Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

રાજકોટ જિલ્લાની ૧૯ પૈકી ૧૪ ગ્રામ પંચાયતોમાં ભાજપ પ્રેરીત સરપંચો ચૂંટાયા

ભાજપનો જયજયકાર ગણાવતા ડી.કે. - ભાનુભાઇ

રાજકોટ તા. ૭ : જીલ્લામાં ગ્રામપંચાયતની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો ભવ્યવિજય થયો છે. જીલ્લામાં ૨૪ ગ્રામપંચાયતમાંથી ૧૪માં વિજય થયો છે. જયારે પાંચ પંચાયતને બિનહરીફ સમરસ જાહેર કરવામાં આવી હતી. જેને રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, મહામંત્રીઓ ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરા સહીત જીલ્લા અને તાલુકા ભાજપના આગેવાનો અને હોદેદારો આવકાર સાથે અભિનંદન પાઠવે છે.

ગ્રામજનોએ ભાજપની વિકાસનીતિ પર વિશ્વાસ મુકીને ભવ્ય વિજય બનાવ્યો છે. જેમાં ઉપલેટા તાલુકામાં રાજપરા-માધવજીભાઈ કરશનભાઈ ગોહેલ, વડાળીમાં હંસાબેન જમનભાઈ પરમાર, ઢાંકમાં બદરૂભાઈ માંકડ તાલુકા પંચાયત સદસ્ય, જેતપુર તાલુકામાં થાણાગાલોળમાં સરોજબેન અશોકભાઈ ઉંધાડ, જયારે જસદણ તાલુકામાં લીલાપુરમાં રમેશભાઈ રવજીભાઈ રામાણી, શિવરાજપુરમાં હંસરાજભાઈ રઘુભાઈ મુલાણી, જશાપરમાં યુવા મોરચાના પૂર્વ મહામંત્રી મનસુખભાઈ ડામશીયા તેમજ વિછીયા તાલુકાના ગામોમાં ઢેઢુકીમાં જાનાબેન સાકરિયા, અજમેરમાં ઘુસાભાઈ સોહલા, જીલ્લા કિશાન મોરચાના મંત્રી જવેરભાઈ રાઠોડનો છાસીયામાં, કંધેવાળીયા તખુબેન ઓળકિયા, દેવધરીમાં વસંતબેન ગોહિલ, વાંગધ્રા શોભાબેન વેગડ, ફૂલઝર કાળુભાઈ ડેરવાળીયા સહીત ૧૯માંથી ૧૪ ગ્રામપંચાયતમાં ભાજપ પ્રેરિત સરપંચ તરીકે ચૂંટાયેલા તેમ જિલ્લા ભાજપ કાર્યાલયની યાદી જણાવે છે.

(5:18 pm IST)