Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

નવાગામમાં કોળી દંપતિ દાઝયું

ચા બનાવતાં સોનલ દાઝીઃ ઠારવા જતાં પતિ પાંચા રાઠોડ પણ લપેટમાં આવી ગયો

રાજકોટ તા. ૭: નવાગામ શકિત સોસાયટીમાં કોળી દંપતિ દાઝી જતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

સોનલબેન પાંચા રાઠોડ (ઉ.૨૫) સવારે સ્ટવ પર ચા બનાવતી હતી ત્યારે ભડકો થતાં દાઝી જતાં ઠારવાર જતાં પતિ પાંચા ગોવિંદભાઇ રાઠોડ (ઉ.૨૮) પણ આગની લપેટમાં આવી જતાં બંને દાઝી જતાં દાખલ કરાયા છે. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ અને રવિભાઇ ગઢવીએ બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. પાંચો પાણીની છકડો રિક્ષાના ફેરા કરે છે. લગ્ન સાત વર્ષ પહેલા થયા છે. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે.

(3:56 pm IST)