Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

વોર્ડ નં.૪માં કાયદો-વ્યવસ્થા ખરાબઃ લોક સમાસ્યા ઉકેલીશઃ પડકાર ઝિલતાં કૈલાશ નકુમ

'અકિલા'ના આંગણે કોંગી ઉમેદવાર-કાર્યકારી શહેર પ્રમુખની શુભેચ્છા મુલાકાત :સ્વ. પ્રભાતભાઇ ડાંગરે શરૂ કરેલી વિકાસ યાત્રા આગળ ધપાવાશેઃ નિષ્ઠાવાન સેવાભાવી કોંગી ઉમેદવારને દરેક સમાજનો ટેકોઃ મહેશ રાજપૂતનો રણટંકાર

વોર્ડ નં. ૪ ની પેટા ચૂંટણીનાં કોંગી ઉમેદવાર સહિત શહેર કોંગ્રેસનાં અગ્રણીઓએ 'અકિલા' કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લઇ વિજયનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. તે વખતની તસ્વીરમાં કોંગી ઉમેદવાર કૈલાશભાઇ લક્ષ્મણભાઇ નકુમ, શહેર કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂત, વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા, મિતુલ દોંગા, વોર્ડ નં. ૪ નાં કોર્પોરેટર રેખાબેન ગજેરા, સીમીબેન જાદવ, કલ્પેશ પીપળીયા, અનિલભાઇ જાદવ, ગોવિંદભાઇ વધેરા, મુળજીભાઇ રામાણી, ઠાકરશીભાઇ ગજેરા, દેવજીભાઇ નકુમ, દિલીપભાઇ બોરીચા વગેરે કોંગ્રેસી આગેવાનો દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૭ :.. વોર્ડ નં. ૪ ની પેટા ચૂંટણીમાં હવે ૧૦ દિવસ જ બાકી છે. ત્યારે કોંગ્રેસ વતી ચૂંટણી જંગમાં ઉતરેલા કૈલાશ નકુમ ત્થા શહેર કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ સહિતનાં કાર્યાલયની શુભેચ્છા મુલાકાત દરમિયાન ચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

આ મુલાકાત વખતે કૈલાશભાઇ નકુમે જણાવ્યું હતું કે વોર્ડ નં. ૪ માં કાયદો - વ્યવસ્થાની સ્થીતી અત્યંત ખરાબ છે. આ લોકસમસ્યા ઉકેલવાનો અમે પડકાર ઝિલ્યો છે. સાથો સાથ આ વોર્ડનાં પૂર્વ કોર્પોરેટર સ્વ. પ્રભાતભાઇ ડાંગરે હાથ ધરેલા વિકાસ કાર્યોને આગળ ધપાવશું.

આ તકે શહેર કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખે ખાત્રી ઉચ્ચારી જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલીકા વોર્ડ નં. ૪ વિસ્તરનાં યુવા, સક્રિય અને સ્થાનીક ઉમેદવાર શ્રી કૈલાશભાઇ નકુમ કોઇ પણ પ્રકારના વાદ-વિવાદથી દૂર રહીને રાજકીય નેતા તરીકે નહીં પણ એક નિષ્ઠાવાન લોકસેવક તરીકે સેવા આપે છે. દરેક સમાજને સાથે લઇ ચાલનાર કૈલાશભાઇ નકુમ વોર્ડ નં. ૪ ને નવી દીશા તરફ લઇ જવામાં કોઇ પાછી પાની નહી કરે.

કોંગ્રેસ પક્ષનાં વોર્ડ નંબર ૪ વિસ્તારનાં યુવા ઉમેદવાર કૈલાશભાઇ લક્ષ્મણભાઇ નકુમ અનેકવિધ સેવાકીય, સામાજીક અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે. વોર્ડ નંબર ૪ નાં રહેવાસીઓનાં હૈયે વસેલ માનવીય ગુણોથી સભર અગ્રણી વેપારી અગ્રણી છે. તેઓ સુવિખ્યાત રાધા-મીરા દાંડીયા રાસોત્સવનાં સ્થાપક તેમજ ફ્રેન્ડઝ કલબ અને મંદબુધ્ધિ ધરાવતાં લોકોની સેવા કરતી સંસ્થાનાં સક્રિય હોદેદાર છે.

ખેડૂત ખાતેદાર હોવાથી અનેક સમસ્યાઓની જાણકારી ધરાવે છે તેઓ રાજકોટમાં અનેક વ્યવસાય સાથે સંકળાયેલ અને વોર્ડ નં. ૪ વિસ્તારના જ છે તેની વોર્ડનું હિત સદાય તેમનાં હૈયે વસેલું છે.

સરળ સ્વાભાવ અને સેવાની તેઓમાં ભાવના છે. પડકાર ફેંકવાનું અને પડકાર ઝીલવાનું તેઓનાં લોહીમાં છે. વોર્ડ નં. ૪ વિસ્તારમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતી ખરાબ છે. ત્યારે આ તમામ પ્રશ્નોને વાચા આપવી એ કૈલશભાઇ નકુમની પ્રાથમિકતા રહેશે. આ વિસ્તારના તમામ પ્રશ્નોને યોગ્ય જગ્યાએ બુલંદ અવાજ ઉઠાવવા માટે કૈલાશભાઇ નકુમને લોક સહકાર મળશે.

તેઓ વોર્ડ નંબર ચારનાં રહેવાસીઓ વચ્ચે રહેત સતત જાગૃત અને કાર્યશીલ યુવા ઉમેદવાર છે જે ફકત વચનની વાતો જ નથી કરતા પણ પડકારોને પરીણામોમાં પરિવર્તીત કરનાર વ્યકિત છે. પોતાનાં વિસ્તારની કાયાપલટ કરવાની ને લોકોની સુખાકારી માટે જરૂરી પાયાની સુવિધાઓ ઉભી કરવાની નેમ સાથે તેઓ આ ચૂંટણી લડી રહ્યા છે.

વોર્ડ નંબર ૪ નાં કોંગ્રેસનાં ત્રણ કોર્પોરેટરોની આગવી સુજ-બુજ, કાર્યક્ષમતા અને સતત જાગૃત રહીને તેમજ વિરોધ પક્ષમં રહીને પણ આ વિસ્તારનાં અસંખ્ય કામો, લોકોની સુખાકારીમાં પોતાની ગ્રાન્ટ, ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ તથા ભાજપ સામે લાલ આંખ કરીને અસંખ્ય કામો કર્યા છે જેની નોંધ વોર્ડ નાં મતદારોએ લીધેલી છે.

આથી કોંગ્રેસ પક્ષનાં કાર્યશીલ ઉમેદવાર સ્વ. પ્રભાતભાઇ ડાંગરની અણધારી વિદાયથી થઇ રહેલ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષનાં જ યુવા અને કાર્યશીલ ઉમેદવાર કૈલાશભાઇ નકુમને જંગી બહુમતીથી વિજયી બનાવવા ટીમ કોંગ્રેસ જાહેર અપીલ કરી છે.

(3:57 pm IST)