Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

ફલાવર-શો પૂર્ણ થયાના ૩ દિ' પછી પણ રેસકોર્ષ બગીચામાં પ્રવેશબંધીઃ જબ્બર લોકરોષ

સવારે વોકીંગ સહિતની આરોગ્યલક્ષી પ્રવૃતિઓ ૧પ દિવસથી બંધી છેઃ તંત્ર નિંદ્રામાંથી જાગી પ્રવેશબંધી દુર કરેઃ કોંગ્રેસની ઉગ્ર માંગ

પ્રવેશ બંધી દુર કરો...  રેસકોર્ષ બગીચામાં 'ફલાવર-શો' વખતે પતરઓ લગાવીને પ્રવેશબંધી રાખાવામાં આવી હતી. જે આજે બપોર સુધી યથાવત હતી. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૭ :.. મ્યુ. કોર્પોરેશન દ્વારા રેસકોર્ષ બગીચામાં ફલાવર-શોનું વિશાળ આયોજન કરાયુ હતું. જે રવિવારે પુર્ણ થઇ ગયુ છતાં આજે સતત ત્રીજા દિવસ સુધી બગીચામાં પ્રવેશબંધી યથાવત હોવાથી બગીચાની મુલાકાતે નિયમીત રીતે આરોગ્ય લક્ષી પ્રવૃતિ માટે આવતાં હજારો લોકોમાં તંત્રની આ બેદરકારી સામે જબરો રોષ ફેલાયો છે.

અને આ બાબતે વિપક્ષ કોંગ્રેસનાં કોર્પોરેટરો સુધી ફરીયાદ પહોંચતાં તેઓએ આ બાબતે જવાબદાર અધિકારીને ર૪ કલાકમાં પ્રવેશબંધી દુર કરવા રજૂઆતો કરી અને જો પ્રવેશબંધી દુર ન થાય તો આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની ચિમકી ઉચ્ચારી છે.

આ અંગે રાજકોટ મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા ત્થા વોર્ડ નં. ૩ ના કોર્પોરેટર અતુલ રાજાણીની સંયુકત યાદી મુજબ તાજેતરમાં રાજકોટમાં ૭૦ થી ૮૦ લાખના ખર્ચે ફલાવર-શોનું તા. ૧ થી તા. ૪ ફેબ્રુઆરી દરમ્યાન તંત્ર દ્વારા આયોજન હાથ ધરાયેલ. આા ફલાવર શો દરમ્યાન અંધાધૂંધી અને અરાજકતા ન સર્જાય તે માટે તંત્ર દ્વારા રેસકોર્ષ  ગાર્ડનમાં અને વોકીંગ ટ્રેકમાં જવા માટે ૧ ફેબ્રુઆરી અગાઉ ચારેક દિવસ  પતરાઓ મારી ગાર્ડન બંધ કરી દેવાયેલ.

ફલાવર શો તા. ૪ નાં રોજ પૂર્ણ થયા ને આજે ત્રણ દિવસ બાદ પણ બંધ છે ગાર્ડન વોકીંગ ટ્રેકના પતરા આજદીન સુધી નહિ હટાવાત ર થી ૩ હજાર સીનીયર સીટીજન્સો નગરજનોને મનપાની કુંભકર્ણની નીતિને પગલે પારાવાર હાડમારી અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હલ ટ્રેકમાં કોઇ કામા પણ થતુ નથી તો ગાર્ડન અને વોકીંગ ટ્રેક માટે શહેરીજનોને  પ્રવેશબંધી  શા માટે ?

સીનીયર સીટીજન્સોની આ અંગે આજે મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતાને કોંગ્રેસ કાર્યાલયે ફરીયાદ કરતાં તાત્કલીક મહાનગરપાલિકાના કમિશ્નર   બંછાનીધિ પાનીને લેખીત રજૂઆત કરી રેસકોર્ષમં ફલાવર-શો દરમ્યન બંધ કરાયેલ ગાર્ડન વોકીંગ ટ્રેકના પતરાઓ હટાવી તાત્કાલીક ખોલવા માંગ ઉઠાવી છે.

અને ર૪ કલાકમાં પતરાઓ નહિં હટાવાય તો રેસકોર્ષમાં અશ્ચર્યજનક કાર્યક્રમ અપાશે. તેવી ચિમકી વિરોધ પક્ષના નેતા શ્રી સાગઠીયા ત્થા કોર્પોરેટર શ્રી રાજાણીએ ઉચ્ચારી છે. 

(4:09 pm IST)