Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

ફાયનાન્સ કંપનીમાંથી લોન લઇને પરત નહિ કરતાં ભાવનગરનો ટ્રાન્સપોર્ટર જેલ હવાલે

રાજકોટ તા. ૭ :.. એચ.ડી.બી. ફાઇનાન્સ કંપનીમાંથી લોન લઇને પરત નહિ કરતાં ભાવનગરના ટ્રાન્સપોર્ટરને જેલ હવાલે કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

આ કામની ટૂંકમાં હકિકત એવી હતી કે ભાવનગરના ટ્રાન્સપોર્ટર અરવિંદ હરજી બારૈયાએ એચડીબી ફાઇનાન્સ કંપનીના માંથી કોમર્શીયલ વ્હીકલ મેળવવા માટે લોન મેળવેલ. આવી લોન મેળવ્યા બાદ અરવિંદ હરજી દ્વાાર હપ્તા ભરવામાં ઠાગાઠયા કરવા માંડેલ. અને લોન ન ચુકવવાના હેતુથી ફાઇનાન્સ કંપનીને પરત ચુકવણી પેટ ચેક આપેલ, જે ચેક પરત ફરેલ. આવો ચેક પરત ફરતા ફાઇનાન્સ કંપની દ્વારા રાજકોટની કોર્ટમાં નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ ફરીયાદ કરવામાં આવેલ.

આ ફરીયાદે અન્વયે આરોપીને કોર્ટ દ્વારા સમન્સ જારી કરી હાજર થવા ફરમાન કરેલ. પરંતુ આવા સમન્સ ને આરોપી અરવિંદ હરજીએ ધ્યાને લીધેલ નહી, અને કોર્ટ સમક્ષ હાજર થયેલ નહીં. જેથી કરીને કોર્ટ દ્વારા અરવિંદ હરજી ઉપરનું બીન જામીનલાયક વોરંટ ઇસ્યુ કરીઅને પકડી મંગાવાના હુકમ કરેલ. આ રીતે અરવિંદ હરજી કોર્ટ સમક્ષ હાજર થતા તેઓને જેલ હવાલે કરવાનો હુકમ કરેલ હતો.

આ કામમાં ફરીયાદી ફાઇનાન્સ કંપની વતી એરીયા કલેકશન મેનેજર પરાક્રમસિંહ જાડેજા તથા એરીયા લીગલ મેનેજર મીતુલ વીરાસ દ્વારા કાર્યવાહી કરવામાં અને જહેમત ઉઠાવવામાં આવેલ અને આ કામમાં ફરીયાદી કંપની વતી વકીલ સંજય કવાડ, તથા આકાશ બાટવીયા, ચિરાગ ભીંડોરા વિગેરે રોકાયેલ હતાં. (પ-ર૬)

 

(3:36 pm IST)