Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

નાડોદા રાજપૂત સમાજના રવિવારે સમૂહલગ્ન

૧૩ નવદંપતિ પ્રભુતામાં પગલા પાડશે : દિકરીઓના હસ્તે સમારોહનું દીપપ્રાગટ્ય : રાષ્ટ્રગાનથી રાષ્ટ્રભાવના દર્શાવાશે : યુવા અધિકારીઓનું સન્માન

રાજકોટ, તા. ૭ : શ્રી રાજકોટ જિલ્લા નાડોદા રાજપૂત સમાજ દ્વારા ૨૧મા સમૂહલગ્નનું આયોજન ગામ અણીયારા મુકામે, આગામી તા.૧૦ના વસંત પંચમીને રવિવારના રોજ આયોજન રાખેલ છે. જેમાં ૧૩ નવદંપતિઓ સમાજની સાક્ષીએ પ્રભુતામાં પગલા પાડશે.

આ સમૂહલગ્નમાં દિકરીબાને કરીયાવર સ્વરૂપે તમામ ચીજ - વસ્તુઓ આપવામાં આવશે. ૨૧માં સમૂહલગ્નની શરૂઆત ૧૩ નવવધુ દિકરીબાના હાથે દિપપ્રાગટ્ય કર્યા બાદ, સભા મંડપમાં ઉપસ્થિત આશરે ૫ હજાર લોકો રાષ્ટ્રગાન કરી રાષ્ટ્ર ભાવના દર્શાવશે.

સમાજના શિક્ષણના સિતારા એવા વિદ્યાર્થીઓ જેમણે શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૮માં ઉત્કૃષ્ટ શૈક્ષણિક સિદ્ધિ મેળવી છે તે તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે એમની સાથે સભામાં અનેકવિધ શૌર્યલક્ષી સાંસ્કૃતિક કાર્યક્રમ અને સમાજના યુવાનોએ કલાસ ૧ કે ૨માં નોકરી મેળવી હોય કે પ્રમોશન મેળવેલ હોય તેમનું બહુમાન કરવામાં આવશે. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.(૩૭.૧૪)

(3:18 pm IST)