Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

વિવાદી બાંધકામના ચૂકવણા સહિત ૩ મુદ્દા માટે સોમવારે કારોબારી

રાજકોટ તા. ૭ : જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક તા.૧રમીએ સવારે ૧૧-૩૦ વાગ્યે મળનાર છે જેમાં પંચાયત કચેરીના રીનોવેશનના વધારાના ખર્ચના વિવાદનો મુદ્દો સમાવાયો છે. વિકાસ કમિશનરનો સ્ટે. દુર થતા હવે કોન્ટ્રાકટરને ચૂકવણા માટે નિર્ણય થશે ઉપરાત આરોગ્ય ખાતાને લગતા બે મુદ્દા છે કુલ ૩ મુદ્દા માટે ખાસ કારોબારી બોલાવવામાં આવી છે. બિનખેતીને લગતા કેસ આ વખતની કારોબારીમાં આવશે નહિ. કારોબારીની મંજુરી મળી જાય તો કોન્ટ્રાકટરને લાખો રૂપિયાના ચૂકવણાની આગળની કાર્યવાહી થશે.

(4:10 pm IST)