Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

૧૩મીએ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિનો સન્માન સમારોહ

ઈન્દ્રનીલભાઈની હાજરીમાં ૨૧૯ વિદ્યાર્થીઓ - ૧ નારીરત્ન અને ૧૪ વિશિષ્ટ સન્માન

રાજકોટ, તા. ૭ : શ્રી રાજરાજેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે વર્ષ ૨૦૧૬-૧૭નો રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ (કાઠી)ના તેજસ્વી વિદ્યાર્થી દસમો સરસ્વતી અને વિશિષ્ટ પ્રતિભાઓનો સન્માન સમારોહ આગામી તા.૧૩ના મંગળવારે બપોરે ૧૨ થી ૪ દરમિયાન રાજકોટ એન્જીનિયરીંગ એસોસીએશન હોલ (ભકિતનગર રેલ્વે સ્ટેશન પાસે) રાખવામાં આવે છે.

આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને સંસ્થાના પ્રમુખ અને ધારાસભ્ય શ્રી ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનંુ ઉદ્દઘાટન જ્ઞાતિના ગીજુભાઈ ભરાડના હસ્તે કરવામાં આવશે.

આ સમારોહના મુખ્ય મહેમાનપદે સર્વેશ્રી અમદાવાદના ધીરૂભાઈ તેરૈયા, શ્રી આણંદ નગરપાલિકાના ચીફ ઓફીસર નરેન્દ્રભાઈ જોષી, રા. બ્રા. સેવા સંઘના મેનેજીંગ ટ્રસ્ટી દિવ્યકાંતભાઈ જોષી, ટ્રસ્ટી ભીખાભાઇ જોષી, ટ્રસ્ટી મુળશંકરભાઈ તેરૈયા, કાંતિભાઈ મહેતા, રા. બ્રા. જ્ઞાતિ સેવા સંઘના પ્રમુખ રસીકભાઈ જોષી, ડો. એમ. ડી. જોષી, કિશોરભાઈ જોષી, ભીખુભાઈ જોષી, જયવીનભાઈ દવે, જયંતિભાઈ તેરૈયા તેમજ સંસ્થાના ઉપપ્રમુખ જતીનભાઈ ભરાડ, મંત્રી ધીરૂભાઇ મહેતા તેમજ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના ડો.કમલભાઈ મહેતા, ભાગવતાચાર્ય - શિક્ષણશાસ્ત્રી ડો. જયંતિભાઈ તેરૈયા, જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગરના નિયામક ડો. ટી. એસ. જોષી, મોટીવેટર દિપકભાઈ તેરૈયા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર ભવનના પૂર્વ અધ્યક્ષ ડો. હરિપ્રસાદભાઈ જોષી, શિક્ષણશાસ્ત્રીઓ હરીભાઈ વેગડા, ભાનુપ્રસાદભાઈ પંડ્યા, અશોકભાઈ પુરોહિત ઉપસ્થિત રહેશે.

આ સરસ્વતી સન્માન સમારોહમાં લોઅર કે.જી.થી પીજી કક્ષા સુધીમાં પ્રથમ ૧ થી ૪ ક્રમાંકમાં આવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું ઉપસ્થિત મહેમાન/ આગેવાનોના હસ્તે પ્રોત્સાહન શિલ્ડ/ ઈનામ એનાયત કરીને સન્માન કરાશે.

આ કાર્યક્રમ સફળ બનાવવા કન્વીનર શ્રી સતીષભાઈ તેરૈયા, સહકન્વીનરો લલીતભાઈ ધાંધીયા, ઉમેશભાઈ જોષી, તૃપ્તિબેન જોષી, ગીરધરભાઈ જોષી તેમજ સભ્યો સર્વેશ્રી ગીજુભાઈ જોષી, વિજયભાઈ જોષી, કમલેશભાઈ દવે, માધવભાઈ મહેતા, મનીષભાઈ બામટા, પંકજભાઈ ચાંવ, અમિતભાઈ માઢક, જેરામભાઈ ચાવડાગોર, અશોકભાઈ જોષી, ઉમેશભાઈ એન. જોષી, શૈલેષભાઈ જોષી, જગદીશભાઈ જોષી, ચેતનભાઈ જોષી, રાજેશભાઈ મહેતા વગેરે જહેમત ઉઠાવી રહેલ છે. (તસ્વીરઃ  અશોક બગથરીયા)

(4:03 pm IST)