Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

અકસ્માતો અને ટ્રાફીકને નિવારવા માટે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા પ્રયાસ

ટ્રાફીક પોલીસ દ્વારા ટ્રાફીક રથ શહેરમાં ફેરવી 'અકસ્માતથી કેમ બચી શકાય' પત્રીકા વિતરણ કરાઇ

રાજકોટઃ ગુજરાત રાજય માર્ગ સલામતી સપ્તાહ નિમિતે રાજકોટ પોલીસ અને રાજકોટ શહેર ટ્રાફીક પોલીસ દ્વારા ભાવનગરના ફોટોગ્રાફર અજયસિંહ જાડેજા દ્વારા તૈયાર કરવામાં આવેલો ટ્રાફીક રથ તા.ર૯ થી ૪ સુધી શહેરમાં ફેરવવામાં આવ્યો હતો. 'અકસ્માતથી કેમ બચી શકાય' તે માટેના આ રથ શહેરના અલગ-અલગ સર્કલો, શાળા, કોલેજ અને ખાસ રેસકોર્ષ ખાતેના ફલાવર શોમાં રાખવામાં આવ્યો હતો. ફલાવર શો દરમ્યાન રાત્રીના ૧ર વાગ્યા સુધી આ રથની હજારો લોકોએ નોંધ લીધી હતી અને દરેક વ્યકિતને અકસ્માતથી બચવાની પત્રીકાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશ્નરશ્રી અનુપમસિંઘ ગેહલોતની સુચનાથી અને ટ્રાફીક એસીપી  જે.કે.ઝાલાના માર્ગદર્શન નીચે આ રથને સફળતા પ્રાપ્ત થઇ હતી. ગત વર્ષમાં ૧પ ટકા અકસ્માતો ઓછા થયા છે ત્યારે ર૦૧૮માં પણ વધારે સારૂ પરીણામ મળે તે હેતુસર આવા રથનું આયોજન કરવામાં આવ્યું હતું.

(4:04 pm IST)