Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

ગૃહકાર્ય કરતી બહેનોની ટેલેન્ટ પ્રદર્શીત : પટેલ સેવા સમાજની મહિલા પાંખ દ્વારા વિન્ટર ટ્રેનીંગ કલાસ

રાજકોટ : બહેનો માત્ર ગૃહ કાર્ય પુરતા સમિતિ ન બની રહેતા તેમની ટેલેન્ટ પ્રદર્શીત કરી શકે તેવા હેતુથી પટેલ સેવા સમાજ મહિલા સંગઠન સમિતિ દ્વારા સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે સાત દિવસીય વિન્ટર ટ્રેનીંગ કલાસીસનું આયોજન કરાયુ હતુ. જુદા જુદા કલાસીસમાં મહેંદી, બ્યુટી, ગરબા, માચી વર્ક, કુશન મેકીંગ, સ્પોકન ઇંગ્લીશ, યોગા, દોરી વર્ક, અંકોડી, લામાશા એન્ડ સિરામિક, સેમી કલાસીકલ, વેસ્ટર્ન ડાન્સ, સિલ્ફ થ્રેડ વર્ક ઘરેણાં, છાબ ડેકોરેશન, ડ્રોઇંગ સહીત વર્ગો ગોઠવવામાં આવેલ. જેમાં તજજ્ઞોએ માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ.  સમાપન સમયે ભાગ લેનાર દરેકને સર્ટીફીકેટ તેમજ આકર્ષક ભેટ અપાઇ હતી. સમાજના પ્રમુખ અરવિંદભાઇ પટેલની પ્રેરણાથી આયોજીત આ ટ્રેનીંગ કલાસીસના સમાપન સમારોહમાં અતિથિ વિશેષ તરીકે સમાજના ઉપપ્રમુખ નરોતમભાઇ કણસાગરા, સંગઠન સમિતિના ચેરમેન મનીષભાઇ ચાંગેલા, કારોબારી સભ્ય જમનભાઇ વાછાણી, પંચવટી હોટલવાળા વલ્લભભાઇ પટેલ, પટેલ પ્રગતિ મંડળના ખજાનચી જગદીશભાઇ પરસાણીયા, પ્રો. જે. એમ. પનારા, મહિલા સંગઠન સમિતિના પ્રમુખ ચંદ્રીકાબેન નરોતમભાઇ કણસાગરા, કોર્પોરેટર વિજયાબેન વાછાણી, કન્વીનર હેતલબેન કાલરીયા, દર્શનાબેન મનીષભાઇ ચાંગેલા, વોર્ડ નં. ૧ થી ૬ ના પ્રમુખ અનુક્રમે કંચનબેન મારડીયા, નયનાબેન ડાંગરેશીયા, રીટાબેન કાલાવડીયા, હર્ષિદાબેન કાસુન્દ્રા, અંજુબેન કણસાગરા, સંગીતાબેન પાંચાણી વગેરે ઉપસ્થિત રહેલ. આ તકે તાલીમ આપનાર નિષ્ણાંતોને પણ સન્માનીત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મેહુલ ચાંગેલાએ કરેલ. સમગ્ર આયોજનને સફળ બનાવવા કિશોરભાઇ ઘોડાસરા, મનીષભાઇ ચાંગેલા, સંજયભાઇ કનેરીયા, જગદીશભાઇ પરસાણીયાએ જહેમત ઉઠાવી હતી. (૧૬.૫)

 

(3:21 pm IST)