Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

રાત્રી બજારનો નિર્ણય આવકારદાયી, પણ ભાવફેર ન થાય તે ખાસ જોજો...

રાત્રીના સમયે પોલીસનો સજ્જડ બંદોબસ્ત રહે તે પણ જરૂરી

મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ ૨૪ કલાક વેપારીઓ ની દુકાન ખુલ્લી રાખવાની છૂટ આપી છે તે ખૂબ સારું છે.

સહુ નો સાથ સહુ નો વિકાસ.

સાથે સાથે કાયદા માં નીચે મુજબ નિયમો થાય તે પણ જરૂરી છે.

(૧) અત્યાર સુધી રાત્રે ૧૧ પછી દરેક આવશ્યક ચિજ વસ્તુઓ ના ભાવ દોઢ ગણા લેવાતા હતા તે નં થવું જોઈએ .

(૨) હાઈવે અને રેલવે સ્ટેશનો અને એસટી ડેપો ઉપર ૨૪ કલાક એમ આર પી થી ૩૦ ટકા સુધી ની વધુ રકમ લે છે તે ન થવું જોઈએ તેમજ તેઓ માત્ર એમ આર પી થી જ વસ્તુ વેચાણ કરે.

(૩) હવા ટાયર પંચર રીક્ષા ટેક્ષી વિગેરે રાત્રે ભાવ વધુ નહીં લે તે જરૂરી છે.

(૪) એસ ટી ડેપો , રેલવે સ્ટેશન તેમજ તેમજ હાઈવે તથા ઝૂંપડાઆવાસ જેવા વિસ્તાર માં એક્ષપાઈયેરી ડેટ ની પ્રોડકટ દવા કે અન્ય ખાદ્ય પદાર્થ વધારે વેચાણ થાય છે

તે બંધ થવું જોઈએ

(૫) રાત્રીના અત્યારે પણ ખાણીપીણીની દુકાનો - રેકડીઓ આસપાસ અસામાજીકોનો મોટો ત્રાસ જોવા મળે છે ત્યારે ૨૪ કલાક દુકાનો ચાલુ રહેશે તેમાં મોટાભાગે ખાણીપીણીની દુકાનો હોવાની આ સંજોગોમાં દિવસ કરતાં પણ રાત્રે પોલીસનો સજ્જડ બંદોબસ્તની વ્યવસ્થા આ કાયદાના અમલ પહેલા જ ગોઠવાય તે ખૂબ જરૂરી છે.

આવા આ ખાદ્ય ખોરકો માનવ જીવન ને નુકસાન થાય તેવા છે.

આ મારા વ્યકિતગત વિચારો છે. ઇન્ડિયા લેવલે ફેરફાર થાય તેવી શ્રી મોદી સરકાર અને શ્રી રૂપાણી સરકારને મારી વગર માંગી સલાહ છે.

જે માત્ર દેશ ના હિત માટે છે.(૩૭.૯)

લી. બીપીનભાઈ ઠક્કર સુરત.

 

(3:39 pm IST)