Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

રાજકોટ- મોરબી- સુરેન્દ્રનગર- કચ્છના ૨૩ ડીફોલ્ટર વેપારીઓ ઉપર સવારથી વેટના દરોડાઃ ટાઈલ્સ-જીનીંગ-કોટનના ધંધાર્થી ઝપટે

મોબાઈલ, સ્ટીલ, પ્લાયવુડ, એગ્રોની પેઢીમાં પણ તપાસઃ પત્રક-વેરો ન ભર્યો હોય લીસ્ટ લઈ વેટ તંત્ર તૂટી પડયું

રાજકોટ, તા. ૭ :. આજ સવારથી રાજકોટ વેટના ડિવીઝન-૧૦ અને ૧૧ના અધિકારીઓની ટીમોએ સપાટો બોલાવી ૨૩ જેટલા ડીફોલ્ટર વેપારીઓ ઉપર દરોડાનો દોર શરૂ કરતા સન્નાટો પ્રસરી ગયો છે.

વેટના અધિકારી સૂત્રોના ઉમેર્યા પ્રમાણે પત્રકારો રજુ ન કર્યા હોય અને ટેક્ષ ન ભર્યો હોય તેવા તમામ વેપારીઓ, પેઢી, ઉત્પાદકોનું લીસ્ટ બનાવી આજ સવારથી ટીમોએ રાજકોટ, ગાંધીધામ, ભૂજ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, વાંકાનેરમાં દરોડા પાડયા છે. આ ડીફોલ્ટર વેપારીઓમાં ટાઈલ્સ, કોટન, જીનીંગ, મોબાઈલ, સ્ટીલ, એગ્રો અને પ્લાયવુડની પેઢીઓનો સમાવેશ થાય છે. ડિવીઝન ૧૦ના ડે. કમિશ્નર શ્રી ગુર્જર તથા ૧૧ના જોઈન્ટ કમિશ્નર શ્રી ત્રિવેદીએ સંયુકત ઓપરેશન હાથ ધર્યાનું સૂત્રોએ ઉમેર્યુ હતું.(૨-૨૩)

(2:48 pm IST)