Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

ચેક રિટર્ન થતા અક્ષર મેટલના મહિલા ભાગીદાર સામે અદાલતમાં ફરિયાદ

રાજકોટ, તા.૭: રાજકોટના કોટડા સાંગાણી રોડ પરના લોઠના મુકામે શ્રીનાથજી પાર્કમાં આવેલ અક્ષર મેટલના ભાગીદાર ગીતાબેન વિનુભાઇ વઘાસીયાએ રાજકોટના જે.એમ.ટ્રેડીંગ કું. પાસેથી ખરીદ કેરલ ફાઉન્ડ્રી મટીરીયલ્સનું બીલ ચુકવવા આપેલ રકમ રૂ.પ,૮૧,૦૪૯/-નો ચેક રીટર્ન થતા અક્ષર મેટલ તથા તેના ભાગીદાર ગીતાબેન વઘાસીયા વિરૂધ્ધનો ચેક રીટર્ન થતા અક્ષર મેટલ તથા તેના ભાગીદાર ગીતાબેન વઘાસીયા વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં ચેક રીટર્ન સબંધે જે.એમ. ટ્રેડીંગ કું.ના ભાગીદાર જગદીશભાઇ રાજકોટની અદાલતમાં ચેક રીટર્ન સબંધે જે.એમ. ટ્રેડીંગ કું.ના ભાગીદાર જગદીશભાઇ રાજકોટની અદાલતમાં ચેક રીટર્ન સબંધે જે.એમ ટ્રેડીંગ કું.ના ભાગીદાર જગદીશભાઇ રાજકોટની અદાલતમાં ચેક રીટર્ન સબંધે જે.એમ.ટ્રડીંગ કું.ના ભાગીદાર જગદીશભાઇ ટીંબડીયાએ ફરીયાદ દાખલ કરતા અદાલતે આરોપીને હાજર થવા આરોપી વિરૂધ્ધ સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો, રાજકોટ શહેરના નવા થોરાળાના બાલાજી ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં જે.એમ.ટ્રેડીંગ કું. ના નામે ફાઉન્ડ્રી મટીરીયલ્સના ટ્રેડીંગનું કામકાજ કરતા ભાગીદાર જગદીશ કિશોરભાઇ ટીંબડીયાએ કોટડા સાંગાણી રોડ પરના લોઠડા મુકામે અક્ષર મેટલ તથા તેના ભાગીદાર ગીતાબેન વિનુભાઇ વઘાસીયા વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં એ મતલબની ફરીયાદ દાખલ કરેલ કે તહોમતદારે ફરીયાદી પાસેથી જુદા જુદા બીલોથી ફાઉન્ડ્રી મટીરીયલ્સની ખરીદી કરી તે મટીરીયલ્સના બીલની થતી ફરીયાદીની કાયદેસરની લેણી રકમ રૂ.પ,૮૧,૦૪૯/ વાળી રકમ ચુકવવા આરોપીએ તેઓની બેંકનો ફરીયાદી પેઢી જોગનો ચેક ઇસ્યુ કરી આપી આપેલ ચેક રીટર્ન થશે નહિ અને ચેક માંહેનું ફરીયાદીનું લેણુ વસુલાય જશે તેવા વચન, વિશ્વાસ અને ખાતરી આપી તેના આધારે રજુ કરેલ ચેક રીટર્ન થતા અને તેની જાણ કરવા છતા યોગ્ય પ્રતિભાવથી પ્રત્યુતર આરોપી તરફથી ન મળતા આરોપીને ડીમાન્ડ નોટીસ પાઠવવા છતા ફરીયાદનું લેણું કે નોટીસનો રીપ્લાય ન આપતા પ્રથમથી જ ફરીયાદનું લેણું ડુબાડવાનો બદ આશય ધારણ કરી આરોપીએ ધી નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટ અન્વયે ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોવાથી આરોપી વિરૂધ્ધ ચેક રીટર્ન સબંધે અદાલતમાં ફરીયાદ દાખલ કરી રજુઆત કરવામાં આવેલ કે, રેકર્ડ પરની હકીકતોથી સ્પષ્ટ ફલિત થાય છે કે, આરોપીએ ફરીયાદી પાસેથી પોતાના ધંધા અર્થે ખરીદ કરેલ માલની રકમ પરત કરવા ચેક આપી, તે પાસ થવા ન દઇ આરોપીએ ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે, જે રજુઆતો ધ્યાને લઇ આરોપી અક્ષર મેટલ તથા તેના ભાગીદાર ગીતાબેન વઘાસીયાનાઓને કેસમાં અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

ઉપરોકત કામમાં ફરીયાદી જગદીશભાઇ ટીંબડીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, સહદેવ દુધાગરા, જય પારેડી, કૈલાશ જાની, હિરેન ડોબરીયા, ચેતન ચોવટીયા રોકાયેલ હતા.(૨૩.૯)

(3:36 pm IST)