Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

નારાયણનગરમાં જુગાર રમતા ૪ ઝડપાયા

છોટેલાલ ચૌહાણ, રાજકીશોર ચૌહાણ, અજય સોનકર અને બીમલેશ વર્માની ધરપકડ

રાજકોટ તા.૭: કોઠારિયા રોડ પર આવેલ નારાયણનગરમાં ભકિતનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગતો મુજબ કોઠારિયા રોડ પર નારાયણનગર શેરીનં. ૧૦માં રહેતા પ્રફુલાબેનના મકાનની સામે ભકિતનગર પોલીસ મથકનાં પીએસઆઇ ધાખડા, હેડ કોન્સ. સલીમભાઇ, વિક્રમભાઇ, દેવાભાઇ, ભાવેશભાઇ, દિવ્યરાજસિંહ, મહેન્દ્રસિંહ, હિરેનભાઇ, હિતેશભાઇ તથા રાજુભાઇ સહિતે બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં તીનપતીનો જુગાર રમતા નારાયણનગર શેરીનં.૧૦માં પ્રફુલાબેનના મકાનમાં ભાડે રહેેતા છોટેલાલ સુદામાભાઇ ચૌહાણ (ઉ.વ.૪૨), રાજકીશોર શ્રી ઉદય ચૌહાણ (ઉ.વ.૨૩), અટીકા ફાટક પાસે યોગેશ્વર શેરીનં. ૭નો અજય પુજારીલાલ સોનકર (ઉ.વ.૨૧) અને અટીકા ફાટક પાસે સરકારી બગીચા પાસે રહેતો બીમલેશ ગયાપ્રસાદ વર્મા (ઉ.વ.૩૨) ને પકડી લઇ રૂ. ૧૦,૬૦૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.(૧.૨૦)

 

(3:22 pm IST)