના સંઘોની ઉપસ્થિતિમાં ભવ્ય અને અનોખી રીતે જૈન દર્શનનો આ કાર્યક્રમની ઉજવણી શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા-સંઘ-સી.એમ.પૌષધશાળા-ઓમાનવાળા ઉપાશ્રયના આંગણે તા.૧૧ને સોમવારના રોજ સવારે ૯ થી ૧ર ઉજવવામાં આવશે. તેમા રાજકોટના મેયર ડે.મેયર વિગરે પદાધીકારીઓ પધારશે.

આ બન્ને ઉપાશ્રયના રજત જયંતીના પ્રસંગે રાષ્ટ્રસંત પૂ. શ્રી નમ્રમુનિ મ.સા.ની પ્રેરણાથી રોયલપાર્ક ઉપાશ્રયના લુક એન લર્નના બાળકો તેમજ બંને મહિલા મંડળના બહેનો દ્વારા વિશિષ્ટ નાટિકા સાથે નુતન  અભિગમનું આયોજન કરવામાં આવેલ છે તેમજ બન્ને સંઘોના ટ્રસ્ટી મંડળે સમગ્ર આયોજનમાં જોડાવા ખાસ અપીલ કરેલ છે.

વિશેષ માહિતી માટે પૂ.શ્રી ભાગ્યવંતાબાઇ મહાસતીજી સાધના સ્મૃતિ ટ્રસ્ટના ચંદ્રકાંતભાઇ શેઠ (મો.૯૮ર૪૦ ૪૩૭૬૯) ઉપર સંપર્ક કરવા વિનંતી.

પૂ. ભાગ્યવંતાબાઇ મ.સ.સાધના સ્મૃતિ ટ્રસ્ટ નિર્મિત ઓમાનવાલા ઉપાશ્રય-સી.એમ.પૌષધશાળા જેનું સંચાલન શ્રી રોયલપાર્ક સ્થા.જૈન મોટાસંઘ સંભાળી રહેલ છે.

પારેખ ઉપાશ્રય જેનું સંચાલન શ્રી ગોંડલ (વેસ્ટ) સ્થા.જૈન સંઘ સંભાળી રહેલ છે જેની સોમવારે તા.૧૧ ના રોજ રજત જયંતી ઉજવાશે.

આ મંગલ વધામણા પ્રસંગે રાજકોટ બિરાજિત સાધ્વી રત્નોની ખાસ પધારવા સંધોએ ખાસ વિનંતી કરેલ છે તેઓની ઉપસ્થિતી રહેશે આ તકે સમસ્ત રાજકોટ સ્થા.જૈન સંઘોના હોદેદારો રજતજયંતી વર્ષના મંગલ વધામણા કાર્યક્રમમાં હાજર રહેશે.

સાધના સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા માલવીયાનગરમાં ઉપાશ્રય બનાવવા માટેની ખેવના ધરાવતા જયંત કે.જી.ખાતે ઉપાશ્રયના નિર્માણ માટે જગ્યા ગોતવામાં શીરીષભાઇ બાવીશીના પુરૂષાર્થથી ઉપાશ્રયની જગ્યાનું દાન પૂ.ભાગ્વંતબાઇ સાધના સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ.

પૂ. ધીરજમુની મ.સા.ની પ્રેરણાથી દાતા પરીવાર દ્વારા માતુશ્રી ચંચળબેન જેઠાલાલ પારેખ ઉપાશ્રય, માતુશ્રી માનવંતાબેન શાંતિલાલ અફીણી આયંબિલ ભવન, રાજુલ રત્ નત્રયાલય અને હાલમાં સેલર નવનિર્માણ કરી ગોમટાવાળા, સ્વ. રમણીકલાલ વેલજીભાઇ શેઠ ઓડીટોરીયમ તૈયાર થયેલ પ્રથમ ચાતુમાર્સ પૂ. ધીરજમુની મ.સા.નું મળેલ બીજી ચાતુર્માસ પુજય પ્રભાબાઇ મ.સ.પૂ. ઉષાબાઇ મ.સ.નું મળેલ આ સમયે સરળ ગુજરાતી ભાષામાં આગમ લેખનની ચર્ચા વિચારણા અહીથી શરૂ થયેલ.

ત્રીજુચાતુર્માસ પૂ. કાતાબાઇ મ.સ.પૂ.ભાનુબાઇ મ.સ.ની પ્રેરણાથી જીવદયા-માનવ રાહતની પ્રવૃતિને વેગ મળ્યો. ચોથુ ચાતુર્માસ પૂ. નમ્રમુની મ.સા.નું મળેલ.

ઉવરસગ હરંસ્તોત્રની સાધનાથી જૈન તેમજ જૈનેતર પૂ.શ્રી પરિચિત થયા.

પ્રથમ બુુકનું વિમોચન પારેખ ઉપાશ્રયેથી કરવામાં આવેલ પૂ.વીરમતીબાઇ મ.સ. આદીઠાણાના ચાતુર્માસ દરમ્યાન આગમ વિમોચનનો લાભ મળ્યો ભાવયોગીની પૂ.લીલમબાઇ મ.સ.નું ચાતૂર્માસ તેમજ આંબેલની ઓળીનો લાભ મળ્યો પૂ.શ્રીની શિષ્યા પૂ. ભવ્યાંશીબાઇ મ.સ.ની વડી દિક્ષાના પાઠ પૂ. જનકમૂનિ મ.સા.એ પારેખ ઉપાશ્રય ખાતે ભણાવેલ.

પૂ.હંસાબાઇ પલ્લવીબાઇ પ્રશન્નતાબાઇ મ.સ.ના. બળે ચાતુર્માસ તેમજ આંબેલની ઓળીનો લાભ મળ્યો પૂ. વિમળાબાઇ પૂજય યથાબાઇ, પૂ.જિજ્ઞાબાઇ મ.સ.નો. ચાતુર્માસ તેમજ આંબેલની ઓળીનો લાભ મળ્યો.

પૂ. શાંતાબાઇ, પૂ.લતાબાઇ, પૂ.હંસાબાઇ મ.સ. ઓના ચાતુર્માસ તેમજ આંબેલની ઓળીનો લાભ મળેલ.

શ્રી ગોંડલ સંપ્રદાયના જશ-ઉતમ-પ્રાણ-સંઘાણીના જળહળતા ચાતુર્માસ પૂ. ગીરીશમુનિમાં મ.સ.ા. પુજય સુશાંત મુની મ.સા. આંબેલની ઓળી અર્થે પધારેલ.

પૂ. જનકમુની મ.સા.પૂ. મનોહરમુનીમ મ.સા. શેષકાલમાં પધારી રાજકોટ ખાતે સ્વ.રોજગારી માટેના સીલાઇ મશીન તેમજ સ્કુલમાં ભણતી વિદ્યાર્થીનીઓને સાયકલ આપવામાં આવેલ.

જૈન સગપણ માહિતી કેન્દ્ર દર રવિવારે ચલાવવામાં આવેલ અને યુવા મેળાના પણ આયોજનો કરવામાં આવેલ. સતત બે વર્ષ લુક એન્ડ લર્ન ચલાવવામાં આવેલ.

પારેખ ઉપાશ્રય ખાતે ધાર્મિક તેમજ સામાજિક પ્રવૃતિ છેલા ર૪ વર્ષથી ચલાવવામાં આવી રહેલ છે સંઘના પ્રથમ પ્રમુખ મનહરલાલ મગનલાલ શાહ તે પછી સતત છ વર્ષ એડવોકેટ શિરીષભાઇ બાવીશી કાર્યરત રહેલ ત્યારબાદ સંઘના ફાઉન્ડર ટ્રસ્ટી તેમજ પ્રમુખ કિરીટભાઇ શેઠે પોતાની વહીવટી કુશળતાથી સંઘબળને વિસ્તૃત કરી રાજકોટ ખાતે એક આગવું સ્થાન ધરાવતો સંઘને આગળ ધપાવ્યો હાલ નવિનભાઇ બાવીશીને પ્રમુખનુ સુકાન સોપેલ પણ સતત કિરીટભાઇ કાર્યશીલ રહેલા છે કિશોરભાઇ લાઠીયા, કિર્તીભાઇ શેઠ, નવીનભાઇ ઝાટકીયા, કાર્યશીત રહી શ્રી ગોંડલ રોડ (વેસ્ટ) વધર્માન મહિલા મંડળના પ્રમુખ પ્રગતિબેન કિરીટભાઇ શેઠ છેલ્લા રર વર્ષથી કાર્યશીલ છે. જેની સાથે મીતાબેન શેઠ, જયોતિબેન મહેતા પણ જોડાયેલા છ.ે

સંઘના યુવા ટ્રસ્ટી દિવ્યેશભાઇ મહેતા અને મેહુલભાઇ રવાણીની આગેવાની હેઠળ દર વર્ષે ટેલેન્ટ શોનું આયોજનો કરી સંઘના યુવા બળને સાથે જોડી રહ્યા છે ર૦૦પ માં પૂ. નમ્રમુની મ.સા.ની પ્રેરણાથી પારેખ ઉપાશ્રય ખાતે પુજ રતિલાલ મ.સા. હેલ્થ સેન્ટર ચાલુ કરવામાં આવેલ જે આજે વટવૃક્ષ બની જૈન તેમજ જૈનેતર માણસોની ઘેરબેઠા માવજત કરવા હોસ્પિટલના સાધનો ફ્રીમાં વાપરવા માટે આપવામાં આવે છ.ે એચ.જે. હોસ્પિટલ ખાતે સારવાર માટે આવતા સાધુ સાધ્વીજીની વૈયાવચ્ચ સંઘના બહેનોને ભાઇઓ સંભાળી રહ્યા છ.ે

રાજકોટ સ્થા. જૈન સંઘો દ્વારા વસ્તી પત્રક ર૦૧૯ બનાવવાનું ભગીરથ કાર્ય થઇ રહેલ છે જેમા મુખ્ય સુત્ર ધાર તરીકે શ્રી ગોંડલ રોડ વેસ્ટના કીરીટભાઇ શેઠ જવાબદારી સંભાળી રહ્યા છ.ે

રજત જયંતી પ્રસંગે બંન્ને સંઘોના ચંન્દ્રકાતભાઇ શેઠ, કિરીટભાઇ શેઠ, નવિનભાઇ ઝાટકીયા, અશોકભાઇ મોરી, મેહુલભાઇ રવાણી, કિર્તિભાઇ શેઠ, દિવ્યેશભાઇ મહેતા, હેમલભાઇ મહેતા, પ્રતિક્ષાબેન મહેતા, ભાવનાબેન ગોડા, મનિષાબેન શેઠ, હર્ષાબેન મડીયા, પ્રગતિબેન શેઠ, મીતાબેન શેઠ, જયોત્સનાબેન મહેતાએ માહિતી આપેલ (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:40 pm IST)