Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

નવ ગુનામાં સંડોવાયેલા રાજુ ઉર્ફે ડીમ્પલ યાદવને પાસ હેઠળ જેલમાં ધકેલાયો

અપહરણ, બળાત્કાર, હત્યાનો પ્રયાસ, ગેરકાયદે હથીયાર સહીતના ગુનામાં સંડોવણી

રાજકોટ, તા., ૭: શહેરમાં અપહરણ, બળાત્કાર, હત્યાનો  પ્રયાસ, ગેરકાયદેસર હથીયાર સહીતના ગુનામાં સંડોવાયેલા ભીમનગરના નામચીન યાદવ શખ્સને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવાયો છે.

મળતી વિગત મુજબ શહેરના તાલુકા ભકિતનગર બીડીવીઝન માલવીયાનગર અને કુવાડવા પોલીસ મથકમાં અપહરણ, બળાત્કાર, હત્યાનો પ્રયાસ, ગેરકાયદેસર હથીયાર સહીતના ગુન્હામાં સંડોવાયેલો નામચીન રાજુ ઉર્ફ ડીમ્પલ કૃષ્ણમુરારી યાદવ, (ઉ.વ.ર૮) (રહે. હાલ ભીમનગર શેરી નં. ૧, લાલા ટોપીના મકાનમાં ભાડેથી કાલાવાડ રોડ, મૂળ ઉતરપ્રદેશના ગોલીયાપુર)ને પાસામાં ધકેલવા માટે માટે દરખાસ્ત  કરવામાં આવતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે વોરંટ ઇસ્યુ કરતા તાલુકા પોલીસ મથકના પીઆઇ વી.એસ.વણઝારા, પીએસઆઇ એન.ડી.ડામોર, એએસઆઇ હર્ષદસિંહ ચુડાસમા, અરજણભાઇ ઓડેદરા, નગીનભાઇ ડાંગર, અશોકભાઇ ડાંગર, વિરેન્દ્રસિંહ જાડેજા તથા હિરેનભાઇ સોલંકી સહીતે રાજુ ઉર્ફે ડીમ્પલ યાદવની પાસા હેઠળ અટકાયત કરી વોરંટની બજવણી કરી તેને સુરત જેલમાં ધકેલી દીધો હતો. રાજુ ઉર્ફે ડીમ્પલ યાદવ અગાઉ પોલીસ મથકમાં હત્યાનો પ્રયાસ, ક્રાઇમ બ્રાંચ બી ડીવીઝન, માલવીયાનગરમાં ગેરકાયદેસર હથીયાર તથા ભકિતનગર પોલીસ મથકમાં અપહરણ અને બળાત્કારના ગુનામાં પકડાઇ ચુકયો છે. આ કાર્યવાહીમાં પીસીબીના પીઆઇ બી.એમ.જાડેજા, પીએસઆઇ વી.જે.જાડેજા, હેડ કોન્સ.રાજેન્દ્રકુમાર દહેકવાલ, હેડ કોન્સ. શૈલેષભાઇ રાવલ, અજયકુમાર શુકલા, ઇન્દુભા તથા રાહુલગીરી સહીતનો સ્ટાફ પણ જોડાયો હતો. (૪.૧૧)

 

(3:36 pm IST)