Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

આત્મીય ગ્રુપ દ્વારા ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે ઓપન રાજકોટ મોક પરીક્ષા

તા.૧૫થી ૧૯ દરમિયાન આયોજન : પ્રથમ ક્રમે પાસ થનારને રૂ.૧૧ હજાર રોકડ પુરસ્કાર

રાજકોટ, તા.૭ : વિદ્યાર્થીઓ પરીક્ષાના ડરથી મુકત થાય અને બોર્ડની પરીક્ષામાં સારૂ પરીણામ પ્રાપ્ત કરી શકે તેવા હેતુથી  અને પૂ. ત્યાગવલ્લભ સ્વામીની પ્રેરણાથી આત્મીય ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ દ્વારા ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે ઓપન રાજકોટ મોક પરીક્ષાનું આયોજન કરેલ છે. તા.૧૫થી ૧૯ ફેબ્રુઆરી દરકિયાન આ મોક પરીક્ષામાં રાજકોટની કોઈ પણ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. એક સાથે ૧૧૦૦ વિદ્યાર્થીઓ  પરીક્ષામાં ભાગ લઈ શકે તે પ્રકારે આત્મીય દ્વારા આયોજન કરેલ છે. પરીક્ષામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને આદર્શ પ્રશ્નપત્ર સંપુટ ભેટ સ્વરૂપે આપવામાં આવશે. બોર્ડની રીતે જ પ્રવેશ, પેપર વિતરણ, સ્ટીકર્સ, સપ્લીમેન્ટરસ, ચેકિંગ, વગેરે વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પરીક્ષામાં પ્રથમ ક્રમે પાસ થનાર વિદ્યાર્થીને રૂ.૧૧ હજાર, દ્વિતીય ક્રમે પાસ થનારને રૂ.સાડા સાત હજાર, તેમજ ત્રીજા ક્રમે પાસ થનારને રૂ.૫ હજાર પ્રોત્સાહનરૂપે આપવામાં આવશે. ઉપરાંત પ્રથમ ૫૦ ક્રમમાં સ્થાન મેળવનાર અન્ય વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવશે. વિદ્યાર્થીઓને નિષ્ણાંતોનું માર્ગદર્શન મળી રહે તેવી પણ વ્યવસ્થા કરેલ છે. રજીસ્ટ્રેશન માટે પાસપોર્ટ સાઇઝના ફોટા ફોટોગ્રાફ સાથે સવારે ૯ થી ૩ દરમિયાન આત્મીય કોલેજ, યોગીધામ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રૂબરૂ સંપર્ક કરવો અથવા વોટ્સએપ (નં.૯૮૯૮૩ ૭૪૯૬૧, ૯૯૨૫૦ ૪૧૪૧૬ અને ૯૯૭૮૯ ૯૦૮૯૦) ઉપર ફોટોગ્રાફ, પુરૂ નામ, સરનામુ, ફોન નંબર, વગેરે મોકલી રજીસ્ટ્રેશન કરાવવું.

ઓપન રાજકોટ મોક પરીક્ષાના સમગ્ર આયોજનને પ્રિ. જી.ડી. આચાર્ય, નલીન ઝવેરી, પ્રો. માંડવીયા, વગેરેના માર્ગદર્શનમાં આખરી ઓપ અપાઈ રહ્યો છે. રાજકોટની વિવિધ સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આત્મીય ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ દ્વારા અનુરોધ કરાયો છે. (૨૪.૫)

(3:44 pm IST)