Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

રાજ્યભરમાં પુરવઠાનું સર્વર ઠપ્પઃ કાર્ડ કામગીરી અને રેશનીંગ દુકાનો ઉપર લોકોને ધક્કાઃ રાજકોટમાં ચાલુ

મોટી ખામી સર્જાઈઃ ઝોનલ કચેરીમાં લોકોની લાઈનોઃ દુકાનદારો સાથે કાર્ડ હોલ્ડરોને માથાકુટ

રાજકોટ, તા. ૭ :. રાજ્યભરમાં પૂરવઠાનું સર્વર ઠપ્પ થઈ જતા ઝોનલ કચેરી અને રેશનીંગ દુકાનદારોને ત્યાં સેંકડો લોકોને ધરમધક્કા થયા હતા, દેકારો બોલી ગયો હતો. પૂરવઠાના સર્વરમાં મોટી ટેકનીકલ ખામી સર્જાતા સવારથી સર્વરમાં ધાંધીયા શરૂ થઈ ગયા હતા અને તેના કારણે રેશનીંગ દુકાનો ઉપર વિતરણ વ્યવસ્થા ઠપ્પ થઈ જવા પામી હતી. દરમિયાન રાજકોટમાં તમામ ઝોનલ કચેરી ઉપર સવારથી ઓનલાઈન કાર્ડ કામગીરી ચાલુ જોવા મળી હતી. ઝોનલ અધિકારીઓએ ઉમેર્યુ હતુ કે, અમારે કોઈ પ્રશ્ન ઉદ્ભવ્યો નથી, જ્યારે અમુક દુકાનદારોએ સર્વર ઠપ્પ હોવાનું તો અમુક દુકાનદારોએ ધીમુ ચાલતુ હોવાની ફરીયાદો કરી હતી. રાજકોટને બાદ કરતા જીલ્લામાં ૨ થી ૩ તાલુકામાં સર્વર ઠપ્પ હોવાની ફરીયાદો આવી હતી. રેશનીંગ દુકાનો ઉપર લોકોને દુકાનદારો સાથે ભારે માથાકુટ સર્જાઈ હતી. ટેકનીકલ ખામીને કારણે સર્વર ઠપ્પ થતા ઓનલાઈન કામગીરી બંધ થઈ જતા સેંકડો લોકોને ઘઉં, ચોખા, ખાંડ, કેરોસીનના જથ્થાની ફાળવણી થઈ શકી ન હતી.(૨-૧૯)

(2:47 pm IST)