Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

મનહરપરાની મહિલા બુટલેગર જીલુ તૂફાન ગાડીમાં અડધા લાખના દારૂ સાથે ઝડપાઇ

બી-ડિવીઝન પોલીસે કુવાડવા રોડ જુના પોલીસ સ્ટેશન પાસેથી મોડી રાત્રે જીલુ અને વાહન ચાલક વિક્રમ તલાટીયાને દબોચ્યાઃ ૧,૫૧,૮૦૦નો મુદ્દામાલ કબ્જે

રાજકોટ તા. ૭: શહેરના થોરાળા પોલીસ મથકની સામેના ભાગે મનહરપરા-૧ પાછળ મફતીયાપરામાં રહેતી મહિલા બુટલેગર જીલુ કાસમભાઇ લધર (ખલીફા) (ઉ.૫૪) મોડી રાત્રે ક્રુઝર તૂફાન ગાડીમાં રૂ. ૪૬૮૦૦નો ૧૫૬ બોટલ દારૂ ભરીને કુવાડવા રોડ જુના પોલીસ સ્ટેશન પાસેથી નીકળતાં બી-ડિવીઝન પોલીસે તેને તથા ગાડીના ચાલક ગુરૂપ્રસાદ ચોક વિનાયક સોસાયટી-૧૮માં રહેતાં વિક્રમસિંહ બહાદુરસિંહ તલાટીયા (ઉ.૩૨)ને પકડી લઇ રૂ. ૧,૫૧,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

કોન્સ. હરપાલસિંહ વાઘેલા અને કેતનભાઇ નિકોલાને બાતમી મળી હતી કે મહિલા બુટલેગર જીલુ તૂફાન ગાડીમાં દારૂનો જથ્થો ભરીને કુવાડવા રોડ પરથી પસાર થવાની છે. આ બાતમી પરથી વોચ રાખવામાં આવતાં જીજે૩ડબલ્યુ-૫૫૦૪ નંબરની ગાડી આવતી દેખાતાં તેમાં કલીનર સાઇડમાં બેઠેલી મહિલા અગાઉ દારૂના ગુનામાં પકડાયેલી જીલુ જ હોવાનું પોલીસ ઓળખી જતાં ગાડી રોકાવી તપાસ કરતાં પાછળથી ૧૫૬ બોટલ દારૂ મળતાં દારૂ તથા એક લાખનું વાહન અને ૫ હજારનો મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી જીલુ તેમજ ગાડીના ચાલક વિક્રમસિંહ સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી ઝોન-૧ રવિકુમાર સૈની તથા એસીપી એસ.આર. ટંડેલની સુચના અને પી.આઇ. એમ.આર. પરમારની રાહબરી હેઠળ પીએસઆઇ એમ. એફ. ડામોર,  એએસઆઇ એસ. ડી. પાદરીયા,  હેડકોન્સ. વિરમભાઇ ધગલ, મનોજભાઇ મકવાણા, જગેન્દ્રસિંહ જાડેજા, કોન્સ. એભલભાઇ બરાલીયા, મહેશભાઇ ચાવડા, કિરણભાઇપરમાર, કેતનભાઇ કલોલો, હરપાલસિંહ વાઘેલા, મિતેષભાઇ આડેસરા, રાજદિપસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ જોડાયો હતો. (૧૪.૯)

 

(3:23 pm IST)