Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

જાતિગત ભેદભાવની અસરો અંગે કાર્યશાળા

 તરૂણાવસ્થા-કિશોરાવસ્થા સંદર્ભેની સમસ્યાઓ, આરોગ્ય સંભાળ, કિશોરીઓ, મહિલાઓ પર જાતિગત ભેદભાવની અસર વગેરે મુદ્દાઓ પર એક કાર્યશાળા જેન્ડર રીસર્ચ સેન્ટર ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત અને અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા યોજવામાં આવી હતી. જેમાં મહિલા કાર્યકર્તાઓ, કાઉન્સેલરો, મહિલા વિષયક કાનુની વ્યવસ્થાઓમાં પ્રવૃત્તિ ક્રિયાશીલોને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતુ. અખિલ હિન્દ મહિલા પરિષદના અધ્યક્ષ ડો. ભાવનાબેન જોશીપુરાના અધ્યક્ષસ્થાને આયોજીત આ કાર્યશાળાનું ઉદ્દઘાટન જિલ્લા રક્ષણ અધિકારી શ્રીમતી કિરણબેન મોરીયાણીના હસ્તે કરાયુ હતુ. રિજયોનલ હેલ્થ સેન્ટરના વરીષ્ઠ અધિકારી ડો. જયોતિબેન હાથી, જેન્ડર રીસોર્સ સેન્ટરના કન્વીનર બિજલબેન બંગડીવાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યશાળામાં સમાજ કાર્ય વિભાગ કણસાગરા કોલેજના કાર્યકારી પ્રાચાર્ય ડો. કોમલબેન કપાસી, કાયદા વિદ્યાશાખાના પ્રાધ્યાપક શ્રીમતી રક્ષાબેન દવે, પૂનમ વ્યાસ, શબનમ ઠેબાએ વિવિધ વિષયો પર માર્ગદર્શન આપ્યુ હતુ. પરિષદના પ્રવિણાબેન જોશી, આશાબેન મદલાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તે સમયની તસ્વીર નજરે પડે છે. (૧૬.૧)

(3:37 pm IST)