Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

એલ.બી.એસ.ના અંગ્રેજી પ્રાઈમરી વિભાગના બાળકો શનિવારે જંકશનમાં કરશે સફાઈ

૧૫૦ બાળકો બેનરો - વિવિધ વેશભૂષાઓ સાથે રેલીમાં ભાગ લેશે : સ્વચ્છતાનું મહત્વ સમજાવશે

રાજકોટ, તા. ૭ : એલ.બી.એસ.ના વિદ્યાર્થીઓ જંકશન વિસ્તારમાં સફાઈ કરશે. સ્વચ્છતા રેલી નીકળશે. જેમાં બાળકો વિવેકાનંદજી, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ગાંધીજીના વેશ ધારણ કરશે. સમગ્ર જંકશન વિસ્તારમાં આ રેલી નીકળશે.

શ્રી લાલ બહાદુર શાસ્ત્રી ઈંગ્લીશ પ્રાઈમરી વિભાગના બાળકો દ્વારા તા.૧૦ને શનિવારના રોજ સવારે ૮ થી ૧૨ સ્વચ્છતા અભિયાનનું આયોજન જંકશન આવાસ યોજનામાં કરવામાં આવનાર છે. ત્યાંના લોકોનો સંપર્ક કરી સ્વચ્છતા કેટલી મહત્વની છે તે બાબત સમજવામાં આવશે ત્યાં લાલ બહાદુર અંગ્રેજી માધ્યમ દ્વારા ડસ્ટબીન ડોનેટ કરી કચરો એમાં નાખવા સમજવામાં આવશે.

આવાસ યોજના રહેનાર બાળકો માટે વિદ્યાર્થીઓ કપડા, ચોપડા, નાસ્તાનું વિતરણ પણ કરશે. આ કાર્યક્રમ સવારે ૮ થી ૧૨ તેમજ સાંજે ૬ વાગ્યે સ્વચ્છતા રેલી જંકશનમાં જ યોજવામાં આવશે જેમાં લગભગ ૧૫૦ બાળકો હોર્ડીંગ તેમજ ફેન્સી ડ્રેસ ભાગ લેશે અને સ્વચ્છતાનું મહત્વ સમજાવશે.

તસ્વીરમાં વિદ્યાર્થીઓ મુસ્કાન શૈખ, ખુશી ભાનુશાલી, સાહીલ સુમર, હનન ચૌહાણ, અમિત ક્ષત્રિય, પ્રિયા બીશ્ત, સિદ્ધાર્થ ભુલ, પ્રતિક વર્મા તેમજ શિક્ષકો ભકિત નથવાણી, ચેતના શુકલા, શિલ્પા પઢીયા, ચાર્મી પરમાર અને જયોતિ દોશી નજરે પડે છે. (તસ્વીરઃ  અશોક બગથરીયા)

(4:02 pm IST)