Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

ડાયાબિટીસના વિવિધ પ્રકારો, કારણો અને ઉપચાર

લોધિકા - થોરડીના પૂ. પ્રકાશબાપુએ મધુપ્રમેહ અંગે ગહન સંશોધન કર્યું : ૨૦ પ્રકારના પ્રમેહ રોગો છે : ૧૦ મેહ કફથી થાય, ૬ મેહ પીતથી થાય અને ૪ પ્રકારના મેહ વાયુથી થાય : થોરડી પાસે આશ્રમમાં પૂ. પ્રકાશબાપુ સોમ - મંગળ નિઃસ્વાર્થભાવે સેવા આપે છે

રાજકોટ તા. ૬ : લોધિકાના થોરડી ગામ પાસે આવેલા ભોકેશ્વર મહાદેવ મંદિરે પૂ. પ્રકાશબાપુ આયુર્વેદ સેવા કરી રહ્યા છે. મૂળ હિમાચલ પ્રદેશના પૂ. પ્રકાશબાપુ ધ્યાન - સાધના ઉપરાંત આયુર્વેદની વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી આરાધના પણ કરે છે. અનેક રોગોના - વનસ્પતિઓના ઊંડાણપૂર્વક સંશોધનો કર્યા છે.

પૂ. બાપુએ ડાયાબિટીસ અંગે ગહન રિસર્ચ કર્યું છે. મધુ પ્રમેહના અનેક પ્રકારો છે, અનેક કારણો છે અને તેના અસરકારક ઉપચારો પણ છે. આ લેખમાં પ્રકાશબાપુએ મેહ રોગના ૨૦ પ્રકારો વિગતે સમજાવ્યા છે.

થોરડી આશ્રમ ખાતે પ્રકાશબાપુ દર સોમ - મંગળવારે નિઃસ્વાર્થભાવથી આરોગ્ય સેવા આપે છે. આ અંગે વધારે વિગતો માટે પ્રકાશબાપુનો સંપર્ક : મો. ૮૭૫૮૭ ૨૧૯૨૧ / ૯૪૨૯૭ ૮૨૮૫૭ નંબર પર થઇ શકે છે.

મધુપ્રમેહ અને તેના કારણોઃ

મધુપ્રમેહની સમજ- જઠરની નીચે પેનક્રિયાસ નામની ગ્રંથી છે, જેમાં ખોરાકને પચાવવા માટેના કેટલાક રસો ઉત્પન્ન થાય છે, પરંતુ તે ઉપરાંત તેના (આગલા પ્રકરણમાં દર્શાવ્યું છે તેમ) છૂટા છુટા બેટો જેવો ભાગ છે, તેમાંથી અંતઃસ્ત્રાવ ઝરે છે. આ અંતસ્ત્રાવ (ઈન્સ્યુલીન) આપણાં પાચન થયેલા ખોરાકમાંથી છેવટે થયેલી સાકર(ગ્લુકોઝ)ને લોહી મારફત શરીરના અનંત કોષોને શકિત માટે પહોંચાડવામાં મદદરૂપ થાય છે. કોઇ કારણસર આ અંતઃસ્ત્રાવ પૂરતો ઉત્પન્ન ન થતો હોય, તો આ સાકરનો ઉપયોગ શરીર કરી શકતું નથી. અને એ સાકર લોહીમાં વધી જાય છે અને છેવટે એ મૂત્ર પિંડમાં એકઠી થઇ પેશાબ વાટે બહાર નિકળે છે. આ સ્થિતિને મધુપ્રમેહ કહે છે. શરીરને શકિત આપનારી આ સાકર આમ નકામી જવાથી શરીર ધીમે ધીમે અશકત થતું જાય છે.

મધુપ્રમેહના લક્ષણો

 પેશાબની વધુ પડતી હાજત, વધુ તરસ અને ભૂખ, વજન ઉતરવું અને નબળાઇ- આ તેના સામાન્ય લક્ષણો છે. આ ચિન્હો ધીમે ધીમે વધતા જાય છે, તેના બે કારણો છે-

 (૧) ખોરાકમાંથી પચીને થયેલી સાકર લીવરમાં ગ્લાઇકોજનરૂપે સંઘરાતી નથી, સાકરની દહન પ્રક્રિયા થતી નથી, તેથી  જમ્યા પછી તે લોહીમાં વધી જાય છે. આ વધારાની સાકર મૂત્રપિંડમાં જઇને પેશાબમાં નીકળી જાય છે.

(ર) ખોરાકમાં વિશેષ પ્રમાણમાં ચરબી યુકત પદાર્થ- મલાઇ, માખણ, ઘી, તેલ વગેરે- લેવાથી ચયાપચય ક્રિયા (METABOLISM) માં ક્રિટોન પદાર્થ વધતા જાય છે. તેને પરિણામેક્રિટોસીસ નામે ઓળખાતી વિષય સ્થિતિ સર્જાય છે. આનો તરત ઇલાજ ન થાય તો દર્દી બેભાન બની જાય છે. જેને કોમા કહે છે. તેમાંથી મૃત્યુ નિપજે છે. ઓછા સામાન્ય એવા બીજા લક્ષણોમાં જોવાની શકિતમાં , ઘા રૂઝાવામાં વિલંબ, ચામડીમાં-સ્ત્રીઓમાં  વિશેષગુહ્ય ભાગમાં અતિશય ખંજવાળ, હાથપગની આંગળીઓમાં દુઃખાવો અથવા જડતા બહેરાશ અને સુસ્તી-છેવટે ભાઠું થાય છે, જે રૂઝાતું નથી, કેટલાક એવા દર્દી હોય છે, જેને ઉપર દર્શાવ્યા લક્ષણો-ચિહ્નો ન હોય, એટલે ડોકટરી તપાસ કરાવવી જરૂરી છે.

મેદ વૃદ્ધિ

મીઠાઇ મિષ્ટાન્ન અને ચરબી વાળા પદાર્થો-માખણ, ઘી વગેરે વિશેષ ખાવાથી મેદવૃદ્ધિ થાય છે, તેના પરિણામે મધુપ્રમેહ થવાનો વધુ સંભવ રહે છે. મધુપ્રમેહીઓ મોટા ભાગે અતિ મેદવાળા હોય છે.કમ ખાનારાઓ તથા ઓછા વજનવાળાને આ રોગ લાગુ પડવાનો ઓછો સંભવ છે.

બેઠાડુ જીવન

ખુરશીએથી જમવાના ટેબલ પર અને ત્યાંથી પાછા ખુરશીએ-એવું જેનું જીવન હોય, જેમના જીવનમાં શરીરશ્રમ કે કસરતનું નામ જ ન હોય અથવા મિત્રો સાથે વાતોના તડાકા મારતા બે ત્રણ કિલોમીટર ફરવા ખાતર ફરતા હોય અને પછી નાસ્તા પાણી ઉડાડતા હોય, એવા પુરૂષોને મધુપ્રમેહ થાય, એમાં નવાઇ ખરી? તેનાથી ઉલટું દિવસભર કાળી મજુરી કરનારને મધુ પ્રમેહ થવાની સંભાવના ઓછી છે.

માનસિક વ્યગ્રતા

આજના જમાનામાં માનસિક ચિંતાઅને તાણ ખુબ વધ્યા છે. તે પણ ઘણા અંશે આ વ્યાધિમાં કારણભૂત છે. આનો ઉપાય એ છે કે, રાત્રે સૂતા અને સવારે ઉઠતાં દ્રઢતાપુર્વક પાંચ વખત કહેવું કે, ''હું હવે સુધરતો જાઉં છુ , અને ચોક્કસ સુધરીશ જ.'' આ દ્રઢ સંકલ્પની અસર ધીરે ધીરે જરૂર થશે, કેમ કે- આત્મા 'સત્ય સંકલ્પ છે'

મધુપ્રમેહના આ બધા કારણો વાસ્તવિક હોવા છતાં પાયાનું કારણ એ છે કે, આંતરડામાં બંધકોશને કારણે મળનો સંચય વારંવાર થયા કરતો હોય, ત્યારે પેનક્રિયાસ પણ દુર્બળ થાય અને તેથી મધુપ્રમેહ થાય-આવું મહાન આહારશાસ્ત્રી અને નિસર્ગોપચારક ડો. કેલોક (એમ.ડી.)નું મંતવ્ય છે.

કસરતની અગત્યતા

તંદુરસ્ત માણસને કસરતની અગત્ય છે, તેનાથીય વિશેષ અગત્ય મધુપ્રમેહના દર્દીને છે. પથ્ય ખોરાકનું જેટલું મહત્વ છે. તેટલું જ મહત્વ કસરતનું છે.

આહારનું ગમે તેટલું નિયમન કરો, પણ કસરત વગર ફાયદાકારક નહીં નિવડે એ નિશ્ચિત છે.

પથ્ય

ઘઉં, જવ, ચણા અને સોયાબીનનો મિકસ કરેલો લોટ, મગ, તુવેર દાળ, ચણાદાળ, કારેલા, પરવળ, દૂધી, ટમેટા, કોળુ, કાકડી, ચીભડું, લીલા મરચા, પાલખ, બથુવા, ડુંગળી, લસણ, લીંબુ, મેથી, સરગવાની સીંગ વગેરે શાકભાજી, આમળા, જાંબુ, જાંબુના ઠળિયાનું ચૂર્ણ, મેથીના દાણા, લીમડાના પ થી ૭ પાન, ર થી ૩ બીલીના પાન...

પપૈયું, જામફળ, જેવા ફળો ઓછી માત્રામાં લેવા, મલાઇ વગરનું દૂધ, છાશ, રેષાવાળા ફળો લેવા જોઇએ- જમ્યા પછી ૧૫થી ૨૦ મિનિટ સુધી તેમજ દરરોજ ૩થી ૪ કિલોમીટર ચાલવું જોઇએ.

અપથ્ય

લાંબા સમય સુધી બેસી રહેવું કે સુતા રહેવું, જમ્યા પછી તરત જ દિવસે સૂઇ જવું,નવા અનાજ-ચોખા, દહીં,શેરડીનો રસ, મોસંબી, કેળા, દાડમ, અંજીર, ચીકું, ખાંડ, ગોળ, સાકર, બટેટા, ધ્રુમપાન તથા મદ્યપાન આ સૌ આ રોગમાં વધારો કરે છે.

મળ-મૂત્રનાં આવેગોને રોકવા જોઇએ નહીં.

મેહ રોગ

મેહ રોગના ૨૦ પ્રકાર છે : પ્રકાર (૧) ઇશુ મેહ(ર) સુરા મેહ (૩) પિષ્ટ મેહ (૪) સાન્દ્ર  મેહ (પ) શુક્રમેહ (૬) ઉદક મેહ(૭) લાલા મેહ (૮) શીત મેહ (૯)સિકતા મેહ (૧૦) શનૈ મેહ.

દસ મેહ કફ થી થાય છે : (૧૧)મંજિષ્ઠ મેહ (૧૨) હરિદ્રા મેહ (૧૩) નીલ મેહ (૧૪)રકત મેહ (૧૫) કૃષ્ણ મેહ  (૧૬)ક્ષાર મેહ

છ મેહ પીતથી થાય છે : (૧૭) હસ્તિ મેહ (૧૮) વસા મેહ(૧૯) મેહ (૨૦) મધુમેહ

ચાર મેહ વાત જન્યથી થાય

ટિપ્પણી : મેહ રોગનું બીજુ નામ ''પ્રમેહ'' છે અત્યધિક કે વારંવાર અને પ્રાયઃ મેલા (ડહોળાયેલા) મુત્રનો ત્યાગ તેને પ્રમેહ કહે છે. આમાં મુત્ર સંસ્થાનથી વિકૃતિ ખાસ જોવા મળે છે.

આર્યુવેદમાં ૨૦ પ્રકારના પ્રમેહ રોગો વર્ણાવેલા છે

A. કફ જ પ્રમેહો -  કફજ પ્રમેહો ૧૦ પ્રકારના છે

(૧) ઇશુ મેહ - આ મેહમાં દર્દી શેરડીના રસ જેવો પેશાબ કરે છે.આ અવસ્થાને (Alimentary glycosuria)  કહી શકાય છે.

(ર) સુરા મેહ : આ મેહ વાળા રોગીનુંમુત્ર ઉપરથી સ્વચ્છ અને નીચેથી ઘન હોય છે.આને આધુનિક દ્રષ્ટિએ (Acetonuria) એસીટોનુરીયા કહી શકાય છે.

(૩) પિષ્ટ મેહ -આ મેહ વાળા રોગીનું મુત્ર પિષ્ટ જેવું હોય છે અને પ્રવૃતિ વખતેતેરોમાંચિત થઇ જાય છે.. પિષ્ટ મેહ'' ફોસ્ફેટ યુરિયા'' નો જ એક ઉગ્ર પ્રકાર છે. (૪)       સાન્દ્ર મેહ - આ મેહ વાળા રોગીના મુત્રનેથોડીવારસુધી રાખવાથી અવક્ષેપ જામે છે. (Phospaturia) ફોસ્ફેટયુરીયા કહી શકાય છે.

(૫) શુક્ર મેહ - આ રોગી શુક્ર જેવા કે શુક્રયુકત મુત્રનો ત્યાગ કરે છે. આધુનિક દ્રષ્ટિએ તેને (Spermuturia ) સ્પેમેટયુરીયા કહી શકાય છે.

 (૬)    ઉદક મેહ - ઉદક મેહ માં સ્વચ્છ માત્રામાં અધિક પાણી જેવું મુત્ર થાય છે. આધુનિક દ્રષ્ટિએ તેને ((Diabetes insipidus)ડાયાબીટીસ ઇન્સીપીડસ કહી શકાય છે.

(૭) લાલા મેહ - આ રોગીનું મુત્ર પિરિછલ અને લાળ રસ જેવું હોય છે. આધુનિક દ્રષ્ટિએ તેેને ((Albuminuria) આલ્બ્યુમીનુરિયા કહી શકાય છે.

(૮) શીત મેહ - આ રોગીનું મુત્ર મધુર, સ્પર્શમાં અત્યંત શીતળ અનેરોગી વારંવાર મુત્ર ત્યાગ કરે છે. શીત મેહની સરખામણી આધુનિક દ્રષ્ટિએ કોઇ એક રોગ સાથે નથી થઇ શકતી.

(૯) સિકતા મેહ - આ રોગીમાં મુત્ર સાથે અશ્મરી (પથરી) ના નાના કણો નીકળે છે. આધુનિક દ્રષ્ટિએ તેને ((Lithuria) લીથુરીયા કહી શકાય છે.

(૧૦)   શનૈ મેહ - આ રોગીનો મુત્ર ત્યાગ ખુબ ધીરે ધીરે થાય છે, આને મુત્રાઘાત((Obstructred Micturation)) નો જ એક ભેદ માની શકાય છે.

B. પૈતિક પ્રમેહો - પૈતિક પ્રમેહો ૬ પ્રકારના છે

(૧) મંજિષ્ઠ મેહ - આમાં રોગી આમગંધયુકત મર્જીડના  કવાથના વર્ણનો મુત્ર ત્યાગ કરે છે, આધુનિક દ્રષ્ટિએ તેને (Himoglobinuria) હિમોગ્લો બીન્ગુરીયા કહી શકાય છે.

(ર) હારિદ્ર મેહ - (હારિદ્રા મેહ) આમાં રોગી હળદર જેવો મુત્ર ત્યાગ કરે છે. આધુનિક દ્રષ્ટિએ તેને (Biluria) બાઇલ્યુરિયા કહી શકાય છે.

(૩) નીલ મેહ - આમા મુત્રનો રંગ નીલ વર્પનો હોય છે. આધુનિકદ્રષ્ટિએ તેને ''ઇડિક ન્યુરીયા'' કહે છે.

(૪) રકત મેહ - આમા રોગી દુર્ગધિંત ઉષ્ણ, લવણયુકત તથા લાલ રંગનો મુત્ર ત્યાગ કરેે છે. આધુનિક દ્રષ્ટિએ તેને (Haematuria) હિમેચ્યુરીયા કહી શકાય છે.

(પ) કૃષ્ણ મેહ - આનું બીજુ નામ '' કાલ મેહ'' છે. આમા શાહી જેવો કાળો મુત્રનો વર્ણ હોય છે.હિમેચ્યુરીયા ની જ એક અવસ્થાનું આ નામ છે. કવચિત રીતે તેને (Melanuria) મેલેન્યુરીયા પણ કહેવાય છે.

(૬) ક્ષાર મેહ - આ રોગીનું મુત્રક્ષાર જેવું હોયછે. આધુનિક દ્રષ્ટિએ તેને (Alkaline Urine) આલ્કાલાઇન યુરીન પણ કહી શકાય છે.

C. વાતિક મેહ -  વાતિક મેહ ૪ પ્રકારના છે

(૧) હસ્તિ મેહ - આનો રોગી મદમસ્ત હાથીની જેમ કોઇપણ જાતની રૂકાવટ વગર નિરંતર લસિકા મિશ્રિત અને વિબહુ (ગ્રંંથિત) મુત્રનો ત્યાગ કરે છેે. ે  આધુનિક દ્રષ્ટિએ તેને (Payuria) ૫ૂયમેહ કહી શકાય છે.

(ર) વસા મેહ - આનો રોગી વસાથી મિશ્રિત તથા વસા જેવો મુત્રનો વારંવાર ત્યાગ કરે છે. આધુનિક દ્રષ્ટિએતેને (Lipuria) ,લાવ પ્યુરિયા કહી શકાય છે.

(૩) મજજા   મેહ - આનો રોગી મજ્જા જેવો તથા  મિશ્રિત મુત્રનો ત્યાગ કરે છે. આધુનિક દ્રષ્ટિએ તેને (Chylyuria)  કાયલુરિયા કહી શકાય છે.

(૪) મધુ મેહ - આમાં મુત્ર અધિક કપાય  અને અધુરૂ મધુર રસ યુકત હોય છે. તે રૂક્ષ હોયછે. આમાં વારંવાર મુત્ર ત્યાગ થાય છે. આધુનિક દ્રષ્ટિીઅ ે તેને '' ડાયાબિટીસ મેલાઇપ્સ''કહે  છે.

D. મુત્રઘાતના રોગો - મુત્ર ઘાતના રોગો તેર પ્રકારના છે

(૧) વાતકૃણ્ડલિકા (ર) વાતાષ્ઠિકા,(૩) વાત બસ્તિ (૪) મુત્રાતિત (પ) મૃત્ર જવર (૬) મુત્ર ક્ષય (૭) મુત્રોત્સર્ગ (૮) મુત્ર ગ્રન્થિ (૯) મુત્ર શુક્ર (૧૦) વિડીવઘાત (૧૧) મુત્ર સાદ (૧૨) ઉષ્ણવાત (૧૩) બસ્તિકુણ્ડલિકા

આ બધા મુત્રાઘાતોને કષ્ટપ્રદ કહે છે, તેમાં પણ મુત્રાસાદ ઉષ્ણવાત તથા કૃણ્ડલિકા અત્યંત કષ્ટદાયક (ઘોર) વ્યાધિ છે.

મુત્રના અવરોધને મુત્રઘાત કહે છે. આધુનિક દ્રષ્ટિએ સરખામણી આ મુજબ થઇ છે.

(૧) વાતકૃણ્ડલિકા : આ રોગને '' Spastmodic Strricture”  સાથેસરખાવી શકાય.

(ર) વાતાષ્ઠિકા (અષ્ઠિલા) : ઘણા વિદ્વાનો આ રોગથી '' પ્રવૃધ્ધ પોરૂષગ્રંથી' (Enaged Prostast)  નું ગ્રહણ કરે છે.

(૩) વાત બસ્તિ : આને (Retention Of Urine ) કહી શકાય છે.

(૪) મુત્રાતિત : આને (Ineentience Of Urine ) કહી શકાય છે.

(પ) મૂત્ર જઠર : આને (Distended Of Urine ) કહી શકાય છે.

(૬) મૂત્ર ક્ષય : આને ("Anurea'' અથવા 'Suppression' Of Urine )  કહી શકાય છે.

(૭) મૂત્રોત્સર્ગ : આને આધુનિક દૃષ્ટિએ (Striteture  Of  Urethra  ) કહી શકાય છે.

(૮) મૂત્રગ્રન્થિ : આને (Tumout of the bledder) કહી શકાય છે.

(૯) મૂત્રશુક્ર : મૂત્ર ના વેગ ને રોકીને સ્ત્રી સાથે સંભોગ કરવાથી પુરૂષનું વાયુ પ્રફૂલિત થાય છે અને તેમાંથી અવરૂદુ પરંતુ પોતાના સ્થાનથી ચ્યુત થયેલ શુક્ર મૂત્ર ત્યાગ પહેલા કે પછી નીકળે છે જે ચૂનાના પાણી જેવું લાગે છે. આને મૂત્ર શુક્ર કહે છે.

(૧૦)   વિડવિઘાત : આને આધુનિક દૃષ્ટિએ (Recto vosical fistula ) કહી શકાય છે.

(૧૧)   મૂત્રસાદ : આને આધુનિક દૃષ્ટિએ (Scanty Urination  )  કહી શકાય છે.

(૧ર)   ઉષ્ણવાત : આને આધુનિક દૃષ્ટિએ (Cystitis અથવા..Urestritis of Gumorrhoeal r other origine') .  કહી શકાય છે. ગામડી ભાષામાં આને 'ઉનવા' કહી શકાય છે.

(૧૩)   બસ્તિકુણ્ડલિકા : આને આધુનિક દૃષ્ટિએ (Atomic condition of the bladder ) કહી શકાય છે.

E. મુત્ર કૃચ્છ - મુત્રકૃચ્છ રોગ આઠ પ્રકારના છે

(૧) વાતજ મુત્રકૃચ્છ (ર) પિતજ મુત્રકૃચ્છ (૩) કફજ મુત્રકૃચ્છ (૪) સન્નિપાતજ મુત્રકૃચ્છ (પ) શુક્ર મુત્રકૃચ્છ (૬) વિટ મુત્રકૃચ્છ (૭) ઘાત મુત્રકૃચ્છ (૮) અશ્મીરી મુત્રકૃચ્છ

મૂત્રની કષ્ટપ્રદ પ્રવૃત્તિને 'મૂત્રકૃચ્છ' કહે છે આને આધુનિક દૃષ્ટિએ (Painful Micturation કે Dysurea )  કહી શકાય છે.

(૧) વાતિક મુત્રકૃચ્છ ને (Nervous Dysumpa) કહી શકાય છે.

(ર) પૈેતિક મુત્રકૃચ્છના લક્ષણ 'ઔપસગિક મેહ કે મૂત્રાશ્યકલા તથા મૂત્રપ્રસેહના તીવ્રશીથ (Acute Cystitis or Acuteurethritis) માં  જોવા મળે છે. '

(૩) કફજ મુત્રકૃચ્છ : આ પ્રકારના લક્ષણ અનુતીવ્ર મૂત્રાશય કલાશોથ (Sub acute Cystitis) તથા અનુતીવ્ર શિશ્તકલા મૂત્રપ્રસેહ શોધ. (Sub acute Urethritis) માં જોવા મળે છે.

(૪) સન્નિપાતજ મુત્રકૃચ્છ આમાં બધા દોષોના લક્ષણ જોવા મળે છે અને તે અત્યંત કષ્ટ સાધ્ય છે.

(પ) શુક્ર મુત્રકૃચ્છ : સ્થાનચ્યુત શુક્ર મૂત્ર માર્ગમાં અટકી જાય ત્યારે શુક્ર સહિત કષ્ઠપૂર્વક મૂત્રપ્રવૃતિ થાય છે.

(૬) વિટ મુત્રકૃચ્છ : મળના રોગને રોકવાથી વાયુ વિલોમ થઇને ઉદરમાં આધ્યાન વાતશૂળ તથા મૂત્રઅવરોધ કરી દે છે.

(૭) ઘાત મુત્રકૃચ્છ : મૂત્રવાહી સ્ત્રોત્રોમાં અભ્યાંતર શલ્યથી અથવા આઘાત લાગવાથી ક્ષત થવાથી ભયંકર મૂત્રકૃચ્છ રોગ ઉત્પન્ન થાય છે.

(૮) અશ્મીરી મુત્રકૃચ્છ : જે મૂત્રકૃચ્છનું કારણ અશ્મીરી અર્થાત પથરી ...CStone Calciulus  હોય તેને અશ્મરી જન્ય મૂત્રકૃચ્છ કહે છે. આ આઠ પ્રકારના મુત્રકૃચ્છ સ્વતંત્રરૂપે અથવા ઉપસર્ગ રૂપમાં થાય છે.

અશ્મરી એટલે પથરી આધુનિક દૃષ્ટિએ તેને  Caleculus (કેલ્કલસ) કહેવામાં આવે છે

(૧) યુરીક એસિડ : યુરેટ અને કાર્બોનેટની પથારીના લક્ષણ પૈતિક અશ્મરી સાથે મળે છે.

(ર) ફોસ્ફેટની પથરીના લક્ષણ કફજ અશ્મરી સામે મળે છે.

(૩) ઓકઝુલેટની પથરીના લક્ષણ વાતિક અશ્મરી સાથે સામ્ય ધરાવે છે.

(૪) શુક્રાશ્મરી યુવા પુરૂષોમાં જ જોવા મળે છે. શુક્રાશ્મરી વસ્તુત : અશ્મરી નથી. પરંતુ શુક્રગ્રંથિત થઇને મૂત્ર માર્ગમાં અવરોધ ઉત્પન્ન કરીને અશ્મરીના જેવા લક્ષણ ઉત્પન્ન કરી દે છે. તેથી તેને અશ્મરી એવી સંજ્ઞા આપવામાં આવી છે. શુક્રાશ્મરી બાળક તથા સ્ત્રીઓને નથી થતી આ પુખ્ત પુરૂષોમાં જ ચલિત શુક્રવેગને ધારણ કરવાથી ઉત્પન્ન થાય છે.

પથરીને સ્ટોન (Stone) :

અતિ ગળ્યુ, ખાંટુ, ખારું, સિન્ગ્ધ, ભારે, પિચ્છિલ અને ઠંડુ ખાન પાનનું વધારે પડતુ સેવન, નવુ ધાન, સુરા, દૂધ દહી, એક સાથે લેવું, એક જગ્યાએ લાંબો સમય બેસી રહેવું, અનીદ્રા, ચિંતા આવા કારણોથી કોઇપણ એક અથવા એકથી વધુ પ્રમેહો થવાની શકતા છે.

બગડેલા કફ, મુત્રાશયમાં આવીને શરીરનાં રકત, પરસેવો, ચરબી, રસ, અને માંસને બગાડી ને (કફના દશ) પ્રમેદ કરે છે.

પીતના પ્રમેહ

જયારે કફ વગેરે સૌમ્ય ધાતુઓ ઓછી થઇ જાય ત્યારે બગડેલુ પિત લોહીમાં ભળે છે. અને પિતના -(છ) પ્રમેહ કરે છે.

વાયુના પ્રમેહ

બગડેલો વાયુ ધાતુઓને (વાયુના પ્રમેહ કરી શકે એવી ધાતુઓન,ે વસા, મંજજી, ઓજસ, અને રસ. નામની ધાતુઓને, મુંત્રાશય પાસે લાવીને (વાયુના પ્રમેદ કરે છે) વળી તેમનો (ધાતુઓનો) પિતનો અને કફનો નાશ કરે છે. જેથી વાયુ જ (વાયુનાં પ્રમેહ કરે છે.)

હવે થોડા પ્રમેહ રોગનાં લક્ષણોની વાત કરીએ જેથી અમારો જે ધ્યેય છે. કે તમે તમારો રોગ જાણો, કોય કહે તેમ માનો ના લેવું.

(૧) કફનાં મેદનાં દશ પ્રકાર (ઉદકમેહ) ઉદક મેહને લીધે દર્દીને પાતળો, ધોળો, ઠંડો, (સારી કે ખરાબ) માંધ વિનાનો પાણી જેવો પેશાબ થાઇ છે.

(ર) ઇક્ષુમેહને લીધે શેરડીના રસ જેવો પુષ્કળ અને ગળ્યો પેશાબ થાઇ તે આપણે એક ડાયાબીટીશ છે.

(૩) સાંદ્ર મેહ. જે પેશાબ આખિ રાત રાખી મુકો તો તે ઘટ બની જાય તે

(૪) સુરામેહ.

(૪)  તણખિયો પ્રમેહ

૧. નાળીએરનું પાણી પીવુ નાળીયેર ચાવી ખાવું.

ર. બાવળના પાન કુમળા અંકુરો (૧) તોલો સાકર સાથે સવાર સાંજે ખાવા.

૩. પેશાબની ગરમી બળતરા પરુ હોય તે માટે આમળાં તોલા (૧ાા)  રાત્રે પાણીમાં પલાળી એકરાત ભીજવી સવારે. સવારે ભુખ્યા પેટે મધ સાથે પીવા.

(૧) મધુ મેહ (Diabetes) :

મીઠી પેશાબ, સાકરીયો પેશાબ, મધુ મેહ નામથી આ રોગ ઓળખવામાં આવે છે. મધુમેહનાં કુલ સાત પ્રકાર છે.

હિંદુસ્તાનમાં બંગાળમાં મધુ મેહનુ જોર વધારે જોવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ કેશવચંદ્ર સેન સ્વ. ટિળક ચિતરંજનદાસ વગેરે જાણીતાઓને દર્દનો ભોગ બન્યા હતાં.

હિન્દુસ્તાનમાં ગામડા કરતા શહેરમાં આ દરદ વિશેષ થાય છે. બહુ જાડા બંદ સ્થુલ માણસોને આ રોગ વધુ પ્રમાણમાં થાઇ ેછે.

મીઠાઇ, સરબત, દારૂ, વિશેષ પ્રમાણમાં લેવાની આરોગ ખાસ થવાની સંભાવના છે. બહુ માનસીક કામ કરનારા માણસોને આ રોગ લાગુ પડે છે. એવુ જોવામાં આવ્યુ છે કે અકસ્માતથી મગજ આઘાત પહોંચે તો તેથી પણ મધુ મેહ લાગુ પડે છે. આપણે સમજાયે કે  (Diabetes)   એટલે શુ થાય છે આપણા શરીરમાં ફેરફાર (હોજરી નીચે અગ્ન્યાશય (પેન્કિયાસ) નામનો અવયવ છે. તેની વિકૃતીને લઇને પણ મધુ પ્રમેહ જન્મે છે., કોઇ કારણોથી ઓપરેશન કરી પેન્કિયાસને કાઢી નાખવુ પડે તો પણ મંધુ મેહ થાઇ છે.

કેટલાક કહે છે કે બહુ મીઠાઇ ખાવાથી આ રોગ થાઇ છે. જો આ વાત સાચી હોય તો મથુરામાં ઘણા લોકો બહુ મીઠાઇ ખાઇ ેછે. ઘણા લોકોનુ માનવુ છે કે બહુ બટાકા ખાવાથી મધુ મેદ થાઇ છે. આ વાતમાં કોઇ તથ્ય નથી.

અનિયમિત જીવન શૈલી વ્યાયામનો અભાવ. અતિશય માનસીક શ્રમ ચિતા બેઠાડુ જીવન વિજાતીય દ્રવ્યનો આંતરડામાં સંચય (ELEMINTARG-TOXAEMIA) આવાં કારણોને મધુ મેહનાં જનક કહી શકાય. (૪) અષ્ટામહૃદય નામનાં મર્થમાં અર્થમાં આત્રેય મહર્ષીઓ નીચે પ્રમાણે પ્રમેદ વીસ ે. તેમાં (દશ) કફથી (છ) પિતથી અને (ચાર) વાયુથી  થાય છે.

તેમાં ઘણા અનુભવ અને શોધ પંચી જાણી શકાયુ કે તેમાંથી સાત મેહ જેને આપણે. ડાયાબીટીસ કહી શકાય  તેમાં મુત્રમાં રકતમાં શકરા આવે છે. હવે જોઇએ કે વિસ પ્રમેહો કયા કયાં. અને તે થવાનાં કારણો કયાં કયાં.

(બહુ મુત્ર) વારંવાર પેશાબ લાગતો હોય તો નિચે આપેલાં કોઇપણ એક જે તમે કરી શકો એવો એક પ્રયોગ કરવો.

(૧) ત્રિફળા વાવડીંગના ઉકાળામાં હળદરનું ચુર્ણ નાખીને પી જવું રોજ (૧) વાર જેથી બહુ મુત્ર રોગ નાશ પામે છે.

(3:39 pm IST)