Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

થોરાળા વિસ્તારમાં મહિલા ઉપરના ખુની હુમલા કેસમાં આરોપીઓનો છુટકારો

રાજકોટ તા. ૭ : થોરાળા વિસ્તારમાં રહેતા મહિલા ફરીયાદી વિદ્યાદેવી રામવિલાસ પાસવાનએ રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી.કલમ, ૩ર૩, પ૦૪, ૧૧૪, તથા જી.પી.એકટ ૧૩પ (૧) મુજબની ફરીયાદ નોંધાવેલ હતી. જે અન્વયે પોલીસ દ્વારા આ કામના આરોપીઓ શૈલેષ મનુસિંહ પટેલ તેમજ રણજીત મનુસિંહ પટેલ,ની ઉપરોકત ગૂન્હાના કામ સબબ રાજકોટના થોરાળા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી. જે કેસ ચાલી જતા રાજકોટના જયુ.મેજી. કોર્ટે ઉપરોકત ગુન્હાના કામ સબબ આરોપીઓનો નિર્દોષ છુટકારો ફરમાવેલ હતો.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે આ કામના ફરીયાદી વિદ્યાદેવી રામવિલાસ પાસવાનએ પોતાની પુત્રી બેબીકુમારી ઉ.વ.૧૩ વાળી સાયકલ પર જતી હતી ત્યારે પગ આડો નાંખી પછાડી દેતા ફરીયાદી તથા તેના પતિ આરોપીઓને ઠપકો આપવા જતા ઉપરોકત આરોપીઓએ બોલાચાલી કરી ગાળો આપી લાકડી વડે ગંભર ઇજાઓ પહોચાડસ એકબીજાની મદદ કર્યાની ફરીયાદ થોરાળા પોલીસ સ્ટેશનમાં આપતા આરોપીઓ વિરૂદ્ધ પુરતો પુરાવો હોય જેથી પોલીસ દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજુ કરવામાં આવેલ.

કેસમાં ફરીયાદ પક્ષ તરફથી ૧૧ સાહેદો તપાસવામાં આવેલ તેમજ આઠ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ તેમજ સૌથી મહત્વ એવા ફરીયાદીના પુરાવામાં વિરોધભાસ રેકર્ડ ઉપર આવતા અદાલતને ફરીયાદીની જુબાની વિશ્વસનીય માની શકાય નહી તેવું તારણ કાઢેલ તેમજ આરોપીઓ વતી રોકાયેલા એડવોકેટ કરેલ દલીલો અને રજુ રાખેલ ગુજરાત હાઇકોર્ટ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલ સિધ્ધાંતો તથા વડી અદાલતના રજુ રાખેલ ચુકાદાઓ ધ્યાનમાં રાખી ચીફ જયુ.મેજી.ફ.ક. સાહેબશ્રી એમ.જે.ગઢવીએ ઉપરોકત આરોપીઓને આ ગુન્હાના કામ સબબ નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કામમાં આરોપી વતી યુવા એડવોકેટ જીજ્ઞેશ એમ.સભાડ, જાહીદ એન.હિંગોરા રણજીત બી. મકવાણા રોકાયેલ હતા.(૬.૨૪)

 

(3:36 pm IST)