Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

૨૫મીએ રાજકોટ બેસ્ટ બેબી કોન્ટેસ્ટ

૬ માસથી ૭ વર્ષ સુધીના બાળકો ભાગ લેશેઃ ફ્રિ હેલ્થ ચેકઅપ કાર્ડ, સર્ટીફિકેટ, સાયકલ જેવા ઇનામોની વણઝારઃ ૧૧૦૦ ભુલકાઓ ભાગ લેશે

 રાજકોટઃ તા.૭, શહેરમાં વીસ વર્ષથી એડર્વટાઇઝીંગ તેમજ ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે કાર્યરત એવી કેમ્પેઇન એડર્વટાઇઝીંગ દ્વારા એક નવીનતમ પ્રકારે બાળકોમાં રહેલ ટેલેન્ટ તેમજ ખામી ને અલગ તારવીને સોફટ સ્કીલ ટ્રેઇનરનાં સહયોગથી પેરેન્ટ્સ સુધી પહોંચાડવાનો નવીનતમ પ્રયાસ આગામી રવિવારે ૨૫મી ફ્રેબુઆરી આત્મીય કોલેજના ઓડીટોરીયમ ખાતે યોજવામાં આવેલ છે.

 રાજકોટ શહેરના ખ્યાતનામ ચાઇલ્ડ સ્પેશ્યાલીસ્ટ એવા  ૧૫ થી વધારે પીડીયાટ્રીશ્યનના સીધા માર્ગદર્શનમાં ભાગ લેનાર દરેક સ્પર્ધકનું વૈજ્ઞાનિક પધ્ધતિથી મુલ્યાંકન કરવામાં આવશે. બાળ સ્પર્ધકોના પહેરવેશ તેમની સ્ટાઇલ અને તેમનામાં રહેલ અન્ય ખુબીઓનાં આધારે મુલ્યાંકન કરી વિજેતા જાહેેર કરવામાં આવશે.

 આ તકે અમેરીકા સ્થિત ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ મુલ્યાંકન પધ્ધતિથી બાળકોમાં રહેલી કોઇપણ ખામી તરફ પણ માતા પિતાનું ધ્યાન દોરવામાં આવશે. જેથી  કરીને જે તે ક્ષેત્રનાં નિષ્ણાંત તબીબનાં માર્ગદર્શનમાં એ ખામીને દુર કરવાના પગલા લઇ શકાય.

 આ ઇવેન્ટમાં ૬ માસથી ૩ વર્ષ સુધીના, ૩ વર્ષથી વધુ અને ૫ વર્ષ સુધીના તેમજ ૫ વર્ષ સુધીના તેમજ ૫ વર્ષથી વધુ અને ૭ વર્ષ સુધીના એમ કુલ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવેલ છે. ત્યારબાદ વિવિધ વિભાગનાં વિજેતાઓ આગામી રવિવાર ૪ માર્ચના ટાગોર રોડ પર આવેલ હેમુ ગઢવી હોલ ખાતે સન્માન સમારંભમાં જાહેર કરવામાં આવશે. વિજેતાઓને અનેક ઇનામો, સર્ટીફીકેટ તેમજ શિલ્ડ આપી સન્માનવામાં આવનાર છે. તેમજ દરેક સ્પર્ધાના મુખ્ય વિજેતાને વિવિધ કોર્પોરેટ કંપનીના આઉટડોર પ્રમોશનમાં મોડેલીંગનો ચાન્સ આપવામાં આવશે. રેડીયો સ્ટેશનમાં ગેસ્ટ રેડીયો જોકી બનવાની પણ તક આપવામાં આવશે.

 આ સ્પર્ધાના ફોર્મ (૧) પુજા હોબી સેન્ટર એલ-૧૫૬ -ગુજરાત હાઉસીંગ બોર્ડ, અમીન માર્ગ અને અક્ષર માર્ગ ક્રોસ રોડ પાસે, કાલાવડ રોડ, રાજકોટ (૨) આરવ હોસ્પીટલ સરદાર નગર મેઇન રોડ, એસ્ટ્રોન ચોક, રાજકોટ. (૩) સ્નેપ કીડસ સ્ટોર ડો. યાજ્ઞીક રોડ, રામકૃષ્ણ આશ્રમ સામે  જાગનાથ પ્લોટ, રાજકોટ (૪) અનિલ  ટાઇમ્સ જીવન બેંકની સામે, ઢેબર રોડ, (૫) કે કે ટોયસ, ૧૦, દિવાનપરા, હનુમાન મંદીર પાસે, (૬) ૫૬૭૮ ડાન્સ એકડમી, ૧ લો માળ, હલીડે કોર્પરેટ સ્કવેર, ગંગા હોલ સામે, અમીન માર્ગ, (૭) ડોલ્સ એન્ડ ડયુટ ઇન્ટરનેશનલ પ્રી. સ્કુલ, પ-એ, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર મેઇન રોડ, સોમેશ્વર ચોક પાસે ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતેથી મળશે.  વધુ વિગત માટે આ ઇવેન્ટના કો- ઓર્ડીનેટર ફાલ્ગુની ધર્મેશ શાહ તેમજ પરીતા શમીક ત્રિવેદીનો  ૯૫૧૨૭ ૬૧૨૫૩ પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવેલ છે.  તસ્વીરમાં શ્રી મતી ફાલ્ગુની શાહ અને શ્રીમતી પરીતા ત્રિવેદી તેમજ કેમ્પેઇન એડવાળા શ્રી ધર્મેશભાઇ શાહ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:02 pm IST)