Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

રાજકોટ શહેર મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખપદે સરોજબેન રાઠોડની વરણી

રાજકોટ,તા.૭: ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની સુચનાથી રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ મહિલા કોંગ્રેસના પ્રમુખ મનીષાબા વાળાએ રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ તરીકે શ્રીમતી સરોજબેન જયંતિભાઈ રાઠોડની નિમણુંક કરેલ છે.

આ નિમણુંકને ગુજરાત પ્રદેશ મહિલા ગાયત્રીબા વાઘેલા, રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ મનીષાબા વાળા, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ હેમાંગભાઈ વસાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી જસવંતસિંહ ભટ્ટી, પૂર્વ પ્રમુખ મહેશ રાજપૂત વોર્ડનં૧૩ના કોર્પોરેટર જાગૃતીબેન ડાંગર, પ્રભાતભાઈ ડાંગર, કોર્પોરેટર રવજીભાઈ ખીમસુરીયા, કોર્પોરેટર જયાબેન ટાંક, કોર્પોરેટર વિજયભાઈ વાંક, કોર્પોરેટર સંજયભાઈ અજુડીયા, કોર્પોરેટર ઉર્વશીબા જાડેજા કનકસિંહ જાડેજા, લોકસરકાર સૌરાષ્ટ્ર ઝોન ઈર્ન્ચાજ ભાર્ગવભાઈ પઢીયાર,  લોકસરકાર વિધાનસભા ૭૧ની ઈન્ચાર્જ સંકેત રાઠોડ, ફ્રન્ટસેલના વોર્ડનં.૧૩ના કરસનભાઈ મૂછડીયા, જયંતિભાઈ કે. રાઠોડ, કેશુભાઈ રાઠોડ, ઉગાબાપા મૂછડીયા, છગનભાઈ ચાવડા, નાનજીભાઈ દવેરાએ આવકારી શુભેચ્છા પાઠવી છે.(૩૦.૨)

 

(3:38 pm IST)