Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

બંગડીના ધંધાર્થીને આપેલ જુદા જુદા બે ચેક રિટર્ન કેસમાં આરોપીને એક-એક વર્ષની સજાનો હુકમ

રાજકોટ તા ૭ : રાજકોટ શહેરમાં કિષ્ના બેન્ગલ્સના નામથી બંગડી બનાવી હોલસેલમાં બંગડી વેચાણનો ધંધો કરતા અને તીથ ર્ રેસીડન્સી,કુવાડવા રોડ પર રહેતા ફરીયાદી સાગરભાઇ ગણેશભાઇ વૈષ્ણવ એ રાજકોટમાં આજીડેમ ચોકડી પાસે માનસરોવર પાર્કમાંરહેતા આરોપી મુકેશ સોમાભાઇ મકવાણાએ ફરીયાદી પાસેથી હાથ ઉછીની લીધેલ રકમ રૂા ૫,૨૫,૦૦૦/ - પરત  ચુકવવા આપેલ ચેકો રીટર્ન થતા, તે સબંધે થયેલ બે ફોજદારી ફરીયાદો ચાલી જતા રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી.એ આરોપી મુકેશ સોમાભાઇ મકવાણાન ે બન્ને કેસોમાં એક-એક વર્ષની સજા અન ેફરીયાદીને બન્ને ફરીયાદો મુજબની વળતર પેટે ચેકો મુજબની રકમ એક માસમાં ચુકવી આપવાનો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

ફરીયાદીએ તહોમતદારને મિત્રતાના સબંધના દાવે રકમ રૂા ૬,૫૦,૦૦૦/- ને એક મહીનામાં  પરત કરવાની  શરતે આપેલ,  જે અંગેની પ્રોમીસરી નોટ પણ તહોમતદારે ફરીયાદી જોગ લખી આપેલ, જેથી સમય મર્યાદા પૂર્ણ થતા ફરીયાદીએ તહોમતદાર પાસે તેઓની લેણી રકમની માંગણી કરતા આ કામના તહોમતદારે ફરીયાદી પાસેથી ઉપરોકત વિગતેની  કુલ રકમ પૈકી રૂા પ,૨૫,૦૦૦ર્/- પરત કરવા ફરીયાદી જોગ ઉપરોકત વિગતેના બે ચેકો ઇસ્યુ કરી આપેલ, જે બન્ને ચેકો રીટર્ન થતાં ફરીયાદીએ  રાજકોટની અદાલતમાં આરોપી વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરતા આરોપીને હાજર રહેવા સમન્સ કરવામાં આવેલ અને આ કેસ ચાલવા પર આવતા ફરીયાદીએ મોૈખિક સાથે દસ્તાવેજી પુરાવો આપેલ અને આરોપીએ મોૈખિક પુરાવો આપેલ અને બન્ને  પક્ષ ે વિગતવાર દલીલો  પૈકી ફરીયાદીના  એડવોકેટ સહદેવ દુધાગરા દ્વારા જુદા જુદા ચુકાદાઓ સાથે લેખિત તેમજ મોૈખિક ધારદાર રજુઆતો કરેલ.

સમગ્ર પુરાવો લક્ષે  લેતા આરોપી  પોતાના  વિરૂધ્ધનો  કેસ વ્યાજબી  શંકારહિત, નિઃશંકપણ ે પુરવાર કરવામાં સફળ થયેલ નથી, તેમજ આરોપીની દાનત, ફરીયાદીને રકમ પરત નહીં  આપવાનું ફલિત થાય છે., તેમજ આરોપી  વિરૂધ્ધ વારંવાર વોરંટ કાઢવા છતાં કોર્ટમાં હાજર રહેતા ન હોય અને  સમય ખેંચ્યા બાદ કેસ ચાલવા દરમ્યાન આરોપી તરફે ફરીયાદીને ચેકની રકમ ચુકવેલ નથી. હાલના સમયમાં આવા કિસ્સાઓ વધી રહેલ છે, તે ખુબ ગંભીર બાબત ગણાય, જેને અંકુશમાં લાવવી જરૂરી હોય, તેવી હકીકતો માની રાજકોટના એડી. ચીફ જયુડી.મેજી. એ આરોપી મુકશ સોમાભાઇ મકવાણાને બન્ને ચેક રીટર્ન કેસોમા ંએક-એક વર્ષની સજા અને વળતર પેટે ચેક મુજબની રકમો ચુકવવા અને જો તે મુજબ  રકમ ન ચુકવ ેતો  બન્ને કેસોમાં વધુ  છ-છ માસની સજા ફરમાવતો આરોપીની ગેરહાજરીમા ં હુકમ ફરમાવવામાં આવેલ.

ઉપરોકત કામમાં ફરીયાદી સાગર વૈષ્ણવ વતી  રાજકોટના એડવોકેટ જય પારેડી, સહદેવ દુધાગરા, કૈલાશ જાની, હિરેન ડોબરીયા રોકાયેલા હતા. (૩.૧૨)

 

(3:21 pm IST)